હવે ડુંગળી કાપતા સમયે એ નહીં વહે તમારા આંસુ – આ ફાયદેમંદ ટિપ્સ વાંચો અને અપનાવો

તમે થોડા સેહલા ઉપાયો અપનાવી ને વગર રડ્યે ડુંગળી કાપી શકો છો.

જો તમે ખાવા ના શોખીન છો અને ડુંગળી તમારા સ્વાદ નો મહત્વ નો હિસ્સો છે તો ડુંગળી કાપવા વખતે તમે ઘણી વખત આંસુ વહાવ્યા હશે. ડુંગળી ખાવા માં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, કાપવા સમય એ એટલી જ રડાવે છે. પણ તમે ઇચ્છો તો થોડા સેહલા ઉપાયો અપનાવી ને વગર રડ્યે ડુંગળી કાપી શકો છો.

ડુંગળી કાપવા વખતે એક કેમિકલ રીએકશન થાય છે અને ગેસ નીકળે છે. જ્યારે એ ગેસ પાણી ના સંપર્ક માં આવે તો એસિડ બની જાય છે. એના કારણે આંખો માં બળતરા થવા લાગે છે. પણ તમે ઇચ્છો તો ડુંગળી કાપતા પેહલા થોડા નાના નાના ઉપાયો કરવા થી આ પરેશાની થી બચી શકાય છે.

ડુંગળી ને ઠંડી કરી ને કાપો.

ડુંગળી ની છાલ ઉતારી લો. એના પછી એને થોડા સમય સુધી પાણી માં ડુબાડી ને રાખો. અડધા કલાક પછી ડુંગળી કાપો. એવું કરવા થી આંખો માં બળતરા નહીં થાય. પણ પાણી માં રાખવા થી એ ચીપચીપી થઈ જશે. એવા માં એને પુરી સાવધાની થી ડુંગળી કાપો. વિનેગર નો પણ ઉપયોગ કરી શકો છો. તમે ઇચ્છો તો ડુંગળી ને છોલી ને થોડો સમય વિનેગર અને પાણી માં ડુબાડી રાખી શકો છો. એવુ કરવા થી આંખો માંથી આંસુ નહીં નીકળે.

ફ્રીઝ માં રાખ્યા પછી કાપો ડુંગળી
ડુંગળી ની છાલ ઉતારી લો અને થોડા સમય માટે ફ્રીઝ માં રાખી દો. એના પછી ડુંગળી કાપો. જો કે આ ઉપાય ખૂબ પ્રચલિત નથી કારણકે આવું કરવા થી ફ્રીઝ માં દુર્ગંધ આવી જાય છે.

ડુંગળી ના ઉપર નો ભાગ/હિસ્સો કાપી લો.

ડુંગળી ને કાપવા ની બધા ની પોતા ની રીત હોય છે. પણ ડુંગળી કાપવા ની સાચી રીત આ છે કે આપણે સૌથી ઉપર નો હિસ્સા ને પેહલા કાપી લો. ઉપર ના ભાગ ને કાપી લીધા પછી ડુંગળી કાપવી ઘણી સેહલી થઇ જશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!