જાણો છો હનુમાનના રોલ માટે દારાસિંહને કેટલી રકમ મળેલી? ૧૯૮૦ના દશકાની ‘રામાયણ’ સિરીયલને કોણ ભુલી શકે છે? વાંચો રસપ્રદ લેખ

0

૧૯૮૦ના દશકાની ‘રામાયણ’ સિરીયલને કોણ ભુલી શકે છે? એકથી એક ચડિયાતા કલાકારો, રામાનંદ સાગર દ્વારા થયેલું નિમાર્ણ અને એને જોવા માટે હાંફળીફાંફળી થયેલી જનતા! વિશ્વમાં સૌથી વધારે જોવાયેલી માયથોલોજીકલ સિરીયલનો રેકોર્ડ આ રામાનંદ સાગરની રામાયણના નામે છે. સિરીયલની ખાસિયત એ હતી કે, એના એકથી એક પાત્ર ચડિયાતો અભિનય આપવા માટે મશહૂર બન્યાં હતાં. આજે અદ્યતન ટેક્નોલોજીથી બનતી ઇફેક્ટો, ક્લીયર વિઝ્યુઆલીટી આપતા કેમેરામાં પણ રામાયણો બની છે, પણ એ કદી રામાનંદ સાગરની રામાયણની લોકપ્રિયતાને આંબી શકવાની નથી. એ રામાયણમાં આમ તો બધાં કલાકારોએ પોતપોતાના બેસ્ટ રોલ પ્લે કરેલા. પણ હનુમાનનું પાત્ર ભજવનાર દારાસિંહ તો એવરગ્રીન ફેમસ હતા! આજે પણ લોકો દારાસિંહને યાદ કરે ત્યારે યાદ આવે છે એ સંપૂર્ણ શરીર સૌષ્ઠવથી ભરપૂર, માંસલપુષ્ટ દેહ! હનુમાનના રોલ માટે દારાસિંહ કરતા વધારે યોગ્ય હોય જ કોણ શકે!

એ જમાનામાં દારાસિંહને હનુમાનનો રોલ પ્લે કરવા માટે મળેલી ફી આજના કોઇ સુપરસ્ટારને મળતી ફી કરતા વધારે હતી! દારાસિંહને ૩૩ લાખ રૂપિયા આપવામાં આવેલા, જે આજના ૨૦ કરોડના હિસાબે છે. આજે આટલી ફી બહુ ઓછાં કલાકારોને આપવામાં આવે છે. અલબત્ત, દારાસિંહના હનુમાનના રોલે સિરીયલ જબરદસ્ત સફળતાના આયામ પર મુકેલી.ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલ દારાસિંહ એક પહેલવાન પણ હતા. એમણે વિશ્વ ચેમ્પિયનશીપ જીતેલી છે. કુસ્તીની ૫૦૦ વિશ્વ કક્ષાની મેચ રમી છે, જેમાં કદી પણ એણે હારનો સામનો નથી કર્યો. દારાસિંહ કુસ્તીની દુનિયામાં સદૈવ અપરાજિત રહ્યા.

કુસ્તી ઉપરાંત દારાસિંહ ફિલ્મોમાં અભિનય માટે પ્રખ્યાત હતા. લગભગ સો જેટલી ફિલ્મોમાં તેમણે રોલ પ્લે કર્યાં છે. છેલ્લે ‘જબ વી મેટ’માં તેઓ કરીના કપૂરના દાદા બનેલા. 2012 માં તેઓનું ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયેલું. રાજ્યસભાના તેઓ સાંસદ પણ રહી ચુકેલા.મિત્રો, આર્ટીકલમાંથી જાણકારી મેળવી હોય અને યોગ્ય લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. આપના પ્રતિભાવો કમેન્ટમાં જણાવશો – ખાસ કરીને દારાસિંહ વિશે. ધન્યવાદ!

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here