હનુમાનજીનો આ મંત્ર બોલો – અશક્ય કામ થઇ જશે સફળ – વાંચો આર્ટિકલ

0

સંકટ થી બચવાના ઉપાય:

મોરારી બાપુ દ્વારા માનસ સ્વર્ગ(સ્વિટ્ઝર્લેન્ડ) કથા માં જણાવ્યુ છે કે આપણે સંકટ થી કેવી રીતે બચી શકીએ છીએ? ચાલો બાપુ ના શબ્દો માં જ જાણીએ.

મોરારીબાપુ કહે છે કેહનુમાન ચાલીસા માં એક ચોપાઈ છે…સંકટ સે હનુમાન છુડાવે મન ક્રમ બચન ધ્યાન જો લાવે.અહીં જો ત્રણે થી ધ્યાન રાખી ને.. જો ધ્યાન થી 4 નો આશ્રય કરીએ તો સંકટ થી હનુમાન છોડાવે.. આપણે આ શર્ત ને પુરી નથી કરી શકતા તેથી સંકટ આપણા પર હાવી છે.. મન.. જેટલુ થઈ શકે તેને સમજાવા માં આવે.

ગુફ્તગુ કરો તો મન થી કરો.. તે સારો શ્રોતા બની શકે છે.. એકાંત મળે કે મન સાથે વાતો કરો.. આ પ્રયોગ કરવા જેવો formula છે.. આપણે શાંતિ કેમ નથી? હમણા 2 દિવસ પહેલા 1 ભાઈ એ મને પૂછ્યુ હતુ કે બાપૂ કૃપા કેમ નથી આવી રહી? મેં મન માં કહ્યુ કે આ સવાલ તારો બિલ્કુલ ખોટો છે.

એક નાની છોકરી.. નિર્દોષ બાળકી.. કન્યાકુમારી.. હાથ માં થોડો પ્રસાદ.. હાથ માં થોડી શુભ વસ્તુઓ લઈ ને ઘર માં આવે અને તે સમયે માં-બાપ ને લડતા જોઈ છોકરી બહાર ચાલી જશે.. કૃપા તો કન્યા કુમારી છે.. કૃપા બિલકુલ virgin છે.. કે સદગુરુ દ્વાર થી આવી છે કે હરિદ્વાર થી આવી છે.. પરંતુ આપણા ઘર નો માહોલ જોઈ ને આ બાળકી ગભરાઈ ને ભાગી જાય છે.. કૃપા છે કન્યાકુમારી.. ભોળી ભાળી.. બિલકુલ માસૂમ બાળકી નુ નામ મારી વ્યાસપીઠ કૃપા કરે છે.. કરુણા હાથ માં ગોરસ લઈ આવે છે.. જેમ વ્રજ ની રાધા ક્યારેક ગોરસ લઈ ને નીકળતી હતી વૃંદાવન માં.
શાંતિ તો વિવાહિતા છે.. રામ થી પરણેલી છે.. શાંતિ કેમ નથી મળી રહી? તે પરણેલી છે.. તે પરમ ની શાંતિ છે.. તે આવે છે.. અને કોઈ પણ મર્યાદા વાળી સ્ત્રી.. પરિણીતા સ્ત્રી ઘર માં પ્રવેશ કરે અને ઘર નુ વાતાવરણ અમંગળ દેખાય.. અસ્તવ્યસ્ત દેખાય.. મર્યાદા વંચિત દેખાય.. શાંતિ ચાલી જાય છે.

પાછુ કાલ દસ્તક આપશે.. કાલ આવશે..

ક્ષમા વૃદ્ધ છે ખૂબ પ્રૌઢ છે.. પરિપક્વ છે.. અનુભવ ની ખાણ છે.. તમારી માં.. તમારા પ્રૌઢ પિતા.. લાકડી નો સહારો લઈ ને.. પ્રૌઢ.. જેણે ઘણી દિવાળીઓ જોઈ છે.. તે ઘર માં આવે અને ઘર નો માહોલ થોડો આમ-તેમ દેખાય તો તત્કાલ ક્ષમા ને પણ લાગે છે કે હું રહી જાવ હજુ.. મારો સદુપયોગ નહીં કરી શકે આ લોકો હજુ..
તો સંકટ કેમ આવે છે? સંકટ બધા ના જીવન માં છે.. જે સંકટ આવ્યા છે ને ત્યારે મન ને ધીરજ રાખવુ.. મારી પાસે.. આ વ્યાસપીઠ ના જે આશ્રિત છે.. flowers છે બધા જે.. જેની ચિંતા વ્યાસપીઠ ને હોય છે.. તો હું એ જ કહું છું કે થોડુ ધૈર્ય રાખો.. બાકી અમે કરી પણ શું શકીએ છીએ? પરંતુ ધીરજ એક સાધના છે..

અને મારો અનુભવ.. અને મારો સ્વભાવ અને જે કહો.. પ્રભુ ની કૃપા કહો.. એવી પરિસ્થિતિ આવે.. એકલા થઈ જાવ થોડા સમય માટે.. પરિવાર ને ન લાગે કે આપણી ઉપેક્ષા થઈ રહી છે.. એમ થોડા એકલા 5 મિનિટ.. 10 મિનિટ.. 15 મિનિટ એકલા થઈ જાઓ.. ચૂપ થઈ જાઓ.. ઘર માં થોડો માહોલ બગડ્યો.. ઉપેક્ષા ન કરો.. કોઈ ને એમ ન લાગે ઉપેક્ષા થઈ.. બધા પોતાના કામે લાગી જાય ત્યારે તમારા મન ની ગ્લાનિ.. તમારા મન ની પીડા.. એકાંત માં ચાલ્યા જાઓ.. તેનો મતલબ એકાંત માં રિસાઈ ને નથી બેસવાનુ નઈ તો કોપભવન.. નામ બદલી જશે.. આપણે રાખવાનુ છે મંગલભવન.. એક વાર શાંતિ થી મન માં રહી જશે તો તેમાંથી ઉપાય નીકળશે..

હવે શું થશે તે છોડી દો.. આ ઘટના આવી તેની પહેલા આમ હતુ તે છોડી દો.. please.. હવે હું મન ને ધૈર્ય માં રાખું… વર્તમાન…

ખૂબ મુશ્કેલ છે… ધીરજ સાધના છે… તેમાંજ થોડા શાંત થઈ જાઓ.. ત્યારબાદ તમે ક્રમ માં જોડાઈ જાઓ.. ક્રમ સફળ.. ત્યારે અસ્તિત્વ તમને વચન આપશે… વચન આપશે ઈશ્વર.. કે બેટા 2 કામ તે કરી લીધા.. 1 કામ હું કરી દઈશ.. તેને કહે છે મન.. ક્રમ.. વચન.. ધ્યાન જો ભાવે…

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here