હાડકા મજબુત બનશે અને વિટામિન થી ભરપૂર છે આ સરગવો…વાંચો ચમત્કારિક ફાયદાઓ…

0

સરગવો એક એવું શાક છે જે બજારમાં ચારે બાજુ વહેંચાઈ છે, પણ આપણા માંથી ઘણા એવા છે જેઓ આ શાક ને જોઈને પણ અનદેખ્યું કરી દેતા હોય છે. હવે જો કે ઠંડી ની ઋતુ પણ નજીકમાં જ છે અને આ ઋતુમાં ઢગલા બંધ શાકભાજીઓ જોવા મળશે. એવામાં મોસમની મજા સરગવાનું શાક ખાઈને લઇ શકાય છે. માત્ર સરગવો જ નહીં પણ તેના ઝાડ અલગ અલગ ભાગના અનેક પ્રયોગો પહેલાના જમાનાથી થાતા આવ્યા છે.

સરગવા ના ફૂલ, બીજ, પણ વગેરે માં એટલા પોષક તત્વો છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના માર્ગદર્શન માં દક્ષિણ આફ્રિકા ના ઘણા દેશોમાં કુપોષણ પીડિત લોકોના આહાર ના રૂપમાં સરગવા નો પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સરગવાની શાકભાજી ને પોતાની ડાઈટ માં શામિલ કરો અને તેનો લાભ ઉઠાવો. આયુર્વેદ માં 300 રોગો ના ઉપચાર સરગવા ને બતાવામાં આવ્યું છે.

સરગવો ના બીજ થી તેલ નીકાળવામાં આવે છે અને છાલ, પાન, ગુંદ વગેરેથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. સરગવો ઘણી એવી બીમારીઓ ને દૂર કરે છે અને શરીરના દરેક અંગો ને મજબૂતી પણ આપે છે કેમ કે તેમાં ઘણા એવા પોષક તત્વો ભરેલા છે. આવો તો જાણીએ સરગવા ના ગુણો વિશે….

1. ઓલીક એસિડ થી ભરપૂર:સરગવા માં હાઈ માત્રા માં ઓલીક એસિડ હોય છે જે એક પ્રકારનું મોનો સેચ્યૂરેટેદ ફેટ છે અને આ શરીર માટે ખુબ જ આવશ્યક છે.

2. વિટામિન સી લેવલ:સરગવા માં વિટામિન સી ની માત્રા ખુબ જ હોય છે. વિટામિન સી માથા ના ઘણા રોગો થી લડે છે,ખાસ કરીને શરદી જુકામ થી. જો શરદી ને લીધે નાક કાન બંધ થઇ ચુક્યા છે તો, તમે સરગવા ને પાણીમાં ઉકાળીને તે પાણીની બાફ લો.

3. હાડકા બનાવે મજબૂત:તેમાં કેલ્શિયમ ની માત્રા વધુ હોય છે જેનાથી હાડકાઓ મજબૂત બને છે, તેના સિવાય તેમાં આયરન, મેગ્નેશિયમ અને સિલિયમ હોય છે.

4. ગર્ભવતી મહિલાઓ માટે:તેનું જ્યુસ ગર્ભવતી મહિલાઓ ને આપવાની સલાહ આપવામાં આવે છે. ડિલિવરી માં થનારી સમસ્યાથી રાહત મળે છે અને ડિલિવરી પછી પણ માતાની ઘણી એવી તકલીફો આસાન થઇ જાય છે.

5. વિટામિન બી કોમ્પ્લેક્સ માં વધુ:સરગવા ના પાન ની સાથે સાથે સરગવા ના બીજ પણ વિટામિન બી કોમ્પ્લેક્સ થી ભરેલા હોય છે. જેમાં ઘણા એવા વિટામિન જેવા કે વિટામિન બી6, નિયાસિન, રાઇબોફ્લેવિન અને ફોલિક એસિડ હોય છે.

6. બુઢાપા ને કાબુમાં કરો:સરગવા માં વિટામિન એ હોય છે જો કે પહેલાના સમય થી જ સૌંદર્ય માટે પ્રયોગ કરવામાં આવતું રહ્યું છે. જો તમે આ લીલા શાક ને મોટાભાગે પોતાના ભોજનમાં શામિલ કરો છો તો તમને બુઢાપો જલ્દી નહીં આવી શકે. તેનાથી આંખો નો રોશની પણ સ્વચ્છ રહે છે.

7. લોહી ને શુદ્ધ કરે છે:તમે સરગવા ને સૂપના રૂપમાં પણ પી શકો છો, તેનાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે. ખીલ જેવી સમસ્યાઓ ત્યારે જ દૂર થાશે જ્યારે તમારું લોહી અંદર થી સાફ હશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here