કેટલાય વર્ષોથી હવામાં લટકી રહ્યું છે આ મંદિર, ત્યાં જવા વાળાના શ્વાસ પણ રોકાઈ જાય છે….

0

જેમ આપણે બધા જાણીએ છીએ કે આપણું ભારત તે દેશ મંદિરોથી ભરપૂર છે. ખાસ વાત એ છે કે અહીં મંદિરો અને ધાર્મિક સ્થળો ખાસ કરીને તેમના ચમત્કારો માટે જાણીતા છે. ભારતમાં તેમજ વિદેશમાં ઘણા ચમત્કારિક અને અદ્ભુત મંદિરો છે.

આજ એક એવા મંદિરની વાત કરીશું જે ખુબ વિશિષ્ટ છે. ત્યાં કોઈ ચમત્કાર થાય છે કે નહીં તેતો નથી ખબર પરંતુ તે મંદિરની રચના કોઈ ચમત્કારથી પાછળ નથી. આજ સુધીમાં તમે જેટલા પણ મંદિરો જોયા તે બધાં જમીન પર કે પહાડને આધારે હોય છે. પરંતુ આજ જે મંદિરની વાત કરીએ છીએ તે હવામાં લટકતું મંદિર છે. ૧૪૦૦ વર્ષોથી હવામાં ઝુલતું કહી શકો છો. તેની રચના જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે આ ખરેખર હવામાં ઝુલતું મંદિર છે.આ મંદિરની રચના સીધી પહાડી પર કરવામાં આવેલ છે. પરંતુ તેમનું બાંધકામ એ રીતે છે જાણે તે કોઈપણ પ્રકારના સહારા વગર હવામાં લટકતું હોય. તેની આ ખાસયિતને કારણે આ મંદિર પુરા ચીનમાં પ્રખ્યાત છે. તેજમ ચીનમાં જાવા વાળા દરેક ટુરીસ્ટ આ મંદિરને જોવાની ઈચ્છા રાખે છે.

ઝૂલી રહેલ આ મંદિરનુ નામ છે હેંગીંગ ટેમ્પલ :

તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે હવામાં આ ખૂલી રહેલ મંદિરમાં લોકો દર્શન કરવા કેવી રીતે જતાં હશે ? તો આવો આજે અમે તમને જવાબ આપીશું. આ મદિર સાથે જોડાયેલી આસ્થા જ લોકોને આ મંદિર સુધી ખેંચી લાવે છે. હવામાં ઝૂલી રહેવાના કારણે જ આ મંદિરનુ નામ હવામાં ઝૂલતું મંદિર એટ્લે કે હેંગીંગ ટેમ્પલ રાખવામા આવ્યું છે.

હેંગીંગ ટેમ્પલની વિશેષતા :

આ મંદિર ખાસ ચીનના તાથુંગ શહેરથી 65 કિમી દૂર શાંતિ પ્રાંતના હુન્યાસ કસ્બેની પહાડીઓમાં બનાવવામાં આવેલું છે. એકદમ પહાડીઓની વચ્ચે બનેલું છે. મંદિરની બન્ને બાજુ 100 મીટર ઉચી શીલાઓ સીધી ઉભી છે. આ મંદિરનું નિર્માણ એવી જ એક 50 મીટરની ચટ્ટાન ઉપર બનાવેલું છે. જેથી એવું લાગે છે કે, આ મંદિર હવામાં લટકે છે. ચીનનું આ મંદિર ખરેખર અદભુત છે. તેમજ તેમની નકશીકામ પણ કાબીલેતારીફ છે. આ બૌદ્ધ, તાઓ, કંફયુસિયસ જેવા અલગ અલગ ધર્મોની પરંપરાનું મિશ્રિણ કરીએ એક મંદિર બનાવેલ છે.

હેંગીંગ ટેમ્પલ સાથે જોડાયેલી પૌરાણિક કથા :

જો વાત પૌરાણિક કથાઓની કરીએ તો આ મંદિર લગભગ 1500 વર્ષ પહેલાં બન્યું હશે. અને ત્યારથી લઈને આજ સુધી આ મંદિર હવામાં જ લટકી રહ્યું છે. ચીનની ભાષામાં આ મંદિરનું નામ “શુયાન ખોંગ” છે ને અંગ્રેજીમાં એનો મતલબ થાય છે હેંગીંગ ટેમ્પલ .

આ ખાસ ઐતિહાસિક મંદિરને જોવા માટે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. વિશ્વભરના પર્યટકોનું અહીંયા આવવું આ મંદિરને જોવા માટે.આ લાકડીઓના સહારે ઊભા મંદિર છે. મંદિરની ઉપર જે શીલા છે તેનો એક ટુકડો એવી રીતે બહારની બાજુ છે કે બહારની જોતાં એવી રીતે લાગે કે, હમણાં મંદિર પર પડશે. હવામાં લટકતા આ મંદીરમાં એક ભવ્ય મંદિર સાથે ચાલીસ મોટા ખંડો છે મંદીરમાં અંદર ચાલવાથી લાકડાનો અવાજ આવે છે પણ આજ સુધીમાં કોઈપણ પ્રકારની દુર્ધટના થઈ હોય એવી કોઈ જાણકારી છે નહી. આ મંદિર જમીનથી પચાસ મીટર ઉપર છે તેથી ચોમાસામાં આવતાં વરસાદી પુરથી પણ હંમેશા સહીસલામત રહે છે. તેમજ તેની આજુબાજુ પહાડી હોવાથી મંદિરમાં તડકો ક્યારેય આવતો નથી.

લાકડાનાં પગથિયાઓ દ્વારા મુસાફરી કરતી વખતે, પ્રવાસીઓને નીચે ન જોવામાં સૂચના આપવામાં આવે છે કારણ કે તમારી સહેજ બેદરકારી સીધી ખાડામાં પડી જવાનું જોખમ પણ રહેલું છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!