હજારો છાત્રોની વચ્ચે શરમિંદા થવું પડ્યું આ એક્ટ્રેસને અને પછી…… કારણ બન્યો આ અભિનેતા … વાંચો અહેવાલ

0

સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપાઈની ફિલ્મ ‘અય્યારી’ શુક્રવારના રોજ રીલીઝ થઇ ગઈ છે. ફિલ્મને અત્યાર સુધીમાં દર્શકોનો મિક્સ રિસ્પોન્સ મળ્યો છે, પણ આ વચ્ચે ફિલ્મના લીડ સ્ટાર એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે.

હાલ માં જ સિદ્ધાર્થના ફિલ્મની એક્ટ્રેસ રકુલ પ્રીતની સાથે ફિલ્મનું પ્રમોશન કરવા માટે દિલ્લી પહોંચ્યા હતા. અહી બંને ફિલ્મનું ગીત ‘લે ડૂબા’ પર પરફોર્મ કરી રહ્યા હતા.

ત્યારે જ ડાંસ કરતા સમયે સિદ્ધાર્થે રકુલને દર્શકોની સામે પોતાની ગોદમાં ઉઠાવી લીધી હતી. આ સ્ટેપ થી રકુલ થોડી અસહજ બની ગઈ હતી. તેનો ડ્રેસ એવા પ્રકારનો ન હતો કે આ સ્ટેપ ફીટ બેસી શકે. આ ઇવેન્ટના વિડીયોને ફિલ્મના ઓફીશીયલ ટ્વીટર એકાઉન્ટ પર શેઈર કરવામાં આવ્યો હતો. વિડીયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત ફિલ્મનું ગીત લે ડૂબા પર ડાંસ કરતા નજરમાં આવ્યા હતા.

પણ વિડીયોમાં જોઈ શકાય છે કે સિદ્ધાર્થે રકુલને ગોદમાં ઉઠાવાને લીધે તેની ડ્રેસ ઉપર તરફ ખેંચાઈ જાય છે, પછી તે એકદમથી નીચે આવે છે અને પોતાની ડ્રેસને ઠીક કરવા લાગે છે.

રકુલે આ પુરા મામલાને ખુબ સારી રીતે હેન્ડલ કર્યું હતું. તેણે પોતાની સ્માઈલ જારી રાખી હતી અને ઇવેન્ટના સમયે કોઈને કંઈ પણ જાણ થવા ન દીધી.

જણાવી દઈએ કે ફિલ્મ અય્યારી આર્મી બૈકગ્રાઉન્ડ પર આધારિત છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહના સિવાય મનોજ બાજપાઈ, નસરુંદિન શાહ અને અનુપમ ખેર પણ મુખ્ય કિરદારમાં છે. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો શુક્રવારે આ ફિલ્મે 3.36 કરોડની કમાણી કરી હતી, અને શનિવારે 4.04 કરોડ. તો ફિલ્મે માત્ર બે જ દિવસમાં 7.40 કરોડની કમાણી કરી લીધી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!