હાથમાં ફેશન માટે તો ઠીક, કડુ પહેરવાના ચમત્કારિક ફાયદાઓ જાણો…

0

તમે ઘણા એવા પુરુષો ના હાથમાં કડુ પહેરેલું જોયું હાશે, તેમાંના અમુક ફેશન માટે પહેરે છે તો અમુક લોકો ધાર્મિક કાર્ણપણે લીધે પણ હાથમાં કડુ ધારણ કરતા હોય છે. જેમ કે શીખ ધર્મમાં કડુ પહેરવું ખુબ જ મોટું ધાર્મિક મહત્વ હોય છે. પણ આજે અમે તમને કહેવાના છીએ કડુ પહેરવાનું વૈજ્ઞાનિક કારણ જેને જાણીને તમે હૈરાન રહી જાશો.તમને બજારમાં ઘણા પ્રકારની ધાતુઓ ના કડા મળી જાશે જેવી કે સ્ટીલ, પીતળ, તાંબા, ચાંદી અને અમુક લોકો સોના ના કડા પહેરવાના શોખ રાખતા હોય છે. આજે અમે તમને એ પણ કહી દઈએ કે કઈ ધાતુના કડા પહેરવા જોઈએ અને તેનાથી શું લાભ થઇ શકે છે.હિન્દૂ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર માં ચન્દ્રમાં ને મનનું કારક માનવામાં આવે છે, તે મનને ચંચલ રાખે છે અને ચાંદી ની ચન્દ્રમાં ની ધાતુ માનવામાં આવે છે.
માટે જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર ચાંદી નું કડુ હાથમાં પહેરવાથી તે ઘણી બીમારીઓ ને દૂર કરી દે છે તેની સાથે જ ચન્દ્ર ગ્રહ સાથે જોડાયેલા જેટલા પણ દોષ છે તેને સમાપ્ત કરે છે અને મનમાં એકાગ્રતા લાવીને મનને ચંચલ હોવાથી બચાવે છે.સાથે જ ચાંદી નું કડુ કોઈપણ રાશિ ને હાનિ નથી પહોંચાડતા કેમ કે ચાંદી હંમેશા ઠંડક જ પ્રદાન કરે છે, જે વ્યક્તિ વારંવાર બીમાર થઇ જાય છે તેઓએ હાથમાં અષ્ટધાતુ નું કડુ પહેરવું જોઈએ.
પણ હંમેશા ધ્યાન રાખો કે બીમાર વ્યક્તિ ને અષ્ટધાતુ નું કડુ પહેરવાથી પહેલા અમુક નિયમ ના પાલન કરવા પડતા હોય છે, તેના માટે અષ્ટધાતુ નું કડુ મંગળવાર ના દિવસે બનાવડાવો.
શનિવારે કડા ને લઈને કોઈ હનુમાન મંદિર માં જાઓ અને કડા ને હનુમાન જી ની મૂર્તિ ના ચરણો માં રાખી દો. તેના પર સિંદૂર લગાવી દો. તેના પછી હનુમાન ચાલીસા ના પાઠ કરીને તે કડા ને બીમાર વ્યક્તિ ના ડાબા હાથ પર પહેરાવી દો. ક્યારેય પણ લોખંડ નું કડુ ન પહેરો જો તમારી કુંડળી માં શનિ દોષ હોય.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here