હાર્દિક પંડયાનું બોલિવૂડની આ 6 હસીનાઓ સાથે હતું અફેર, ચોંકી જશો લિસ્ટ જાણીને!

0

ક્રિકેટ અને બોલિવૂડનો ખૂબ જ જૂનો સંબંધ છે, ક્રિકેટર્સ અને અભિનેત્રીઓ વચ્ચેના લવ અફેર તો ખૂબ જ સામાન્ય વાત થઇ ગઈ છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા ઓલ-રાઉન્ડ ટેલેન્ટ છે. એ ક્રિકેટના ગ્રાઉન્ડ પર અલગ વ્યક્તિ અને ગાઉન્ડની બહાર એક અલગ જ વ્યક્તિ હોય છે. તે ખૂબ જ સ્ટાઇલિસ્ટ છે, તેની હેર સ્ટાઇલ, હેર કલર, અને તેના લવ લિંક અપ્સ કારણે તે હંમેશા ચર્ચાઓમાં જ રહે છે.

તેનું મુખ્ય કારણ એ પણ છે કે આ ભારતીય ક્રિકેટર બોલિવૂડ જગતની સ્ત્રીઓ સાથે અવારનવાર જોવા મળે છે. તેના ઘણા બધા લિંક અપની અફવાઓ પણ ઉડે છે. અત્યાર સુધીમાં તેના ઘણી બોલિવૂડની મહિલા હસ્તીઓ સાથે નામ જોડાયા છે. હાલ કોફી વિથ કરણના એક એપિસોડમાં આવ્યા પછી એ ફરીથી ચર્ચાઓમાં છે. ત્યારે જાણીયે કે અત્યાર સુધીમાં કોની-કોની સાથે હાર્દિક પંડ્યાનું નામ જોડાયું છે.

1.લિશા શર્મા

થોડા સમય માટે જ, હાર્દિક પંડયાએ કલકતાની એક મોડલને ડેટ કરી હતી અને તેના આ સંબંધને જાહેર પણ કર્યો હતો. તેઓ બંને જાહેરમાં સાથે જોવા મળતા અને લિશા હાર્દિકને તેનો boo પણ કહેતી હતી. પછીથી, હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, “Just wanted to clear Once for all, I have been single and focusing on my game for a long time! Again and again, this rumor or the picture comes out! It doesn’t justify the hard work we do! I would really appreciate ending this rumor! And let’s end it for all. Thank you, Love all, Hardik”

2. પરિણીતી ચોપરા

હાર્દિકનું નામ બૉલીવુડની સેલિબ્રિટી પરિણીતી ચોપરા સાથે પણ જોડાયું હતું. આ ચર્ચાઓ ત્યારે ઉઠી હતી જયારે પરિણીતીએ સાયકલની સારી તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “The perfect trip with the most amazing partner? Love is in the air”. જેના પર હાર્દિકે રીપ્લાય કર્યો કે, “Can I guess? I think this is a second Bollywood & Cricket link. :p Great click by the way.” જોકે પછીથી બંને એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ડેટિંગ કરી રહ્યાં નથી.

3. શિબાની દાંડેકર

શિબાનીએ હાર્દિકને અભિનંદન કરતો મેસેજ કર્યો હતો ત્યારે બંને વચ્ચે કઈંક રંધાઈ રહ્યું હોય એવિઓ અફવાઓ ઉઠી હતી. હાર્દિકે જવાબ આપ્યો અને કહ્યું, આભાર, જેના પર શિબાનીએ જવાબ આપ્યો, “Muahh, beast mode”. આ અફવાઓ ટૂંક સમયમાં જ બંધ થઇ ગઈ હતી કારણકે તેમની વચ્ચે કશું જ જોવા ન મળ્યું.

4. એલી અવરામ

હાર્દિકના એલી સાથેના સંબંધોની ચર્ચાઓ સૌથી વધુ થઇ હતી. એવી અફવાઓ હતી કે બંનેએ ડેટિંગ શરુ કર્યું છે અને તેઓ બંને એડ શૂટ દરમ્યાન સાથે જોવા મળ્યા હતા.

5. ઉર્વશી રાઉતેલા

હાર્દિકનું એ પછીનું લિંક અપ હેટ સ્ટોરી 4ની અભિનેત્રી સાથે થયું હતું. એવી જાણવા મળ્યું હતું કે ઉર્વશી બંને પંડયા ભાઈઓ સાથે વાત કરે છે પરંતુ જલ્દી જ ઉર્વશી ફક્ત હાર્દિક પંડયા સાથે જ જોવા મળતી હતી.

6. એશા ગુપ્તા
હાર્દિકના એલી સાથેના બ્રેકઅપ પછી તરત જ અફવાઓ ઉડી હતી કે હાર્દિક અને એશા બંને પ્રેમમાં છે. તેઓ બંને એક પાર્ટીમાં મળ્યા હતા અને આ વાતને તેઓએ ગુપ્ત જ રાખી હતી.

હાલમાં જ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓ પર કરેલી કૉમેન્ટને કારણે હાર્દિક મુશ્કેલીઓમાં છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here