ભગવાન હનુમાનને હજારો વર્ષ સુધી અમર રહેવાનુ વરદાન કેમ મળ્યું છે ? વાંચો આજે દિલસ્પર્શ કહાણી !!

0

ધર્મની રક્ષા કરવા માટે ભગવાન શિવે ઘણા અવતાર લીધા છે. ત્રેતા યુગમાં ભગવાન રામની સહાયતા કરવા માટે દુષ્ટોનો નાશ કરવા માટે ભગવાન શિવે હનુમાનનો અવતાર ધારણ કર્યો હતો. હનુમાન શિવના શ્રેષ્ઠ અવતારોમાનું એક અવતાર માનવામાં આવે છે.રામાયણ હોય કે મહાભારત બંનેમાં હનુમાનજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે રામાયણ તો હનુમાન વગર અધૂરી જ રહે છે. પરંતુ મહાભારતમાં પણ અર્જુન થી લઈને ભીમની પરીક્ષા કરવામાં હનુમાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તો પ્રશ્ન એ છે કે રામાયણમાં બધા જ પાત્રોના જીવનચક્ર પૂરા કરીને ચાલ્યા ગયા પરંતુ માત્ર હનુમાનજી એક જ એવા છે જેમનું જીવન હજારો વર્ષો સુધી જીવીત બતાવવામાં આવ્યા છે. શું તમે જાણો છો હનુમાનજીના જીવીત હોવાનું રાઝ ?
તો આજે અમે તમને હનુમાનજીના જીવીત હોવાનું રાઝ જણાવી રહ્યા છીએ, અને એ પછી હનુમાનજી પોતાની જીવનલીલા સમાપ્ત કરવા પણ ગયા હતા.

વાલ્મીકિ રામાયણ અનુસાર હનુમાનજી જીવીત હોવાનું રાઝ :
લંકામાંબધી જગ્યાએ ગોતવા છ્તા તેમણે કોઈ જગ્યાએ સીતા માતાની ખબર ન મળી, ત્યારે હનુમાને સીતા માતાને મૃત જ સમજી લીધા હતા. પરંતુ પછી તેમને ભગવાન રામનું સ્મરણ થયું અને પછી ફરી તેમણે તેમની બધી શક્તિ લગાવીને ફરી ગોતવાનો પ્રયત્ન કર્યો. અને અશોક વાટિકામાં સીતાજી ને ગોતી લીધા. સીતા માતાએ એ સમયે હનુમાન ને અમરતાનું વર્દાન આપ્યું હતું. તેથી હનુમાન દરેક યુગમાં ભગવાન રામ ભક્તોની રક્ષા કરે છે.

હનુમાન ચાલીસાની ચોપાઈ માં પણ લખ્યું છે કે , ” અષ્ટ સિદ્ધિ નો નિધી કે દાતા, અસ બર દિન જાનકી માતા ”

અર્થાત – તમને માતા જાનકી દ્વારા એવું વરદાન મળ્યું છે કે તમે કોઈને પણ અષ્ટ સિદ્ધિ ને નો નિધી આપી શકો છો.

જ્યારે શ્રી રામે પોતાના મૃત્યુની ધોષણા કરી :
તમને કદાચ આ વાતની ખબર નહી હોય પરંતુ ભગવાન રામે જીવીત સમયમાં જ એ જાહેર કર્યું હતું કે તેઓ ક્યારે પોતાની જીવન લીલા સમાપ્ત કરી સ્વર્ગ સિધાવશે. આ સાંભળી સૌથી વધારે દુખ રામ ભક્ત હનુમાનને લાગ્યું હતું ને આ સાંભળી સીતા માતા પાસે જઈને કહ્યું કે ” હે માતા, તમે મને તો અમરતાનું વરદાન આપ્યું, પરંતુ જો પ્રભુ રામ જ આ સંસારમાં નહી રહે તો હું રહીને શું કરીશ ? મને આપેલ એ અમરતાનું વરદાન તમે પાછું લઈ લો.

જ્યારે હનુમાન સીતા માતા સામે જીદ પર ચડી જાય છે ત્યારે સીતા માતાએ ધ્યાન લગાવી ભગવાન રામને ત્યાં બોલાવે છે ને થોડા જ સમયમાં ભગવાન રામ ત્યાં પ્રગટ થાય છે ને તેમણે હનુમાનને તેમની ગળે લગાવી લીધા હતા. અને બોલ્યા, ” હનુમાન મને ખ્યાલ જ હતો કે તું સીતા પાસે આવીને આમ જ બોલીશ. હનુમાન આ ધરતી પર અવતાર લેનાર ભગવાન કે કોઈ સંત અમર નથી હોતા જ્યારે તને તો વરદાન છે, જ્યારે આ ધરતી પર કોઈ જ નહી હોય ત્યારે રામ નું નામ લેનાર નો બેડો કોણ પાર કરશે ? એ સમયે કોઈ દેવતા નહી હોય ને પાપીની સંખ્યા વધારે હશે. ત્યારે રામ ભક્તની રક્ષા કોણ કરશે ? એટલા માટે તો હનુમાન તને અમરતાનું વરદાન આપવામાં આવ્યું છે.
ત્યારે હનુમાન પોતાની અમરતાનું મહત્વ સમજે છે ને આજે પણ હનુમાન પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. જે પણ ભક્ત રામનામ સાથે હનુમાનને યાદ કરે છે તેના દુખ દૂર કરવા હનુમાન અવશ્ય પહોંચી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here