મહાબલિ હનુમાનજીના આ સ્વરૂપને કરો પૂજા, મોટા મોટા સંકટો ટળશે ને મળશે સફળતા…આર્ટિકલ માં વાંચો

0

જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં આવે છે અથવા કોઈ સમસ્યા હોય તો તે સીધા જ ભગવાનના શરણે જાય છે. અને તે તેની સમસ્યાઓનો સામનો કરવા પ્રાર્થના કરે છે કારણ કે તેની પાસે કોઈ અન્ય વિકલ્પ નથી રહેતો. એવો કોઈ વ્યક્તિ નથી ઇચ્છતો કે તેના જીવનમાં કોઈ પરેશાની રહે છે પરંતુ ન ઇચ્છવા છ્તાં પણ જન્મકુંડળીના ગ્રહોના કારણે કોઈને કોઈ પરેશાની તો અને તમારાકોઈપણ દોષના કારણે તમે ન મુશ્કેલીમાં મૂકી જાવ છે.

દરેક વ્યક્તિ પોતાનું જીવન અસ્વસ્થ બનાવવા નથી માંગતા , પરંતુ અ શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહો આપણા જીવનમાં સમસ્યા ઊભી કરી દે છે. આ બધી જ સમસ્યાઓ માંથી છૂટવા માટે બેસ્ટ ઉપાય છે હનુમાનજીની આરાધના અને પૂજા પાઠ. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આ કળિયુગમાં સાક્ષાત દેવતા છે. જે તેના ભક્તોની બધી જ ઈચ્છા પૂરી કરે છે. પોતાના ભક્તોના જીવનમાં આવનારી બધી જ તકલીફોમાંથી હનુમાનજી ઉગારે છે. હનુમાનજીથી બધા જ ક્રૂર ગ્રહો પણ ભયભીત રહે છે. માટે જો મનુષ્ય હનુમાનજીની પૂજા આરાધના કરે તો તેને ક્યારેય કોઈ ગ્રહ પીડા થતી નથી .

તમે નિયમિતપણે હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને હનુમાનષ્ટક અથવા બજરંગ બાણના પાઠ કરો અને દર મંગલવારે હનુમાજીના મંદિર જઈને દર્શન કરો તો તમે તમામ પીડામાંથી છૂટકારો મેળવશો. પરંતુ શું તમે એ જાણો છો કે હનુમાનની ઉપાસના દરમિયાન કઈ મૂર્તિ તમારી સામે હોવી જોઈએ , અને તેનું મહત્વનું શું છે? આ લેખ દ્વારા આજે અમે તમને આ વિષય વિશેની માહિતી આપીશું.

નોકરીમાં પ્રમોશન મેળવવા માટે

જો તમે તમારી નોકરીમાં તરક્કી કરવા માંગો છો. તો તમારે સફેદ દેખાવ અને રંગબેરંગી કપડા પહેરેલી હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી તમારી વૃદ્ધિમાં આવતા બધા અવરોધો દૂર થઈ જશે. અને પ્રગતિ માટે મહાબલિ હનુમાન પ્રણામ કરવા કરવા જેથી બધી જ શક્યતાઓ મજબૂત બની રહેશે ને તમારે ક્યાંય ભટકવું નહી પડે. અને નોકરીને લગતી બધીજ સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે.

દુર્ભાગ્યમાંથી છુટકારો મેળવવા માટે

આ વ્યક્તિને પોતાના દુર્ભાગ્યમાંથી છુટકારો મેળવવો હોય તે વ્યક્તિ એવા હનુમાનની આરાધના કરે જે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા પાસે તેમના ચરણોમાં બેઠેલ મહાબલિ હનુમાન હોય. જો તમે આવી મુર્તિ કે ફોટો સામે આરાધના કે પૂજા કરશો તો હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે અને તમને ખરાબ નસીબમાંથી છુટકારો અપાવે છે.

સાહસ અને પ્રગતિ માટે :

જો તમે તમારી તાકાત અને હિંમત વધારવા માંગો છો, તો તમારે તે ચિત્રો માટે મહાબલિ હનુમાન જીની ઉપાસના કરવી જોઈએ જેમાં તેમને હિંમત અને આત્મવિશ્વાસમાં હનુમાનજી જોવામાં આવે છે.

એકાગ્રતા અને શક્તિ મેળવવા માટે

જે તસવીરમાં મહાબલિ હનુમાનને ભક્તિમાં જોવા મળે છે તે તસવીરની જો તમે પૂજા કરો છો, તો તે તમને માનસિક શક્તિ આપે છે, અને તમારી એકાગ્રતા પણ વધે છે.

કુટુંબ સુખ માટે

તમે મારા ઘરની દેવી દેવતાઓના ફોટા લાવો છો તો બધા જ દેવી દેવતાઓના સ્થાન ઉતરમાં છે. માટે જે તસવીરમાં હનુમાજીનું મુખ ઉતર દિશા તરફ હોય એવા હનુમાનના સ્વરૂપની પૂજા કરો છો તો તે તમારા પરિવારને ખુશી લાવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here