‘હવા હવાઈ’ એક્ટ્રેસ મીસીસ ‘શ્રી દેવી’ નાં જીવન વિશેની આ 7 ખાસ અજાણી હકીકતો… વાંચો રોચક કિસ્સાઓ

0

બોલીવુડમાં આજ સુધી પોતાની ફિલ્મોમાં ધૂમ મચાવનારી ‘હવા હવાઈ’ તરીકે ઓળખાતી એક્ટ્રેસ ‘શ્રી દેવી’ નું ગત રાતે નિધન થઇ ચુક્યું છે. 13 ઓગસ્ટ 1963 માં જન્મેલી શ્રી દેવી ને ફિલ્મોની ‘લેડી સુપરસ્ટાર’ પણ કહેવામાં આવે છે. આજે આ અવસર પર અમે તમને શ્રી દેવી નાં જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો શેઈર કરવા જઈ રહ્યા છીએ.

1. તામીલનાડુ માં જન્મેલી:

શ્રી દેવી નું અસલી નામ ‘શ્રી અમ્મા યંગર અય્યપ્પન’ છે અને તેમનો જનમ શિવકાશી તમિલનાડુ માં થયો હતો.

2. 4 વર્ષની ઉંમરમાં શરુ કર્યું ફિલ્મોમાં કામ:

શ્રી દેવી એ ચાઈલ્ડ આર્ટીસ્ટનાં રૂપમાં 4 સાલની ઉમર માં જ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું.

3. પહેલી ફિલ્મમાં લીડ એક્ટ્રેસ:

એક્ટ્રેસ શ્રી દેવી ની પહેલી ફિલ્મ 1976 માં તમિલ ફિલ્મ ‘मून्द्रू मुदिचु’ હતી.

4. મુંબઈ માં રેખા એ કરી હતી મદદ:

શ્રી દેવી એ જ્યારે બોલીવુડમાં કદમ રાખ્યો ત્યારે તેને હિન્દી આવડતું ન હતું. રેખાએ તેને મુંબઈ માં સંભાળી અને હિન્દી બોલતા શીખવ્યું હતું. રેખાએ શ્રી દેવી ની ફિલ્મ ‘આખિરી રાસ્તા’ માં તેના માટે ડબિંગ પણ કરી હતી.

5. ‘મિથુન દા’ સાથે અફેઈરની ચર્ચા:

એક સમયમાં એવું પણ કહેવામાં આવતું હતું કે શ્રી દેવી મિથુન સાથે રીલેશન માં છે, અને આ કારણે મિથુનની મેરીડ લાઈફમાં પણ ઉતાર-ચઢાવ આવ્યો હતો. કહેવામાં આવે છે કે મિથુન સાથેનો પોતાનો પ્રેમ સાબિત કરવા માટે તેણે એકવાર બોની કપૂરને રાખળી પણ બાંધી દીધી હતી.

6. બોની કપૂર સાથે લગ્ન:

જો કે બાદમાં મિથુન સાથેનું રીલેશન ગલત સાબીત થયું. તેણે પ્રેસ કોન્ફરેન્સમા જણાવ્યું કે મિથુન અને પોતાની વચ્ચે કોઈ જ અફેઈર નથી. બાદમાં શ્રી દેવીએ ‘બોની કપૂર’ સાથે લગ્ન રચ્યા હતા.

7. કાર્ડીએક અરેસ્ટ થી થયું નિધન:

શ્રી દેવી પોતાના ભત્રીજા ‘મોહિત મારવાહ’ નાં લગ્ન એટેન્ડ કરવા માટે દુબઈ ગઈ હતી, જ્યાં હાર્ટ એટેક ને લીધે તેની મૌત થઇ હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!