હળદરનાં ફેસપેકથી મેળવો સુંદર ત્વચા….5 ટિપ્સ વાંચો

0

મિત્રો આપણે ત્યાં હળદર ને કેસર સાથે સરખાવા માં આવે છે કેમ કે હળદર ખૂબ જ ગુણકારી છે. આજે હું તમને જણાંવીશ હળદર નાં ફેસ પેક. જે તમારી ત્વચાની સુંદરતા માં વધારો કરશે.

૧. દૂધ , મધ અને હળદર ફેસ પેક.આમાં તમે ૧ ચમચી હળદર માં ૧.૫ ચમચી મધ અને દૂધ ઉમેરી એનો ફેસ પેક બનાંવી ચહેરા પર લગાવો. ૨૦ થી ૩૦ મિનિટ બાદ ધોઈ નાંખો. આનાંથી સ્કીન નાં ડેડ સેલ ઓછા થશે અને સ્કીન મુલાયમ બનશે.

૨. દહીં અને હળદર ફેસ પેક.આમાં તમે ૧ ચમચી હળદર, ૨ ચમચી દહીં અને અડધી ચમચી મધ નાંખી ફેસપેક બનાંવો. તેને ચહેરા પર લગાવી અડધી કલાક બાદ ધોઈ નાંખો. આનાંથી સ્કીન હાઈડ્રાઈડ થશે. અને આ ફેસ પેક ખાસ કરીને ઓઇલી સ્કીન માટે વધુ ઉપયોગી છે.

૩. કેળા હળદર ફેસ પેકઆમાં તમે ક્રશ કરેલાં એક ચોથાઈ કેળા માં અડધી ચમચી મધ અને ૧ ચમચી હળદર મિશ્ર કરી ફેસપેક બનાંવો. તેને ચહેરા પર લગાવી ૨૦ મિનિટ બાદ ચહેરો સાદા પાણી થી સાફ કરી લો. આ માસ્ક તમારી સ્કીન ને વિટામિન પૂરૂ પાડશે. આ માસ્ક ચહેરા ની રેડનેસ દૂર કરે છે અને મુલાયમ કરે છે ત્વચા.

૪. લીંબુ નો રસ અને હળદર ફેસ પેકઆમાં તમે ૧ ચમચી હળદર અને ૨ ચમચી લીંબુનો રસ ઉમેરી ફેસપેક બનાંવો. અને ચહેરા પર લગાવી ૩૦ મિનિટ બાદ સાફ કરી લો. આ ફેસપેક નેચરલ સ્ક્રબ તરીકે કામ કરે છે. જે બ્લેક હેડસ માં ફાયદો કરાવે છે.

૫. ઓલીવ ઓઇલ અને હળદર ફેસ પેક

આમાં ૧ ચમચી હળદર માં ૨ ચમચી ઓલીવ ઓઈલ મિશ્ર કરી ફેસ પેક બનાંવી ચહેરા પર લગાવો. તેને ૩પ મિનીટ બાદ ધોઇ નાંખો. અ‍ાનાથી તમારી ત્વચા એકદમ રેશમ જેવી મુલાયમ બની જશે.

તો મિત્રો આ હતા હળદર નાં ફેસ પેક તો આજે જ ટ્રાય કરો અને સુંદર ત્વચા મેળવો એ પણ કુદરતી રીતે.

લેખક – બંસરી પંડ્યા “અનામિકા”

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here