હનુમાનજીને મળ્યું હતું હજારો વર્ષો સુધી અમર થવાનું વરદાન, વાંચો એની પાછળની લાગણીસભર કથાવાર્તા

0

ધર્મની રક્ષા કરવા માટે ભગવાન શિવે અનેક રૂપ ધારણ કરેલા આપણે જાણીએ જ છીએ. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામની મદદ કરવા અને દુષ્ટ પાપી લોકોનો સર્વનાશ કરવા માટે ભગવાન શિવજીએ હનુમાનજીના અવતારમાં જન્મ લીધો હતો. હનુમાનજી એ મહાદેવજીનો સૌથી શ્રેષ્ટ અવતાર માનવામાં આવે છે.

રામાયણ હોય કે મહાભારત બંનેમાં ઘણીબધી જગ્યાએ હનુમાનજીના અવતારની વાતો કરવામાં આવી છે. રામાયણ તો હનુમાનજી વગર અધુરી જ કહેવાશે પણ મહાભારતમાં અર્જુનના રથથી લઈને ભીમની પરીક્ષા સુધી આપણને ઘણી વાર હનુમાનજીના દર્શન જોવા મળે છે.

હવે સવાલ એ થાય છે કે જયારે રામાયણના દરેક પાત્ર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરીને ચાલ્યા જાય છે તો પછી હનુમાનજીને જ કેમ હજારો અને લાખો વર્ષો સુધી જીવીત માનવામાં આવ્યા છે. શું છે હનુમાનજીના જીવીત હોવા પાછળનું રહસ્ય.

તો આવો પહેલા તમને જણાવી દઈએ હનુમાનજીના જીવિત રહેવાનું રહસ્ય, સાથે સાથે જાણો કેવીરીતે હનુમાનજી માતા સીતા પાસે પોતાની જીવનલીલા પૂર્ણ કરાવવા માટે ગયા હતા.

હનુમાનજીના જીવિત હોવાનું રહસ્ય:

વાલ્મીકી રામાયણ અનુસાર : લંકામાં જયારે હનુમાનજીએ દરેક જગ્યાએ સીતાજીની શોધ કરી પણ તેઓની કોઈ ભાળ મળી નહિ ત્યારે ખુદ હનુમાનજીએ માતા સીતાને મૃત માની લીધા હતા. પણ પછી તેમને પ્રભુ શ્રીરામનું સ્મરણ થાય છે અને ફરીથી હનુમાનજીએ સીતાજીની શોધખોળ શરુ કરે છે અને તેમને માતા સીતા એ અશોકવાટિકામાંથી મળે છે. માતા સીતાએ ત્યારે હનુમાનજીને અમર થવું વરદાન આપે છે. અને તેના કારણે જ હનુમાનજી આજે પણ તેમના ભક્તોની રક્ષા કરતા હોય છે.

હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં લખેલું જ છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ બર દિન્હ જાનકી માતા.
અર્થ : હનુમાનજીને માતા સીતા તરફથી વરદાન મળ્યું જેનાથી તેઓ આઠ સિદ્ધી અને નવ નિધિના દાતા બન્યા.

જયારે પ્રભુ શ્રીરામે પોતાના મૃત્યુની ઘોષણા કરી. લગભગ તમે જાણતા જ હશો કે જયારે શ્રીરામે પોતાના અંતિમ સમયની ઘોષણા કરી અને કહ્યું કે આ સમયે તેઓ મૃત્યુ પામશે અને સ્વર્ગલોકમાં જશે. પ્રભુ રામની આ વાત સાંભળીને સૌથી દુઃખી થઇ ગયા હતા એ પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાન. પ્રભુની આ વાત સાંભળીને તેઓ તરત માતા સીતા પાસે ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે –

હે માતા સીતા આપે મને જે અજર અને અમર થવાનું વરદાન આપ્યું છે એનું હું શું કરીશ જયારે ધરતી પર મારા પ્રભુ જ મારી સાથે નહિ હોય, તેમના વગર હું કેવીરીતે અહિયાં રહી શકીશ. કૃપા કરીને તમે જે અમર થવાનું વરદાન મને આપ્યું છે એ પરત લઇ લો. હનુમાનજી રીતસરની જિદ્દ લઈને માતા સીતા સામે બેસી જાય છે ત્યારે માતા સીતા એ ધ્યાન ધારે છે અને પ્રભુ રામને પુકારે છે. થોડી જ ક્ષણોમાં પ્રભુ રામ પ્રગટ થાય છે અને હનુમાનજીને ગળે મળીને કહે છે.

હનુમાન મને ખબર જ હતી કે તમે સીતા પાસે આવીને આ જ વાત કરશો. જો હનુમાન ધરતી પર જે પણ જન્મ લે છે પછી ભલે એ પ્રાણી હોય કે કોઈ મનુષ્ય તે ક્યારેય અમર નથી થઇ શકતો. જયારે તમને તો વરદાન મળ્યું છે અમરતાનું, જયારે ધરતી પર કોઈ નહિ હોય ત્યારે મારું નામ લેવાવાળા ભક્તોનું તારે જ કલ્યાણ કરવાનું છે. એક સમય આવશે જયારે ધરતી પર કોઈ દેવતા નહિ હોય અને પાપી લોકો વધી જશે ત્યારે મારા નામની ભક્તિ કરનાર લોકોનો ઉદ્ધાર મારો હનુમાન જ તો કર્શેર. એટલા માટે જ તો તને અમે અમરતાનું વરદાન આપ્યું છે.

ત્યારે હનુમાનજીને પોતાને મળેલ વરદાનનું મહત્વ સમજાયું અને પ્રભુ રામની આજ્ઞા માનીને તેઓ લાંબા સમય સુધી ધરતી પર વિરાજમાન રહ્યા છે. હનુમાનજીએ દરેક રામ ભક્તનું કલ્યાણ કરવાનું છે અને જયારે પણ તમે ભગવાન રામની ભક્તિ કરો છો ત્યારે હનુમાનજી ત્યાં હાજર હોય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here