આખરે કેમ કરવામાં આવે છે હનુમાનજીનો શૃંગાર સિંદૂર વડે, જાણો તેનું રહસ્ય….

0

મહાબલી એક એવા ભગવાન છે જે આ કળિયુગમાં અજય અમર બની ગયા છે આજે પણ આ પૃથ્વી પર હનુમાનજી મૌજૂદ છે. એટ્લે જ આખા ભારતમાં વધારે ભક્તો હનુમાનજીના જોવા મળે છે ને મંદિરો પણ હનુમાનજીના વધારે છે. હનુમાનજીની ભક્તિ કરી ભક્તો તેમના જીવનમાં આવતી દરેક પરેશાનીમાથી છૂટકારો મેળવે છે. સૌભાગ્યનું પ્રતિક સિંદુરથી તો સ્ત્રી શ્રુગાર કરે પણ આ બાલ બ્રમહચારી હનુમાનનો શૃંગાર સિંદૂર વડે કેમ ? આ પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં હશે જ તો ચાલો આજે જાણીએ આ લેખમાં હનુમાનજી ને કરવામાં આવતા શૃંગાર નું રહસ્ય.

મંગળવાર અને શનિવાર એ હનુમાનજીનો દિવસ છે. આ દિવસોમાં, ઘણા લોકો ઉપવાસ રાખે છે. મંગળ ગ્રહ કે નિમિત મંગલવારે વિશેષ પૂજા કરે છે.માન્યતા મુજાબ સિંદુર ચઢાવવાથી બજરંગ બલી ખૂબ જ ખુશ થાય છે. અને પ્રસન્ન થઈ તે તેમના ના ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરી દે છે.
આમ તો સિંદુર સૌભાગ્ય અને ઉરજાનું પ્રતિક છે, પરંતુ હનુમાનને સિંદુર ચઢાવવાની એક પ્રથા પ્રચલિત છે. એકવાર સીતા જી તેની માંગમાં સિંદુર પૂરી રહ્યા હતા. તે જ સમયે હનુમાન આવે છે અને સીતાજીને સિંદુર લગાવતા જોઈને હનુમાન પૂછે છે. માતા તમે જે લાલ પદાર્થ તમારા માથા પર લગાવી રહ્યા છો તેનાથી શું થાય છે ?
આ સાંભળી સીતા જી થોડીવાર માટે ચૂપ રહ્યા ને પછી શાંતિથી બોલ્યા, આ સિંદુર છે.
આને લગાવવાથી પ્રભુ દીર્ધાયુષ્ય થાય છે. અને મારાથી સદેવ પ્રસન્ન રહેશે. ચપટી ભર સિંદુરથી જ ભગવાન રામનું દીર્ધાયુષ્ય અને તેમનું પ્રસન્ન થવું એ વાત માતા જાનકી ના મુખથી સાંભળી હનુમાનજી એ વિચાર કર્યો કે, જો થોડું જ સિંદુર લગાવવાથી પ્રભુને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થતું હોય તો હું આખા શરીરે સિંદુર જ લગાવી લવ તો પ્રભુ રામ અજય અમર થઈ જાશે.
ત્યારે હનુમાનજી આખા શરીરે સિંદુર લગાવી ભગવાન રામની સભામાં આવી ગયા. આવી રીતે હનુમાનને જોઈને ભગવાન રામ ખૂબ જ ખુશ થયા ને ભગવાન રામને ખુશ જોઈને હનુમાનને માતા સીતાની વાત પર વિશ્વાસ બેઠો. બસ, ત્યારથી હનુમાનને સિંદુર લગાવવું અતિશ્ય પ્રિય છે. અને પછી તો આ પરંપરા જ બની ગઈ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here