હનુમાનજીનું નામ આવતા જ લગભગ દરેક ભક્તના મનમાં હનુમાનજી પ્રત્યે ભક્તિભાવ જાગી જ જાય છે. દરેક ભક્તના મનમાં એક અનોખી શક્તિનો અહેસાસ થતો હોય છે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી, એવી કહેવાય છે કે જે પણ ભક્ત તેમનું નામ પૂરી શ્રદ્ધાથી લે છે તેમની દરેક સમસ્યા તરત દુર થઇ જાય છે અને જીવનમાં અનેક નવા રસ્તા ખુલે છે. આ જ કારણ છે જેથી હનુમાનજીના ભક્તો તેમનામાં ઘણી શ્રદ્ધા ધરાવતા હોય છે. જો તમે પણ હનુમાનજીની સાચા મનથી આરાધના કરો છો તો આજે અમે તમને હનુમાનજીના અમુક એવા ચમત્કારિક મંદિર વિષે જણાવીશું જ્યાં હનુમાનજી એ પોતાના ભક્તોના મનની વાત જાણી લે છે. તેમના આ મંદિરથી ભક્ત ક્યારેય ખાલી હાથે પરત આવતા નથી. આ મંદિરના હનુમાનજી એ ભક્તોના બધા દુખ હરી લે છે અને વ્યક્તિ હસતા હસતા પોતાના ઘરે પરત ફરે છે.
મનોકામના પૂર્તિ હનુમાન, દરભંગા.
મહાબલી હનુમાનજીનું આ મંદિર બિહારના દરભંગા જીલ્લામાં આવેલ છે. આને મનોકામના મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે અહિયાં જે પણ માનતા માનવામાં આવે છે એ પૂરી જરૂર થાય છે. તેના કારણે જ આ મંદિરનું નામ મનોકામના પૂર્તિ મંદિર રાખવામાં આવ્યું છે. જો તમે અહિયાં તામારી મનોકામના પૂરી કરાવવા માંગો છો તો અહિયાંની એક રીત બહુ અલગ છે. અહિયાં પોતાની મનોકામના લખીને મંદિરની પરિક્રમા કરવાની હોય છે અને મનમાં પ્રાર્થના કરવાની હોય છે તમે અહિયાં જોશો તો મંદિરની દીવાલ પર અનેક લોકોએ પોતાની મનોકામના લખેલી હોય છે.
હનુમાનજીનું મંદિર, પ્રયાગ.
હનુમાનજીનું એક એવું મંદિર છે જ્યાં તેમની સુતેલ મુદ્રામાં મૂર્તિ છે. આ મંદિર પ્રયાગના સંગમઘાટ પર આવેલ છે. આખા ભારતમાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની મૂર્તિ સુતેલ મુદ્રામાં છે. જ્યાં આ મૂર્તિ સુતેલી છે ત્યાં એવી માન્યતા છે કે જે પણ ભક્ત હનુમાનજીને લાલ સિંદુરનો લેપ લગાવશે તેમની દરેક ઈચ્છા પૂર્ણ થશે. એક માન્યતા અનુસાર રાવણ સાથે યુદ્ધ કરીને હનુમાનજી થાકી ગયા હતા અને અહિયાં સુઈ ગયા હતા, સુતેલા હનુમાનજીને જોઇને માતા સીતાએ તેમને લાલ સિંદુરનો લેપ લગાવ્યો હતો, આ લેપ લગાવવાને કારણે હનુમાનજીમાં નવીન ઉર્જાનો સંચાર થયો હતો.
અખંડ જ્યોતિ બજરંગ બલી, ઉજ્જૈન.
હનુમાનજીના આ મંદિરના નામ પ્રમાણે જ મંદિર પ્રખ્યાત છે અહિયાં આ મંદિરમાં ક્યારેય જ્યોતિ બુઝાતી નથી. મહાકાલની નગરી ઉજ્જૈનમાં આ અખંડ જ્યોતિ હનુમાનજીનું મંદિર આવેલ છે. આ મંદિરે જે પણ ભક્ત પોતાની પ્રાર્થના લઈને આવે છે તે કદી ખાલી હાથે પરત નથી જતો. જો તમે પણ આ મંદિરમાં પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો તો બહુ સરળ રીત છે. તમારે લોટમાંથી દિવો બનાવવાનો છે અને એ દિવાને હનુમાનજી પાસે મૂકી દેવાનો છે. આ પ્રક્રિયા કરવાથી શનિની સાડા સાતીથી લઈને બીજી ઘણી સમસ્યાનું સમાધાન થઇ શકે છે.
પંચમુખી હનુમાન, કાનપુર.
પંચમુખી હનુમાન મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે અહિયાં હનુમાનજી અને લવ કુશ વચ્ચે યુદ્ધ થયું હતું. બજરંગબલી જાણી જાય છે કે આ બંને પ્રભુ રામના પુત્ર છે ત્યારે તેઓ જાણી જોઇને યુદ્ધ હારી જાય છે, પછી હનુમાનજીને બંધનમાં જોઇને માતા સીતા તેમને છોડાવવા માટે લાડુનો પ્રસાદ ધરાવે છે, બસ ત્યારથી જ આ મંદિરમાં હનુમાનજીને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે લાડુ ધરાવવાથી ભક્તની દરેક મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
