હેટ સ્ટોરી-4 નાં આ આશિક બનાયા ગીતના શુટિંગ દરમિયાન થયું કઈક એવું કે, નીકળી ગયા ઉર્વશીના આંસુ…અહેવાલ વાંચો

0

બોલીવુડમાં પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક માટે જાણવામાં આવતી એક્ટ્રેસ ઉર્વશી રૌંતેલા એક વાર ફરી ચર્ચાનો વિષય બની છે. જલ્દી જ તેની નવી ફિલ્મ હેટ સ્ટોરી-4 બોક્સ ઓફીસ પર રીલીઝ થવાની છે. હાલ તેના ફિલ્મનું સોંગ આશિક બનાયા રીલીઝ કરવામાં આવ્યું છે જે આ સમયે સોશિયલ મીડિયા થી લઈને ચાર્ટ્સ સુધી હીટ થઇ રહ્યું છે.

આ સોંગમાં ઉર્વશી રૌંતેલાનાં જેટલા વખાણ થઇ રહ્યા છે તેટલીજ સમસ્યાઓ ઉર્વશીને આ સોંગ શૂટ કરવાનાં સમયે થઇ હતી. આજે અમે તમને જણાવીશું કે આ સોંગને શૂટ કરવાના સમયે થયેલી એક ઘટના વિશે. જેમાં ઉર્વશી રૌંતેલા નાં આંસુ પણ નીકળી ગયા હતા.

ઉર્વશીને આ સોંગ માટે ખુબ મહેનત કરવી પડી હતી. આ સોન્ગમાં તેમણે હાઈ હિલ્સ પહેરીને ડાંસ કર્યો છે. જેમાં તેના સ્ટેપ્સ પરફેક્ટ આવવા જરૂરી હતા. ઉર્વશી પોતાના કામને લઈને ખુબ જ સીરીયસ રહે છે અને તે ઈચ્છે પણ છે કે દરેક વસ્તુ પરફેક્ટ થાય.

તેની સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ, મ્યુઝીકની સાથે પણ બેલેન્સ બનાવાનું હતું. તેમાં ખુબ સમય લાગી રહ્યો હતો પણ ઉર્વશીએ દરેક વસ્તુ પરફેક્ટ કર્યા બાદ જ શુટિંગ બંધ કરી હતી. તેમાં લગભગ દોઢ કલાક લાગી હતી.

તેમાં ખાસ વાત એ પણ છે કે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ વિદેશી હતા અને તેઓને હિન્દી લીરીક્સ સમજીને ડાંસની સાથે તાલમેલ બેસાળવામાં ખુબ સમસ્યાઓ આવી રહી હતી. સૂત્રએ જણાવ્યું કે તેને પૂરું કરવા માટે ઉર્વશીને 48 વાર ટેક કરવા પડ્યા અને આખરેમાં તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.

પણ જ્યારે આ સોંગ જોશો તો તમે સમજી જાશો કે ઉર્વશીની કડી મહેનત રંગ લાવેલી છે અને તેનું પરફોર્મન્સ આ સોન્ગમાં ખુબ ધૂમ મચાવી રહ્યું છે. ‘હેટ સ્ટોરી-4’ માં ઉર્વશી રૌંતેલા ની સાથે સાથે કરણ વાહી, વિવાન ભાટેના, ઇહાના ઢીલ્લો અને ગુલશન ગ્રોવર પણ છે. ટી-સીરીજ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ 9 માર્ચ 2018 નાં રોજ રીલીઝ થવાની છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!