સ્ત્રીઓ વિશે ની ગંદી અભદ્ર ટિપ્પણીઓ બાદ હાર્દિક પંડયા ની EX ગર્લફ્રેન્ડ એ મૌન તોડ્યું અને કહ્યું કે…

0

કરન જોહર ના ચૈટ શો ‘કોફી વિથ કરન’ મોટાભાગે ચર્ચામાં રહે છે. ઘણીવાર શો ની વિવાદાસ્પદ વાતો પણ ચર્ચા માં રહે છે. હાલ માં જ શો માં આવેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના આપત્તીજનક વાતોને લીધે વિવાદોમાં ફસાઈ ગયા છે અને તેના પર બીસીસીઆઈ એ પગલાં પણ લીધા છે. ફેન્સ પણ તેની લગાતાર આલોચના કરી રહ્યા છે અને હવે તેની કથિત એક્સ પ્રેમિકા ઈશા ગુપ્તા એ પણ આ બાબત વિશે પોતાનું મંતવ્ય આપ્યું છે.જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને ઈશા ગુપ્તાનું રિલેશનની એક સમયે ચર્ચા રહી હતી. હવે મુંબઈ માં એક ઇવેન્ટ માં જયારે ઈશા સાથે હાર્દિક પંડ્યા ના વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હાર્દિક ની સાથે પોતાની દોસ્તી ને પણ નકારી દીધી હતી. ચૈટ શો માં હાર્દિક દ્વારા કહેવામાં આવેલી વાતોને જયારે ઈશા ને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે,’તમને કોણે કહ્યું કે તે મારો મિત્ર છે?’

ઈશા એ કહ્યું કે કોઈ પણ મહિલાઓના વિશે આવી વાતો કરવી ન જોઈએ. ઈશા એ કહ્યું,”પહેલી વાત તો એ કે પુરુષો એ પોતાની તુલના મહિલાઓ સાથે કરવી ન જોઈએ. અમે દરેક બાબતોમાં તેના કરતા આગળ અને બેસ્ટ છીએ. હું નથી ઇચ્છતી કે કોઈને પણ ખરાબ લાગે, પણ તમે બાળકોને જન્મ શા માટે નથી આપતા? અમે 5 દિવસ માસિક ધર્મ ના દર્દ ને પણ સહન કરીયે છીએ. તેના છતાં પણ અમારે ડાન્સ કરવાનો હોય છે, ઓફિસ જાવું પડે છે અને બાળકો ની પણ દેખભાળ કરવાની હોય છે. જયારે તમે આ બધું કરી શકો છો ત્યારે તમે શ્રેષ્ઠ છો”.

જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ના સિવાય, એલી અવરામ અને ઉર્વશી રૌતેલા ની સાથે પણ હાર્દિક પંડયા ના રિલેશન ની ચર્ચા રહી ચુકી છે. જો કે, એલી અને ઉર્વશી એ હજી સુધી આ વિવાદો પર પોતાનું કોઈ જ મંતવ્ય આપ્યું નથી.વિવાદ ના વધવા પર હાર્દિક પંડ્યા એ પોતાની વાત પર ટ્વીટર પર માફી પણ માંગી હતી.

Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here