હનુમાનની મૂર્તિ તોડવા માટે આવી પહોંચી તાકાતવર મશીનો, છતાં પણ મૂર્તિ ને હલાવી પણ ના શક્યાં…

આ વર્ષ જાન્યુઆરી માં શાહજહાંપર થી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. અહીં બજરંગબલી ના 130 વર્ષ જૂના મંદિર ને તોડવાને લઈને હલ્લો મચી ગયો હતો. ભગવાન હનુમાન ની મૂર્તિ ને હટાવવા માટે લગાવામાં આવેલી 3 ભારે ક્રેન અને ઘણી એવી અશીનો ની હાલત પણ ખરાબ થઇ ગઈ હતી. કહેવામાં આવે છે કે લગાતાર ત્રણ દિવસોથી હનુમાન ની આ મૂર્તિ તોડવાની કોશિશ માં અત્યાર સુધી ત્રણ જેસીબી મશીનો ની સાથે સાથે ઘણા અન્ય તાકાતવર મશીનો નું તેલ નીકળી ગયું પણ હનુમાન ની આ મૂર્તિ હલી પણ ના શકી.

મંદિર ને તોડવાની ખબરો ને લઈને ગુસ્સા માં ભરેલા હિન્દૂ યુવા વાહિની ના સદસ્યો સહીત અન્ય ગ્રામીણોએ એરા કંપની ના જીએમ નો જબરદસ્ત વિરોધ કર્યો. લોકોની માંગ હતી કે મંદિર ને તે જ જગ્યા પર રહેવા દેવામાં આવે નહીં તો પ્રશાસન ને ઘણું ખરું ભોગવવું પડશે. આ હલ્લા ને જોતા ક્ષેત્ર ના એસડીએમ સત્ય શ્રી સિંહે પુરા મામલા ની રિપોર્ટ ડીએમ ને પણ પહોંચાડી દીધી. મંદિર ને તોડવાને લઈને ક્ષેત્ર માં ફેલાયેલા તણાવ ને લઈને મિટિંગ પણ કરવામાં આવી હતી.

શાહજહાંપુર ના થાના તિલહર માં નેશનલ હાઇવે-24 પર બનેલા આ 130 વર્ષ જુના મંદિર નું નામ કચિયાની ખેડા મંદિર છે. રિપોર્ટ ના આધારે રસ્તા ને મોટો કરવા માટે એરા કંપની આ મંદિર ને તોડવા માગતી હતી, પણ કંપની નો આ નિર્ણય લોકોની સાથે સાથે ખુદ ભગવાન ને પણ મંજુર ન હતો, એવામાં ત્રણ દિવસો થી મંદિર ને તોડવા માટે કંપનની હાલત પાતળી થઇ ગઈ હતી. જણાવી દઈએ કે કંપની ના આ પ્રયાસમાં મૂર્તિ નો અમુક હિસ્સો ખંડિત કરી નાખવામાં આવ્યો હતો, પણ તેઓ મૂર્તિ ને પોતાની જગ્યા પરથી હટાવા માટે કામિયાબ ન બની શક્યા.

મૂર્તિ ની શક્તિ ને જોતા શ્રદ્ધાળુઓ માં ભગવાન હનુમાન ને લઈને આસ્થા વધુ મજબૂત બની ગઈ હતી. ક્ષેત્ર ના લોકો મંદિરમાં ભગવાન હનુમાન નો આવાસ માનવા લાગ્યા, તેઓનું માનવું છે કે આ મંદિર માં સાક્ષાત ભગવાન હનુમાન નિવાસ કરે છે અને તેની ઈચ્છા વગર કોઈપણ આ મંદિર ને ના તોડી શકે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!