આખરે કેમ હનુમાનજીને સિંદૂર વડે શૃંગાર કરવામાં આવે છે ? જાણો એની પાછળનું ઊંડું રહસ્ય ….!!

0

કળિયુગમાં મહાબલી હનુમાનજી એ એકમાત્ર એવા દેવતા છે જે આ દુનિયામાં હાલમાં પણ હાજર છે. હનુમાનજી અજય અમર દેવતા છે. જે કોઈ ભક્ત તેમને ભક્તિ ને ભાવ પૂર્વક જો એકવાર નામ લેવામાં આવે તો પણ હનુમાનજી આવીને પોતાના ભક્તોના બધા જ દુખ દર્દને દૂર કરી તેના જીવનમાં ખુશી જ ખુશી આપી દે છે. હનુમાનનું સ્મરણ કરનાર વ્યક્તિને ક્યારેય કોઈ ગ્રહ પીડા કે કોઈ શત્રુભય રહેતો નથી.

પરંતુ એક વાત પર સૌએ વિચાર જરૂર કર્યો કે હનુમાનજી પોતે બાલ બ્રમહચારી છે તો તેમનો શૃંગાર સ્ત્રીઓના સૌભાગ્યા સિંદૂર વડે જ કેમ કરવામાં આવે છે. આખરે હનુમાનજી ને અને સિંદૂરને શો સંબંધ છે? કદાચ તમારામાંથી ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ ઘણા સમયથી ગોતી રહ્યા હશે પરંતુ આજે અમે આ લેખના માધ્યમથી તમને એ જવાબ આપવાના છીએ. તો ચાલો આજે જાણીએ હનુમાનજીનો શૃંગાર સિંદુર વડે જ કેમ કરવામાં આવે છે.
આમ જોઈએ તો તુલસીદાસ રચીત રામચરિત માનસમાં હનુમાનજી સાથે જોડાયેલા ઘણા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ માન્યતા મુજબ જ્યારે ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને પછી ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનની સાથે આયોધ્યા પાછા ફર્યા હતા. એકવાર માતા સીતાને પોતાના અંગા પર સિંદૂરનો શૃંગાર કરતાં હનુમાન જુઓ છે. ત્યારે હનુમાનને એ વિચાર આવ્યો કે આ લાલ રંગ વાળી આખરે વસ્તુ શું છે જે સીતા માતા રોજ તેનાથી પોતાના શરીરનો શૃંગાર કરે છે. ત્યારે હનુમાને માતા સીતાને લાલ રંગની વસ્તુના શૃંગારનું મહત્વ પૂછ્યું.
જ્યારે હનુમાને માતા સીતાને સિંદુર વિષે પૂછ્યું તો સીતાએ તેને સિંદુર વિષે સમજાવ્યું ને પછી જ્યારે સિંદુર લગાવવાનું કારણ પુછ્યું તો માતા સીતાએ સિંદુર લગાવવાનું કારણ જણાવતા કહ્યું કે, જો હું સિંદુર થી શૃંગાર કરું તો ભગવાન શ્રી રામની આયુમાં વૃદ્ધિ થશે ને તેમણે જીવનમાં કોઈ સંકટનો સામનો કરવો નહી પડે. આ સાંભળી હનુમાને આખા શરીર પર સિંદુર વડે શૃંગાર કરી લીધો.
હનુમાને પોતાના આંખા શરીરને લાલ રંગમાં રંગી લીધું ને પછી તે શ્રી રામના દરબારમાં જાય છે, હનુમાનને આ દશામાં જોઈએ દરબારમાં બેઠેલ બધા જ લોકો હસવા લાગે છે. પરંતુ શ્રી રામ હસી રહ્યા હતા. ને હનુમાનને આવું કરવાનું કારણ પુછ્યું તો હનુમાને જણાવ્યુ કે માતા સીતા એક ચપટી સિંદૂર લગાવે તો તમારા આયુષ્યમાં જો વૃદ્ધિ થતી હોય તો હું રોજ આખા શરીરને જ લાલ સિંદૂરથી રંગી નાખું તો મારા પ્રભુ અજય અમર થઈ જાય ને એમના જીવનમાં ક્યારેય કોઈ સંકટ આવે નહી.

આ સાંભળી પ્રભુ રામે ઊભા થયા ને હનુમાનને ગળે લગાવ્યો ને પ્રભુ રામે તેમના હાથે તેમના દરબારમાં સિંદુર બીજું મંગાવી એમના હાથે હનુમાનનો શૃંગાર કર્યો. બસ ત્યારથી તે આજ સુધી હનુમાનનો શૃંગાર સિંદૂર વડે કરવાની પરંપરા બની ગઈ. આજે પણ લોકો હનુમાનને ખુશ કરવા ને તેમના આશીર્વાદ મેળવવા માટે મંગલવારે અને શનિવારે સિંદૂરથી તેમનો શૃંગાર કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here