હનુમાનજીના સાક્ષાત દર્શન માટે કરો આટલી વાર આ 3 મંત્રના જાપ, બદલાઈ જશે આખું જીવન..!!

0

કળિયુગમાં હનુમાનજી જ એવા દેવતા છે જે હાલમાં પણ પૃથ્વી પર બિરાજમાન છે. તે સાચા મનથી યાદ કરતા જ પોતાના ભક્તનાં તમામ કષ્ટ દૂર કરે છે. એમના દર્શન કરવા માટે પણ વિશેષ પ્રયાસ નથી કરવા પડતા. હનુમાનજીને આમ પણ કષ્ટભંજન દેવ ગણવામાં આવ્યા છે. તેઓ પોતાના ભક્તોના બધા જ કષ્ટો દૂર કરે છે. ભગવાન હનુમાનજીની જયંતિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. ત્યારે આજે એવા જ મંત્રો વિશે જાણીશું કે જેના દ્બારા આપ હનુમાનજીનાં દર્શન કરી હંમેશા માટે કષ્ટોથી મુક્તિ મેળવી શકો છો.

Image Source

પૂજા વિધી

હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. એ માટે આપ સવારે વહેલા જાગી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તેમજ શુભ મુહૂર્તમાં એમની પૂજા શરૂ કરો. સૌપ્રથમ ભગવાન ગણેશ, પિતૃગણ, મહાદેવ-પાર્વતિ તથા શ્રી રામ દરબારની પૂજા કરો પછી જ હનુમાનજીની પૂજા કરો. અંતમાં પોતાના ગુરુનું સ્મરણ કરી એમની આજ્ઞાથી સાધના પ્રારંભ કરો. આ બધાની પૂજા બાદ આપ શાંત, શુધ્ધ ચિત થઈ એકાંતમાં આસન પર પદ્માસનમાં બેસો તેમજ રૂદ્રાક્ષ અથવા તુલસીની માળા પર મંત્ર જાપ આરંભ કરો. પહેલા દિવસે જેટલા જપ કરો, છેલ્લે સુધી પ્રતિદિન એટલા જ મંત્રજાપ કરવા, વધારે કે ઓછા ન કરવા.

પૂજામાં રાખો આ સાવધાનીઓ 
જેટલા દિવસ કે સમય હનુમાનજીની પૂજા કરો,એટલા દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. સંભવ હોય તો સ્ત્રીઓથી દૂર જ રહો. હનુમાનજીની પૂજાથી પહેલા ભગવાન શ્રી રામની પૂજા કરવાનું ન ભૂલો, નહિતર આપના મંત્ર જાપ અને બધી પૂજા વ્યર્થ થઈ જશે. સાધનાકાળમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરવું, શક્ય એટલુ બીજાનું ભલુ કરવા પ્રયાસ કરો. સાધના દરમિયાન કોઈ પશુ, નિર્બળ, સ્ત્રી અથવા બિજા કોઈને શારિરીક, માનસિક કે અન્ય પ્રકારની પીડા ન આપો.

Image Source

પહેલો મંત્ર

“ॐ ह्रीं यं ह्रीं रामदूताय, रिपुपुरीदाहनाय अक्षकुक्षिविदारणाय, अपरिमित बल पराक्रमाय, रावण गिरि वज्रायुधाय ह्रीं स्वाहा।।”

આ મંત્રનો પ્રયોગ ગુરુવારનાં દિવસે આરંભ કરવો જોઈએ. હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસી ઓછામાં ઓછા દસ હજાર જાપ કરો. આ મંત્રને સિધ્ધ કર્યા બાદ આપ આ મંત્રના પ્રયોગથી બીજાનું ભલુ પણ કરી શકો છો.

બીજો મંત્ર
“ऊँ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय, सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा|”

આ મંત્રનો પ્રયોગ નવરાત્રિમાં કરવો જોઈએ. હનુમાનજીની મૂર્તિ અથવા ફોટા સામે બેસીને ઓછામાં ઓછા દસ હજાર જાપ કરો. આ મંત્રને સિધ્ધ કર્યા બાદ આપ આ મંત્રનાં પ્રયોગથી બીજાનું ભલુ પણ કરી શકો છો.

હનુમાનજી ગાયત્રી મંત્ર

“ऊँ अंजनी जाय विद्महे,  वायुपुत्राय धीमहि,  तन्नो हनुमान प्रचोदयात् “

આ હનુમાન ગાયત્રી મંત્ર છે. આના સવા લાખ જાપથી સાક્ષાત હનુમાનજીનાં દર્શન થાય છે અને મનચાહી ઈચ્છાપૂર્તિ અને મોક્ષપ્રાપ્તિનું વરદાન મળે છે. હનુમાનજીનાં સાક્ષાર દર્શન કરવા માટે એટલી વાર કરો 3 મંત્રોનો જાપ, સફળ થઈ જશે જીવન.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here