હનુમાન જી ને સિંદૂર ચઢાવવા ની પાછળ શું કારણ છે ,જાણો….

0

શ્રી રામ ના પરમભક્ત હનુમાનજી ની પૂજા કરવા થી જીવન ની દરેક બાધા દૂર થઈ જાય છે. મંગળવાર ના દિવસે ભગવાન હનુમાન જી ની પૂજા કરવા માં આવે છે. ઘણા લોકો મન્નત પુરી થવા પર હનુમાનજી પર સિંદૂર ચઢાવે છે. તેના ભક્તો ના દુઃખ દૂર કરવા વાળા પવનપુત્ર મારુતિનંદન ને પૂજા કરવા થી સકારાત્મક ઊર્જા મળે છે
અને બધી બાધાઓ માંથી મુક્તિ મળે છે.એક કથા ખૂબ પ્રચલિત છે. એક વખત બાળપણ માં હનુમાનજી એ એમની મા ને માંગ માં સિંદૂર પૂરતા જોયું અને એનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે તેના પ્રભુ એટલે કે પતિ ને ખુશ કરવા અને તેમની લાંબી ઉંમર માટે લગાવે છે.

એના પર થી હનુમાન જી એ વિચાર્યું કે જ્યારે ચપટી સિંદૂર થી પ્રભુ પ્રસન્ન થઈ જાય છે તો હું મારા આખા શરીર પર સિંદૂર લગાવી લઉં તો પ્રભુ ની કૃપા મારા પર હંમેશા બની રહેશે.

ઉજ્જૈન ના આચાર્ય શ્યામનારાયણ વ્યાસ ને અનુસાર હનુમાનજી ની ઉપાસના કરવા થી બળ, બુદ્ધિ અને જ્ઞાન તો મળે જ છે. એમને સિંદૂર અને તેલ ચઢાવવા થી મૂર્તિ નો સ્પર્શ થાય છે અને સકારાત્મક ઊર્જા મળે છે. નિશ્ચિત રૂપે એનો અસર મનુષ્ય ની તેજસ્વીતા પર પડે છે અને શરીર ને લાભ મળે છે. જે લોકો ને શનિદેવ થી પીડિત છે એમને બજરંગ બલી ને તેલ અને સિંદૂર અવશ્ય ચઢાવવુ જોઈએ.

ઉજ્જૈન ના જ્યોતિષી આનંદ શંકર વ્યાસ કહે છે કે હનુમાન નો શુમાર અષ્ટચીરજીવી માં કરવા માં આવે છે એટલે કે તે

અજર અમર દેવતા છે એમણે મૃત્યુ ને પ્રાપ્ત નથી કર્યું. એવા માં અમૃતયોગ માં એમની જયંતિ મનાવવી વધુ ફાયદેમંદ રહેશે. એમના અનુસાર બજરંગબલી ની ઉપાસના થી જ્યાં ભક્તિભાવ ની ભાવના પ્રબળ થાય છે ત્યાં જ શક્તિ મળે છે. એવા ભક્ત ની ક્યારેય પરાજય નથી થતી. એમની હંમેશા વિજય થાય છે. દીર્ઘ જીવન ની કામના સાથે હનુમાનજી ની આરાધના કરવા માં આવે છે. હનુમાન જી નો જન્મ સૂર્યોદય ના સમય એ જણાવવા માં આવ્યો છે. એટલા માટે એ સમય માં એમની પૂજા અર્ચના અને આરતી નું વિધાન છે.

લાલ રંગ ની ધજા પણ

ઘણા ઓછા લોકો ને ખબર હશે કે હનુમાન મંદિરો પર પ્રતિમાઓ પર લાલ રંગ ની ધજા કેમ લહેરાતી હોય છે. જો કે લાલ રંગ મંગલ નું પ્રતીક છે એની સાથે જ એ ચેતાવણી પણ આપે છે કે તમે સંયમ અને સતર્કતા થી તમારી જીવનચર્યા નહીં ચલાવો તો મુશ્કેલી માં પડી શકો છો.

આચાર્ય ધર્મેન્દ્ર શાસ્ત્રી નું કહેવું છે કે હનુમાન જી ના ચરિત્ર સેવા અને સમર્પણ ના અદ્દભુત પ્રતીક છે. એ પ્રભુ રામ પર સર્વસ્વ અર્પણ કરવા હંમેશા તૈયાર રહેતા હતા. કેહવાય છે કે પ્રભુ રામ ની સેવા ની તુલના માં મારુતિનંદન ને શિવત્વ અથવા બ્રહ્મત્વ ની ઈચ્છા પણ કોડી બરાબર લાગતી.

એટલે તો તેમને શક્તિ અને ભક્તિ ના સંગમ કેહવા માં આવે છે. એ એમના ભક્તો ની સાચા મન થી કહેલ દરેક વાત અને મનોકામના પુરી કરે છે. અને અનિષ્ટ કરવા વાળી શક્તિઓ પર પગ રાખે છે.  એટલા માટે જાદુટોણા  જેવી શક્તિઓ ને દૂર રાખે છે અને એટલા માટે દક્ષિણમુખી બજરંગ બલી ની શરણ માં જવું જોઈએ.

શનિવાર અને મંગળવાર હનુમાન ના દિવસ ગણવા માં આવે છે. આદ્યત્મિક ઉન્નતિ માટે વામ મુખી હનુમાન ની મૂર્તિ પૂજા માં રાખવા નો રિવાજ છે. દાસ હનુમાન અને વીર હનુમાન બજરંગ બલી ના બે રૂપ બતાવવા માં આવ્યા છે.

દાસ હનુમાન રામ ની આગળ હાથ જોડી ને ઉભા રહે છે અને એમની પૂંછ જમીન પર રહે છે જયારે કે વીર હનુમાન યોદ્ધા મુદ્રા માં રહે છે અને એમની પૂંછ ઉભી રહે છે તેમજ ડાબો હાથ  માથા ની તરફ ઝુંકેલ રહે છે. ક્યારેક ક્યારેક એમના પગ નીચે રાક્ષસ ની મૂર્તિ પણ રહે છે.

Author: GujjuRocks Team

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here