હનુમાન દાદાનો આ 1 મંત્ર જાણી લો ક્યારેય કોઈ મુશ્કેલી કે ગ્રહ નડતર નહીં નડે, ઘણા લોકોએ કર્યો છે આ પ્રયોગ🙏🙏

0

હિન્દૂ ધર્મમાં ઘણા દેવી દેવતાઓ છે. દરેક દેવી દેવતાનું અલગ અલગ મહત્વ છે. દરેક કોઈના પોતાના ઇષ્ટ દેવ હોય છે. હિન્દૂ ધર્મમાં પવનપુત્ર હનુમાન એકમાત્ર એવા દેવતા છે જેમણે એક ભક્ત બનીને ભગવાન ને મેળવ્યા છે. હનુમાન જી ને કળિયુગના દેવતા પણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાન જી ની ભક્તિ થી પ્રસન્ન થઈને ભગવાન રામે તેને અમરત્વ નું વરદાન આપ્યું હતું અને તે આજે પણ આ કળિયુગમાં હાજર છે. જે ભક્તો સાચા મન થી પંચમુખી હનુમાન જી ના મંત્ર નું ઉચ્ચારણ કરીને હનુમાન જી ની સ્તુતિ કરે છે તેઓને હનુમાન જી તરત જ ફળ આપે છે. પણ એ જરૂરી નથી કે તમે માત્ર હનુમાન મંત્ર વાંચીને જ તેની સ્તુતિ કરો. રામાયણ માં એ વાતનો ઉલ્લેખ છે કે હનુમાન જી એ સાચા મન અને નિઃસ્વાર્થ ભાવથી ભગવાન રામની આરાધના કરી હતી. જયારે રામ દરબારે ઉપહાર સ્વીકાર ન કરવા પર વિભીષણે જયારે હનુમાન જી નો મજાક ઉડાવ્યો હતો ત્યારે તેમણે પોતાની છાતી ચીરીને સીતા-રામ ના દર્શન કરાવ્યા હતા. ભગવાન રામ પણ હનુમાન જી ને સૌથી વિશ્વાસી માનતા હતા.

પવનપુત્ર હનુમાન ના અનેકો નામ છે. જે સાચા મનથી તેને માને છે તેઓને હનુમાન બધું જ આપે છે. હનુમાન જી ના ઘણા અનેક રૂપો માના એક રૂપ પંચમુખી હનુમાન પણ છે. જેની પાછળ એક કહાની પણ છે. એવું કહેવામાં આવે છે કે હનુમાને પોતાનું પંચમુખી રૂપ રામ અને લક્ષ્મણ ને અહિરવાણ અને મહિરાવણ થી બચાવા માટે કર્યું હતું. અહીં અમે તમને હનુમાન જી ની ઉપાસના કરવા માટે પંચમુખી હનુમાન ઉપાસના મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. આ છે પંચમુખી હનુમાન મંત્ર:

”ऊँ ऐं श्रीं ह्रीं ह्रीं हं ह्रौं ह्रः ऊँ नमो भगवते महाबल पराक्रमाय भूत-प्रेत-पिशाच ब्रह्म राक्षस शाकिनी डाकिनी यक्षिणी पूतना मारीमहामारी राक्षस भैरव बेताल ग्रह राक्षसादिकान् क्षणेन हन हन,भंजय भंजय मारय मारय,क्षय शिक्षय महामहेश्वर रुद्रावतार ऊँ हुम् फट स्वाहा ऊँ नमो भगवते हनुमदाख्याय रुद्राय सर्व दुष्टजन मुख स्तम्भनं कुरु स्वाहाऊँ ह्रीं ह्रीं हं ह्रौं ह्रः ऊँ ठं ठं ठं फट् स्वाहा”.

આ હનુમાન મંત્ર નો જાપ દરેક રોજ ઓછામાં ઓછા 11 વાર કરો. તેનો જાપ કરવાથી દરેક કષ્ટ દૂર થઇ જાય છે. તમારા પરિવાર માં ચાલી રહેલા દુઃખો, સમસ્યા નો અંત થઇ જાશે. આ મંત્ર તમને ખરાબ નજર થી પણ બચાવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!