હવામાં લટકવાથી લઈને પાણીની અંદર લગ્ન, આ છે દુનિયાના 10 અજીબ લગ્ન….જુવો ફોટોસ

લગ્ન હર જીવનનો એક ખાસ પલ હોય છે, ત્યારે જ તો લોકો કપડા, ઘરેણા થી લઈને સજાવટ સુધી લખો રૂપિયા ખર્ચ કરીને પોતના લગ્નને યાદગાર બનાવા માગતા હોય છે. અમુક લોકો એવા પણ હોય છે જેઓ પોતાના લગ્નને યાદગાર બનાવા માટે અજીબ તરિકાઓ અપનાવતા હોય છે. તેઓની આ તરકીબ તેઓને ખુબ જ અનોખી લાગતી હશે, પણ બાકીના લોકો આવા લગ્નને જોઈને જાણે કે દંગ જ રહી ગયા.

ચાલો તો આજે અમે તમને બતાવીયે દુનિયાના અજીબ લગ્ન..

1. 99,999 ગુલાબથી આપી સરપ્રાઈઝ:

ચીનના જીયાઓ વાંગે પુરા વર્ષની સેલેરી 99,999 ગુલાબને આપીને ખર્ચ કરી નાખી અને લગ્નના મૌકા પર પોતાની પત્નીને સપ્રાઇઝ આપવા માટે વેડિંગ કાર્સને 99,999 ગુલાબો થી સજાવી નાખી.2. કપલે હવામાં લટકીને કર્યા લગ્ન:

મહારાષ્ટ્રના કોલ્હાપુર માં એક કપલે 600 ફૂટથી વધુ ઊંડી ઘાટીની ઉપર હવામાં લટકીને લગ્ન કર્યા હતા. આ અનોખા લગ્નમાં ન તો મંડપ હતો કે ન તો અગ્નિકુંડ.3. 400  ફૂટની ઊંચાઈ પર પહેરાવી વીંટી:

અમેરિકાના કેલિફોર્નિયાના રહેનારા રાયાન જેનક્સ અને કિમ્બર્લે વેગલીને યુટા કૈનોનના પહાડોની વચ્ચે 400 ફૂટ  ઊંચાઈ પર જાળી બંધાવી અને તે નેટની ઉપર ઉભા રહીને એક-બીજાને વીંટી પહેરાવી.4. કપડા પહેર્યા વગર લગ્ન:
મોટાભાગે કપડાની બાબતમાં ઘણા પૈસા ખર્ચ કરવામાં આવતા હોય છે, પણ દરેક જગ્યાએ આવું નથી હોતું. ઓસ્ટ્રેલિયા ના એલી બાર્ટન અને ફીલ હેનીડિકોટે 250 મહેમાનોની સામે પુરા કપડાં ઉતારીને ડાન્સ કર્યો હતો. સવારના સમયે તેના આ લગ્નને FM ચેનલ પર લાઈવ પણ કરવામાં આવ્યું હતું.5. પાણીની અંદર લગ્ન:
મહારાષ્ટ્રના નિખિલ પવારે ગ્રોવ બીચ પર સ્લોવાકિયાની યુનિક પોગરાન સાથે અંડર વોટર લગ્ન કર્યા હતા. આ દેશના પહેલા અંડર વોટર લગ્ન માનવામાં આવે છે.6. 200 મીટર લાંબી ડ્રેસ:

ચીનની એક દુલહને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાની જગ્યા બનાવા માટે લગ્નના મૌકા પર 200 મીટર લાંબી ડ્રેસ પહેરીને લગ્ન કર્યા હતા.આ અનોખા પોશાક સાથે જોડાયેલી જાલર ખોલવા માટે 200 અતિથિઓને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.7. શાર્ક ટેન્કની અંદર લગ્ન:

ન્યુયોર્કમાં રહેનારા બે કપલે વર્ષ 2010 માં બાર હજાર ગેલન શાર્ક ટેન્કની અંદર લગ્ન કરીને દરેકને હેરાન કરી નાખ્યા હતા.8. મોલમાં કર્યા લગ્ન:
એક કપલે પોતાના લગ્નને ખાસ બનાવા માટે ટી. જે મૈક્સ મોલને પસંદ કર્યો હતો, અને ત્યાં જ લગ્ન કર્યા હતા.9. સાઇલકમાં ફરીને લગ્ન:
રશિયાના આ કપલે સાઇકલ ખુબ જ પસંદ છે. માટે તેઓએ પુરા શહેરમાં સાઇકલમાં ફરીને પોતાના લગ્નને એક ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યા હતા.10. તાર પર લટિકિને લગ્ન:
જર્મનના આ કપલે એડવેન્ચરના મામલામાં દરેકને પાછળ છોડતા, જમીનથી ઉપર હવામાં 14 મીટરની ઊંચાઈ પર બાઈક સાથે લટકીને એકબીજાને રિંગ પહેરાવી હતી.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!