હવાઈ યાત્રા ના દરમિયાન આ 7 ચીજો લઇ જાવા પર છે પ્રતિબંધિત, હંમેશા યાદ રાખો….

0

તમારા માંથી ઘણા લોકોએ હવાઈ સફર કરી હશે અને ઘણા લોકો કરવા પણ માગતા હશે. હવાઈ યાત્રા કરવાની પોતાની એક અલગ જ મજા છે અને કોણ એવા વ્યક્તિ હશે જેઓ હવામાં ઉડવા માગતા નહીં હોય. બસ અને ત્રણ યાત્રા તો અત્યારે સામાન્ય વાત બની ગઈ છે. પણ હવાઈ યાત્રા ના દરમિયાન ઘણા નિયમ છે જેનું પાલન કરવું અનિવાર્ય છે.

સુરક્ષા ને ધ્યાનમાં રાખતા હવે હવાઈ યાત્રા ના નિયમોના ઘણા કડક બદલાવ આવ્યા છે. એયરપોર્ટ પર ખાસ ચેકીંગ તો પહેલાથી જ કરવામાં આવતી હોય છે પણ હવે નાના નાના સામાનની પણ અલગ થી ચેકીંગ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે કે સામાન્ય એવી નાની પેન ની પણ અલગ થી ચેકીંગ થાશે.બોર્ડિંગ પાસ લીધા પછી જયારે યાત્રીઓ ચેકીંગ થી પસાર થાય છે ત્યારે તેઓની પાસે એકપણ સામાન હોવો ન જોઈએ અને દરેક સામાન ને ચેકીંગ ટ્રે માં રાખવી પડે છે. દરેક સામાન સ્ક્રીનિંગ પછી જ તમને આપવામાં આવશે। સાથે જ તમે પોતાની 7 જરૂરી ચીજો ફલાઇટ માં નહિ લઇ શકો. આવો તો જાણીએ કઈ કઈ 7 ચીજો છે જેને પોતાની હવાઈ યાત્રા ના દરમિયાન સાથે લઇ જાવાથી બચવું જોઈએ.આ ચીજો ને ફલાઇટ માં ક્યારેય પણ ન લઇ જાઓ.1. પર્સનલ આઇટમ્સ પર રોક:લાઇટર, મેટલ વાળી કાતર, હથિયાર જેવા રમકડાં હવે હવાઈ યાત્રા માં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.

2. ધારદાર ચીજો:બોક્સ કટર, આઈસ એક્સ, કોઈપણ પ્રકારના ચાકુ, રેઝર ટાઈપ બ્લેડ, તલવાર પહેલાથી જ ફલાઇટ માં લઇ જાવા પર બૈન છે.

3. રમત નો આ સામાન:બેઝબોલ બૈટ, તિર અને ધનુષ, ક્રિકેટ બૈટ, ગોલ્ફ ક્લબ્સ, હોકી સ્ટીક્સ, લૈક્રોસ સ્ટીક્સ, સ્પિયર ગન્સ વગેરે પણ હવાઈ યાત્રા માં સાથે લઇ જાવું બૈન થઇ ગયું છે.

4. આ હથિયાર પણ બૈન:ગોલા-બારૂદ, પિસ્તોલ, ગન લાઈટ, ગન પાઉડર, પેલેટ ગન, કોઈપણ પ્રકારના હથિયાર, સ્ટાર્ટર પિસ્ટલ લઇ જવું હવાઈ યાત્રા માં પ્રતિબંધિત છે તો તે ભૂલથી પણ ના કરો નહિતર જેલ થઇ શકે છે.

5. આ ઇજાર લઈ જાવા બૈન:કુહાડી, સબ્બલ, ડ્રિલ, હથોડી વગેરે જેવા ઓજારો હવાઈ યાત્રા માં સાથે ના રાખો કેમ કે તેને ચેકીંગ ના દરમિયાન જ જબ્ત કરી લેવામાં આવશે।

6. જ્વલનશીલ પદાર્થ:એરોસોલ, ફ્યુલ, ગેસોલીન, ગેસ ટોર્ચ, લાઇટર ફ્લૂડ, માચીસ, પેન્ટ થીનર વગેરે લઇ જાવું હવાઈ યાત્રા પર પ્રતિબંધિત છે.

7. આ કેમિકલ્સ પર પણ રોક:

ક્લોરીન, કમ્પ્રેસ્ડ ગેસ સિલિન્ડર, લીકવીડ બ્લીચ, સ્પ્રે પેન્ટ, ટીયર ગેસ વગેરે પણ હવે હવાઈ યાત્રા ના સમયે સાથે નથી લઇ શકાતું તો કોશિશ ના કરો નહીંતર સમસ્યા આવી થઇ શકે છે.

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here