હજુ સુધી નથી સુલજી આ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી , આ 10 બૉલીવુડ સ્ટાર એ પણ કરી હતી આત્મહત્યા…

0

બૉલીવુડ એક્ટ્રેસ ની મૃત્યુ ની મિસ્ટ્રી: જો તમને થોડા સમય પેહલા આવેલ ફિલ્મ ગજની યાદ હોય તો ફિલ્મ ની બીજી એક્ટ્રેસ જિયા ખાન પણ યાદ હશે. જિયા ખાન ને બૉલીવુડ માં પગ મુકવા ને થોડા જ વર્ષો થયા હતા કે અચાનક કોઈ કારણસર એને આત્મહત્યા કરી લીધી. આજે જિયા ખાન આપણા વચ્ચે નથી પણ જો આજે એ જીવતી હોત તો 30 વર્ષ ની થઈ ચૂકી હોત. જાણકારી માટે જણાવી દઈએ કે જિયા ખાન 3 જૂન 2013 માં મુંબઈ માં સ્થિત એના જ એપાર્ટમેન્ટ માં મૃત્યુ પામી હતી.

પોલીસ એ ઘણી વખત કરી છે સૂરજ પંચોલી ને પૂછતાછ.

આ ઘટના વિસે પોલીસ નું કહેવું છે કે આ આત્મહત્યા નો મામલો છે ,પણ જિયા ખાન ના પરિવાર નું કંઈક બીજું જ કહેવું હતું. જિયા ખાન નો પરિવાર પોલીસ ની આ થિયરી થી સંતુષ્ટ નહતા થયા. પરિવાર નું એમ કહેવું છે કે જિયા ખાન એ આત્મહત્યા નથી કરી પણ એમની હત્યા થઈ છે. જો કે જિયા ખાન ના મૃત્યુ નું કારણ શું હતું એ રાજ હજુ સુધી નથી ખુલ્યું . જો કે આ બાબત ને લઈ જિયા ખાન ના બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલી ને ઘણી વખત પોલીસ પૂછતાછ કરી ચુકી છે.

બૉલીવુડ ના ઘણા સ્ટાર્સ કરી ચુક્યા છે આત્મહત્યા.

જ્યારે જિયા ખાન નું મૃત્યુ થયું , તે સમય એ તે ફક્ત 25 વર્ષ ની હતી. તમને જાણી ને હેરાની થશે કે ફક્ત જિયા ખાન એ જ નહીં પરંતુ બૉલીવુડ ના અન્ય સ્ટાર્સ એ પણ કરી હતી આત્મહત્યા. આજે અમે તમને એ બૉલીવુડ એક્ટ્રેસ ના મૃત્યુ ની મિસ્ટ્રી વિસે પણ જણાવશું.

બૉલીવુડ એક્ટ્રેસ ના મૃત્યુ ની મિસ્ટ્રી

*- સિલ્ક સ્મિતા:

દક્ષિણ ભારત ની સિલ્ક સ્મિતા જેટલી જલ્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છવાઈ , એટલી જ જલ્દી એનું પતન પણ થયું. સફળતા મળ્યા બાદ એમને પ્રોડ્યૂસર તરીકે કેટલીય ફિલ્મો માં પૈસા લગાડ્યા અને બધા ડૂબી ગયા. કહેવાય છે કે પરેશાન થઈ અને સિલ્ક સ્મિતા એ 23 સપ્ટેમ્બર 1996 માં આત્મહત્યા કરી લીધી હતી. એમની લાશ પોલીસ ને પંખા માં લટકતી મળી હતી.

*-કુલજીત રંધાવા

કુલજીત રંધાવા ટીવી જગત ની ખુબ જ જાણીતી એક્ટ્રેસ હતી. પણ કોઈ કારણો સર એમને પણ 8 ફેબ્રુઆરી 2008 માં એમના જુહુ સ્થિત એપાર્ટમેન્ટ માં આત્મહત્યા કરી લીધી હતી. એમના સુસાઇડ નોટ માં લખ્યું હતું કે “હું જિંદગી નો બોજ હવે ઉઠાવી નથી શકતી , એટલે મેં આત્મહત્યા કરવા નો નિર્ણય લીધો છે.”

*- મોના ખન્ના:

સ્ટ્રગલિંગ એક્ટ્રેસ મોના ખન્ના એ 31 ઓગસ્ટ 2014 ના ફાંસી લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. એમના સુસાઇડ નોટ માં મોના એ લખ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એમને કામ નહતું મળી રહ્યું , એને કારણે પરેશાન થઈ ચૂકી હતી અને આત્મહત્યા કરવા નો નિર્ણય કર્યો છે. મોના એ એના કરીઅર માં ફક્ત 2 જ ફિલ્મો માં કામ કર્યું હતું.

*- શિખા જોશી:

બીએ પાસ માં કામ કરી ચૂકેલ શિખા જોશી એ પણ 16 મે 2015 ના ચાકુ થી એનું ગળું કાપી અને આત્મહત્યા કરી લિધી હતી. શિખા જીવન માં એકલી થઈ ચુકી હતી. કામ ન મળવા ને કારણે એમને આ નિર્ણય કર્યો.

*-કુણાલ સિંહ:

કુણાલ સિંહ એ મુખ્યરૂપે તામિલ સિનેમા માટે જાણીતા હતા. એક ફિલ્મ માં ખૂબ સફળતા પામ્યા પછી કુણાલ એ અસફળતા નું મોઢું જોવું પડ્યું હતું. 7 ફેબ્રુઆરી 2008 ના કુણાલ એ એમના મુંબઇ સ્થિત એપાર્ટમેન્ટ માં પંખા માં લટકતા મળ્યા હતા.

*-વિવેકા બાબાજી:

યે કૈસી મુહબ્બત માં કામ કરવા વાળી વિવેકા બાબાજી એ 37 વર્ષ ની ઉંમર માં 25 જૂન 2010 ના દિવસે આત્મહત્યા કરી લીધી હતી. વિવેકા એ એની પેહલા પણ બે વખત આત્મહત્યા કરવા ની કોશિશ કરી હતી ,પણ નકામિયાબ થઈ હતી.

નફીસા જોસેફ:

ટીવી એક્ટ્રેસ નસીફા જોસેફ એ 29 જુલાઈ 2004 માં આત્મહત્યા કરી હતી. તમને જાણી ને હેરાની થશે કે નસીફા 1997 માં મિસ ઇન્ડિયા યુનિવર્સ નો ખિતાબ પણ જીતી ચુકી છે. એમને બૉલીવુડ ફિલ્મ તાલ માં પણ કામ કર્યું હતું.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here