હનુમાન જયંતી પર ભાગ્ય ખુલી જશે…. આ 10 કામ કરો

આ અઠવાડિયે ૩૧મી માર્ચે ચૈત્ર માસની પુનમના દિવસે હનુમાન જયંતી છે તથા મહા યોગ બની રહ્યો છે.
શનિવાર અને હનુમાન જયંતી છે એટલા માટે , જ્યોતિષનાં મત અનુસાર આ ખૂબ જ ઉત્તમ ગણાય છે .
હનુમાન જયંતી એ મુશ્કેલીઓ દૂર કરવા માટે તથા ભાગ્યોદય માટે શું કરી શકાય કયા મંત્રનો જાપ કરશો તે જોઈએ..

1.  હનુમાનજીની મૂર્તિ ઉપર લાલ ફૂલોની માળા પહેરવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે. તથા કુંડળીમાં જો દોષ હશે તો તેનું નિવારણ આવશે.

2.  શું તમારે વધારે ધન પ્રાપ્તિ કરવી છે તો 11 પીપળના પાન લઈને ,હનુમાનજીના મંદિરે જવું . તથા ચંદનથી પાન ઉપર શ્રીરામ લખીને તેની માળા બનાવવી. અને આ માળા હનુમાનજીને ચઢાવવી.

3.  સિંદૂર અને ચમેલીના તેલથી એક કાગળ ઉપર સ્વસ્તિક બનાવવો.. હનુમાનજીની પૂજા થઇ ગયા પછી આ કાગળને ધન જ્યાં રહેશે તે જગ્યા ઉપર રાખવાથી ધનનો વ્યય ઓછો થશે અને આવકમાં વધારો થશે..

4. હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડ હનુમાન ચાલીસા અથવા તો હનુમાન અષ્ટકનો પાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવશે.

5. હનુમાન જયંતીના દિવસે શ્રીરામચરિતમાનસ અથવા તો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો તેનાથી શારીરિક અને માનસિક શક્તિ મળશે તથા મનોબળ મક્કમ બનશે..

6. શો બિઝનેસમાં નુકસાન થતું હોય તો તે નુકસાનને અટકાવવા માટે અને પ્રગતિ માટે સિંદૂર કલરની લંગોટી હનુમાનજીને ચઢાવવી..

7. હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરની છત પર  લાલ ધજા રોહણ કરવાથી, લગાવાથી પણ બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે

8.  હનુમાન જયંતીના દિવસે રોગીઓની સેવા કરવી એવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને રોગોથી રક્ષણ કરશે.

9.  દરેક ધાર્મિક દિવસે દાન-પુણ્યનું ખુબ જ મહત્વ છે..
તમારાથી થતું યથાશક્તિ દાન અચૂક કરવું જોઈએ ગરીબોને જમાડવા જોઈએ..

10.  દરેક પ્રકારનાં કાર્યોને સિદ્ધિ અને સફળતા માટે તથા મનની શાંતિ માટે આ મંત્રનો જાપ સતત કરવો..

*ॐ हनुमंते नमः*

અને આ મંત્રથી જો અનુષ્ઠાન (108 માળા) હનુમાન જયંતીના દિવસે કરવામાં આવે તો,  લાખ ઘણું પુણ્ય મળે છે.
જીવનમાં પરિવર્તન આવે છે ભાગ્યોદય થાય છે.. તથા ઘરનું વાતાવરણ પણ ધાર્મિક થઈ જાય છે અને કયા મંત્રનો જાપ કરશો તે જોઈએંદૂર કલરની લંગોટી હનુમાનજીને ચઢાવવી..

 

*ॐ हनुमंते नमः*

લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!