આમલી ના ઝાડ ની નીચે વર્ષોથી બિરાજમાન છે ‘માં હનુમંતા’, કરે છે પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ….

0

માં હનુમંતા દેવીનું મંદિર મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત છે અને આ મંદિરમાં માં હનુમંતા દેવીના દરબારની ઉપર એક આમલીનું ઝાડ છે. કહેવામાં આવે છે કે આ ઝાડની નીચે જ માં ની મૂર્તિ પહેલાથી જ સ્થાપિત છે અને પછી માતાજીના માટે દરબાર બનાવામાં આવ્યું હતું. આ દરબાર આજ આમલી ના ઝાડની નીચે બનાવામાં આવ્યું હતું. આ મંદિર સાથે ઘણા લોકોની આસ્થા જોડાયેલી છે અને આ મંદિરમાં મધ્યપ્રદેશ રાજ્ય સહીત ઘણા અન્ય રાજ્યોથી લોકોમાં હનુમંતા દેવીના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરને બનાવવામાં અને માતાજી હનુમંતા દેવી સાથે એક કથા પણ જોડાયેલી છે.

શું છે આ કથા:
માં હનુમંતા દેવી સાથે જોડાયેલી આ કથાના આધારે મધ્ય પ્રદેશ ના ગઢાકોટા ના રાજા ભાનુપ્રતાપ માંતાજીના ખુબ મોટા ભક્ત હતા અને તેનું રાજ્ય પણ ખુબ જ મોટું હતું. પણ કોઈ કારણને લીધે તેને પોતાનું રાજ્ય છોડવું પડ્યું.પોતાના રાજ્યને છોડવાના સમયે તેણે માતાની મૂર્તિને બળદગાડામાં રાખી અને કોઈ અન્ય જગ્યા પર જાવા માટે નીકળ્યા. અમુક દૂર પહોંચતા જ બળદગાડું તૂટી ગયું જેને લીધે તે માતાની મૂર્તિ ને આગળ ન લઇ જઈ શક્યા.

રાજા અને રાજાના સાથીઓ ત્યાં જ સુઈ ગયા અને તેઓએ વિચાર્યુ કે માતાની મૂર્તિને કાલે લઈને જાશું. પણ આગળના દિવસે તેઓ જ્યારે ઉઠ્યા તો તેઓએ જોયું કે માતાની મૂર્તિ બળદગાડામાં ન હતી. આ બધા પછી મૂર્તિને શોધવા લાગ્યા. ત્યારે જ તેમાંથી કોઈ એક મૂર્તિને આમલી ના ઝાડની નીચે બિરાજમાન જોયા. જેના પછી તે મૂર્તિને ત્યાંથી હટાવવામાં ન આવી અને આજ જગ્યા પર માતાનું મંદિર બનેલું છે.રાજાના ઘમંડ ને કર્યું દૂર:
કહેવામાં આવે છે કે રાજા ભાનુપ્રતાપ પોતાની જીદ ને લીધે માતાની મૂર્તિ ને પોતાની સાથે લઇ જાવા માંગતા હતા અને તેની આ જ જીદ અને ઘમંડ ને ખતમ કરવા માટે માતાની મૂર્તિ પોતાની જાતે જ આ આમલી ના ઝાડ નીચે જઈને બિરાજમાન થઈ ગઈ અને લાખ કોશીશ કરવા છતાં પણ મૂર્તિને પોતાની સાથે લઇ ન જઈ શક્યા.આ બંદીર માં નથી બોલવામાં આવતો ‘ચાલો’ શબ્દ:
આ મંદિરમાં દર્શન માટે જાનારા લોકો ‘ચાલો’ શબ્દ નથી બોલતા અને ગાજરખેડા ક્ષેત્ર માં આવનારા કોઈપણ ગામમાં પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં નથી આવતો. આ ક્ષેત્રની અંદર ઘણા ગામ છે અને દરેક ગામ ક્યાંય જાવા માટે ચાલો શબ્દ ની જગ્યાએ તેના વૈકલ્પિક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.પંડિત સુધીર ચતુર્વેદી એ બનાવ્યું માતાનું મંદિર:
આ સમયે માતા હનુમંતા દેવી નું જે મંદિર છે તે મંદિર ને પંડિત સુધીર ચતુર્વેદી એ બનાવ્યું છે અને આ મંદિર માં માતાજીની મૂર્તિની સ્થાપના અક્ષય તૃતીયા પર કરવામાં આવી છે.આ મંદિરમાં બુધવારના રોજ ઘણા લોકો આવે છે અને માતાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પૂજાને કરવાથી ભક્તોને ઘણો લાભ મળે છે. તેના સિવાય સમય-સમય પર આ મંદિરમાં ઘણા પ્રકારના ધાર્મિક આયોજન પણ થાય છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here