આ જબરદસ્ત સ્ટેટ્સ વાંચીને ગુજરાતી તરીકે તમારી છાતી ફૂલી જશે! ખમીરવંતા ગુજરાતની વાત જરૂર વાંચજો

0

ભલે હોય મેલો પહેરવેશ અમારો પણ મન માનસરોવરના હંસ જેવા પવિત્ર છે એ અમે ગુજરાતી!

જેના દિલ પ્રેમ કરતા વધુ તો અસ્મિતા માટે ધડકે છે એ અમે ગુજરાતી!

અમે જ એ ગુજરાતી છે જેણે મધદરીયેથી બાવડાના બળે અગાધ જળ તરી જનાર રામસિંહ માલમને જન્મ આપ્યો છે!

હાં,અમે જ એ ગુજ્જુ છીએ જેની શાળાઓમાં આજે પણ બાળકો ટીચરને ‘મેડમ’ નહીં,’બહેન’ કહીને બોલાવે છે…!

અંગ્રેજોએ નાખ્યો હતો અમારા ભેરુને અંધારીયા આફ્રિકાના વગડામાં અને પછી અમે જ એ ગોરાઓને ઉખાડી ફેંકેલા બબ્બે દેશમાંથી સામટા…!

અંદાજ લગાવવો મુશ્કેલ છે અમારા કુમળા ચહેરા પાછળના અગાધ મનોબળનો.કેમ કે,સલ્તનતને ફેંકી દેનાર ગાંધી પણ બોખું સ્માઇલ જ કરી લેતા હતાં…!

જાડેજાની વિંઝાતી બેટમાંથી લઇને યુસુફના ઉડતા છગ્ગામાં પણ તમે ગુજરાતનો રંગ ભાળી શકશો!

ડણક દેતાં ડાલામથ્થાના આ ધરતી પર છે મોલ ઘણા,
એ માત્ર ગુજરાત છે બોસ!જ્યાં ગાજે છે જંગલ ગીર તણાં…!

ભારતની પહેલી પાર્લામેન્ટમાં ગુજરાતીઓ ભલે ઓછાં હોય,પણ એના ૬૦ સાંસદોને ભણાવનાર તો ગુજરાત જ છે!

અમે મજૂરી પણ કરીએ અને શેઠાઇ પણ.ફર્ક એટલો જ અમારો બધાની વચ્ચે કે અમે મજૂરીમાં મહેનત ને શેઠાઇમાં શાણપણનો ભરપૂર ઉપયોગ કરી જાણીએ છીએ.

વાતો તો ઘણી છે રણ અને સિંધુની વચ્ચે મહેકતી આ ભૂમિની.સમસ્યા એ જ છે કે,ગુજ્જુને સમજવા તમારી સમજ ટૂંકુ પડે છે,દોસ્ત!

ભલે ત્યારે__

અંતરની અમીરાત,સદાકાળ ગુજરાત !

લેખક: કૌશલ બારડ

તમને પણ ગર્વ થાય તો કોમેન્ટ માં “જય જય ગરવી ગુજરાત” જરૂર લખજો….

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here