વાળ ને ડેંડ્રફ થી છુટકારો અપવા માટે લિસ્ટેરિન ના નુસ્ખા…. વાંચો ટિપ્સ ક્લિક કરીને

0

ડેંડ્રફ ન માત્ર હેરાન કરે છે પણ ઘણી વખત શર્મિન્દગી નુ કારણ પણ બને છે. તેના થી માથા માં ખંજવાળ તો થતી જ રહે છે સાથે જ લોકો નો સામનો કરવામાં પણ ડર લાગે છે.
વાળ કે સ્કેલ્પ પર ધૂળ-માટી ના જામવાથી ડેંડ્રફ ની સમસ્યા થવા લાગે છે જેને લીધે સ્કેલ્પ ની ત્વચા સૂકી અને ખુજલી વાળી થઈ જાય છે.
માર્કેટ માં એન્ટિ ડેંડ્રફ શેમ્પૂ થી લઈને તેલ સુધી બધુ ઉપલબ્ધ છે જે સ્કેલ્પ થી ડેંડ્રફ ને દૂર કરવાનો પાક્કો વાયદો કરે છે પણ શું તે સાચે કામ કરે છે?

ઘણી વખત આવા તમામ ઉત્પાદકો ને ઉપયોગ કર્યા બાદ પણ ડેંડ્રફ થી છુટકારો નથી મળી શકતો. તમને જાણી ને હેરાની થશે કે જે વસ્તુ નો પ્રયોગ તમે માઉથવોશ ના રૂપ માં કરો છો તેનાથી પણ ડેંડ્રફ નો ઈલાજ સંભવ છે. જી હાં, તમે બિલકુલ સાચુ સાંભળ્યુ. તેના માટે લિસ્ટેરાઈન સૌથી સાચો ઈલાજ છે.
લિસ્ટેરીન માં એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક યૌગિક હોય છે જે સ્કેલ્પ ની ખુજલી ને દૂર કરી મોઈશ્ચર ને રિસ્ટોર કરે છે. તે ડેંડ્રફ ને લીધે થતી ખુજલી ને પણ દૂર કરે છે અને ઠંડક પહોંચાડે છે.
લિસ્ટેરીન ના આ ગુણ તેને ડેંડ્રફ નો સારો ઈલાજ બનાવે છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે વાળ ને સ્વસ્થ બનવા અને ડેંડ્રફ થી છુટકારો મેળવવા માટે લિસ્ટેરીન નો પ્રયોગ કરી શકાય છે. જો સ્કેલ્પ પર કોઈ કટ હોય તો તેને સુકાવા દો અને પછી જ તેનો ઉપયોગ કરવો.

ડેંડ્રફ માટે લિસ્ટોરીન: ડેંડ્રફ અને ખુજલી વાળી સ્કેલ્પ થી છુટકારો મેળવવા નો આ સૌથી અસરકારક ઉપાય છે.

આ વસ્તુઓ ની છે જરૂરત

 • 1 ટેબલસ્પૂન લિસ્ટોરીન
 • કોટન પેડ

રીત-

 • એક કોટન પેડ ને લિસ્ટેરિન માં ડૂબાળો.
 • તેને સ્કેલ્પ પર લગાવો.
 • 5 થી 10 મિનિટ બાદ વાળ ને માઈલ્ડ, સલ્ફેટ ફ્રી શેમ્પુ થી ધોઈ નાખો.
 • સારા પરિણામ માટે અઠવાડિયા માં બે વખત પ્રયોગ કરો.

લિસ્ટેરીન અને પાણી
એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક યૌગિક થી ભરપુર લિસ્ટેરીન સ્કેલ્પ ની ખુજલી થી રાહત આપે છે.

આ વસ્તુઓ ની છે જરૂરત-

 • 2 ટેબલસ્પૂન લિસ્ટેરીન
 • 2 ટેબલસ્પૂન પાણી
 • સ્પ્રે ની બોટલ

રીત-
સૌથી પહેલા વાળ ને માઈલ્ડ શેમ્પુ અને કંડીશનર થી ધોઈ લો.
તેને થોડી મિનિટ સુધી છોડી દો અને પછી ઠંડા કે નવશેકા પાણી થી ધોઈ લો.
2 અઠવાડિયા સુધી આ નુસ્ખા ને અઠવાડિયામાં 3 વખત કરો.

લિસ્ટેરીન અને એપ્પલ સિડર વિનેગર
એપ્પલ સીડર વિનેગર થી સ્કલ્પ ના પીએચ બેલેન્સ ને સંતુલિત રાખી શકાય છે. તેનાથી સ્કલ્પ સ્વસ્થ અને ડેંડ્રફ થી મુક્ત રહે છે.આ ચીજો ની છે જરૂરત

 • 2 ટેબલસ્પૂન લિસ્ટેરીન
 • 1 ટેબલસ્પૂન એપ્પલ સિડર વિનેગર
 • 1 કપ પાણી
 • સ્પ્રે ની બોટલ

રીત-
પહેલા વાળ ને શેમ્પુ થી ધોઈને કન્ડિશનર કરી લો.
હવે સ્પ્રે ની બોટલ માં લિસ્ટેરીન અને પાણી નાખો અને સ્કેલ્પ પર લગાવો. થોડી મિનિટ સુધી છોડી દો અને ત્યારબાદ તેને ઠંડા પાણી થી ધોઈ લો.
હવે એપ્પલ સિડર વિનેગર અને પાણી ને મિક્સ કરો અને વાળ ને તેનાથી ધોઈ નાખો.
અઠવાડિયામાં એક વાર આ નુસ્ખા ને જરૂર થી આજમાવો.

લિસ્ટેરીન અને બેબી ઓયલ
જો તમારા રૂખા વાળ છે તો તમે લિસ્ટેરીન સાથે બેબી ઓયલ લગાવી શકો છો.

આ ચીજો ની છે જરૂરત

 • 2 ટેબલસ્પૂન લિસ્ટેરીન
 • 2 ટેબલસ્પૂન બેબી ઓયલ

રીત-
બેબી ઓયલ અને લિસ્ટેરીન ને એકસાથે મિક્સ કરો.
વાળ ને માઈલ્ડ સલ્ફેટ ફ્રી શેમ્પૂ અને કન્ડિશનર થી ધોઈ લો.
હવે સ્કેલ્પ પર લિસ્ટેરીન નુ મિશ્રણ નાખો.
થોડી મિનિટ સુધી તેનાથી મસાજ કરો અને પછી સામાન્ય પાણી થી માથુ ધોઈ લો.

બે અઠવાડિયા સુધી અઠવાડિયે ત્રણ વખત આ નુસ્ખા ને આજમાવો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here