હનુમાન જયંતીના દિવસે કરો આ કામ, ધન-ધાન્યની ખોટ નહીં પડે

0

આ વર્ષે 31 માર્ચના હનુમાન જયંતી ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, મંગળવાર અને શનિવાર હનુમાનજીનો દિવસ હોય છે અને આ દિવસે તેમની અરાધના કરવાનો વિશેષ લાભ હોય છે.પરંતુ એવી માન્યતા છે કે હનુમાન જયંતીના દિવસે હનુમાનજીથી જોડાયેલી કોઇ પણ અરાધના કરવાથી ભક્ત માટે વિશેષ ફળદાયી સાબિત થાય છે.આ દિવસે કોઈ ભગવાન હનુમાનના મંદિરમાં પૂજા-અર્ચના કરો છો તો તેનો પણ ખાસ લાભ થાય છે. આવો જાણીએ 31 માર્ચે હનુમાનજીની આરાધના કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવાથી વિશેષ લાભ થઈ શકે છે. હંમેશા જોવા મળ્યું છે કે હનુમાનજીને સિંદુર ચઢાવવામાં આવે છે અને ઘણાં લોકો બાધા રાખ્યા પછી પણ હનુમાનજીને સિંદુર ચઢાવે છે.

સિંદુરનો લેપ:

ભગવાન હનુમાનને સિંદુર અર્પિત કરવામાં આવે છે. તેમના વસ્ત્રો દર શનિવાર અને રવિવારે બદલવામાં આવે છે. પણ આ પહેલા પ્રતતિમા પર સિંદુરનો લેપ લગાવવામાં આવે છે. સિંદુર અસીમ ઉર્જાનું પ્રતિક છે. તેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. હનુમાનજીને સિંદુર રંગનું વસ્ત્ર પહેરાવવાથી અને મૂર્તિને સ્પર્શ કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

આ રીતે તૈયાર કરો સિંદુરનો લેપ:

31 માર્ચના દિવસે તમે ઘરની નજીકમાં આવેલા કોઈ હનુમાન મંદિરે પહોંચી જાવ. મંદિરના પંડિત સિંદુરના લેપ માટે બનાવે છે તેનો ઉપયોગ કરો. જો તમે જાતે સિંદુરનો લેપ બનાવીને લેપ કરવામાં પંડિતજીની મદદ લેશો તો ઉત્તમ છે. આમ કરવાથી તમને હનુમાનજીનો વિશેષ આશીત પ્રાપ્ત થશે.

મંત્રોચ્ચાર સાથે વસ્ત્ર પહેરાવો:

હનુમાનજીને સિંદુરનો લેપ કર્યા પછી “सिन्दूरं रक्तवर्णं च सिन्दूरतिलकप्रिये। भक्तयां दत्तं मया देव सिन्दूरं प्रतिगृह्यताम।। ” આ મંત્રનો જાપ કરવાની સાથે ચમેલીના તેલમાં સિંદુર ભેળવીને અથવા તો દાદાની પ્રતિમા પર સીધો ઘીનો હાથ લગાવીને સિંદુરી વસ્ત્ર પહેરાવી દો. લેપ અને હનુમાનજીને સિંદુરી વસ્ત્ર પહેરાવ્યા પછી પંડિતજી પાસે ચાંલો જરુર કરાવો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.