હાર્દિક ની શર્મનાક ટિપ્પણી પર EX ગર્લફ્રેન્ડ એલી અવરામ એ તોડી પોતાની ચુપ્પી, કહ્યું-‘ખુબ જ સારું થયું’ અને …

0

ફિલ્મમેકર કરન જૌહર ના ફેમસ ટીવી ટૉક શો ‘કોફી વિથ કરન’ માં પહોંચેલા ભારતીય ક્રિકેટ ટિમ ના બે ખિલાડીઓ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ને મહિલાઓ પ્રતિ અભદ્ર મંતવ્ય આપવા ખુબ જ ભારે પડ્યા છે. એવામાં હાર્દિક માટે કરન ની કોફી પીવી ખુબ જ વધારે મોંઘી પડી હતી. અભિનેત્રી ઈશા ગુપ્તા પછી હવે તેની એક્સ ગર્લફ્રેન્ડ અને બૉલીવુડ અભિનેત્રી એલી અવરામ એ તેના મંતવ્ય ની આલોચના કરી છે. એલી ને જયારે 25 મી એસઓએલ લૉયન ગોલ્ડ એવોર્ડ 2019 માં હાર્દિક ને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે,”હું હાલમાં જ ભારત પછી આવી છું અને આવા સવાલો મને ત્યાં પણ પત્રકારોએ પૂછયા હતા અને તેઓના મેસેજ પણ મારી પાસે આવ્યા હતા, પણ તે દરમિયાન મને આ બાબત વિશે ની કઈ જ ખબર ન હતી. એવામાં અમુક દિવસો પહેલા જ મેં આ વિવાદિત અને મહિલાઓ વિશે અભદ્ર બાબતો નો વિડીયો જોયો”.
એલી એ કહ્યું-”હાર્દિક નું આવી રીતે મહિલાઓ પર ટીકા કરવી ખુબ જ નિરાશાજનક છે,મને થોડો ધક્કો લાગ્યો કેમ કે હું હાર્દિક ને વ્યક્તિગત સ્વરૂપે ઓળખતી હતી, પણ આવી રીતે હાર્દિક પોતે જ આલોચના ના શિકાર થઇ ગયો તે ખુબ જ સારું થયું”.
તેની પહેલા પણ હાર્દિક પંડ્યા ના મિત્ર અને ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા એ તેની ખુબ આલોચના કરી હતી. ઈશા તો હાર્દિક નું નામ સાંભળતા જ ભડકી ઉઠી હતી.ઈશા ને હાર્દિક ના શર્મનાક મંતવ્યો અને તેની આલબૉમ ગેટ ડર્ટી પર સવાલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન ઈશા પત્રકારો પર પણ ભડકતી નજરમાં આવી હતી. તેમણે કહ્યું હતું કે,”તમને કોણે કીધું કે હાર્દિક મારો મિત્ર છે, કેમ કે જે પણ તમને મને હાર્દિક ની મિત્ર ગણી રહ્યા છે તેની પાસે જઈને જ સવાલ પૂછો”. ઈશા એ હાર્દિક ની મહિલાઓ પ્રતિ વિચાર પર જવાબ આપતા કહ્યું કે,” મહિલાઓ પ્રત્યે આવી માનસિકતા અને વિચારો રાખવા યોગ્ય નથી”.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here