હાથ, પગ અને ગરદન પરની કાળાશ દુર કરો નમક અને દુધની મદદથી, 15 મીનીટમાં રીઝલ્ટ તમારી આંખો સામે

0

જેટલું ધ્યાન આપણે આપણા ચહેરાનું રાખીએ છીએ કાશ એટલું ધ્યાન આપણે આપણા હાથ અને પગનું રાખતા હોય. આજકાલ વાતાવરણમાં કેટલું પ્રદુષણ, ધૂળ, માટી ભળેલું હોય છે અને સાથે હોય છે સૂર્યના તેજ કિરણો જેની સૌથી વધુ અસર આપણા હાથ અને પગની મૃત કોશિકાઓ પર થાય છે. તેની પર અનેક પડ જામી જાય છે અને તમારા ચહેરા અને હાથનો રંગ અલગ દેખાઈ આવે છે. આજે અમે તમને કાળા પડી ગયેલા હાથ અને પગને કેવીરીતે ફરીથી ગોરા અને સફેદ કરવા તેની કેટલીક ઘરગથ્થુ ટીપ્સ આપીશું.
હાથ અને પગની કાળાશને દુર કરવા માટે દૂધ અને સિંધવ મીઠા સાથે કરો આ ઉપાય. આના માટે તમારે બે ચમચી સિંધવ મીઠામાં બે ચમચી કાચું દૂધ મીક્સ કરવાનું રહેશે. તમે ઈચ્છો તો આ પેસ્ટમાં એક ચમચી મધ પણ ઉમેરી શકો છો. હવે જે પેસ્ટ તૈયાર થઇ તેને તમારા હાથ પગ અને ગરદન (ડોક) પર સ્ક્રબની જેમ હળવા હાથે ઘસો. આ પેસ્ટ જોત જોતામાં તમારા હાથ પગ અને ગરદનની કાળાશ ફટાફટ દુર કરી દેશે. સાથે સાથે આ પેસ્ટ તમારી સ્કીનને મુલાયમ અને ચમકદાર બનાવશે.

તમારા હાથ પગ અને ગરદનની કાળાશ દુર કરવા માટે બે ચમચી ચંદન પાઉડરમાં ટમેટું, કાકડી અને લીંબુના રસને સારી રીતે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા હાથ પગ અને ગરદન જ્યાં પણ વધારે પડતી કાળાશ હોય તેવી જગ્યાએ લગાવો અને ૧૫ મિનીટ માટે એમ જ રહેવા દેવું ત્યારબાદ તેને સાફ પાણીથી ધોઈ લેવું, અઠવાડિયામાં આ ઉપાય બે વાર કરવો. ફરક તમે જાતે જ જોઈ શકશો.

મોસંબીની અથવા નારંગીની છાલને સારી રીતે સુકવી દેવી હવે તે સુકાઈ ગયેલ છાલનો પાઉડર બનાવી લો. પાઉડરમાં થોડું દૂધ ઉમેરીને થોડી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને તમારા હાથ પગ અને ગરદન પર લગાવો. જ્યાં સુધી આ પેસ્ટ સુકાઈ જાય નહિ ત્યાં સુધી રાહ જુઓ પછી પાણીથી ધોઈને સાફ કરી લો. આ ઉપાય એ એક અસરકારક અને સરળ ઉપાય છે જેનાથી તમારા હાથ પગ અને ગરદનની કાળાશ દુર થશે.

તમારી દરેક મિત્રો સાથે આ માહિતી શેર જરૂર કરજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here