ગુટખા બનાવનાર અને વેચનાર ખુદ બન્યો કેંસરનો દર્દી, જાણો ગુટખા બનાવવા કેવા કેમિકલ વાપરવામાં આવે છે તે પણ …

0

ઘણા વર્ષોથી ગુટખાનો વ્યવસાય ચલાવી રહેલાં 52 વર્ષીય વિજય તિવારી પોતેજ મોઢાના કેન્સરનો ભોગ બન્યાં. તેમજ મોઢામાં કેન્સર સામે લડતા લડતા છ કીમોથેરાપી અને 36 તબક્કાના રેડીએશન દર્દનો અનુભવ કર્યા પછી વિજય તીવારીએ 36 વર્ષથી ચલાવતા પોતાના ગુટખાના કારોબારને સમેટી લેવાનો નિર્ણય કર્યો .

તિવારી કહે છે કે ગુટખાના ઉત્પાદન દરમિયાન કેસર, ઇલાયચી વગેરેના સ્વાદોના બદલે સસ્તા રસાયણોનો ઉપયોગ થાય છે. ગુટખાના ગુણવત્તાની ચકાસણી માટે સતત સ્વાદ માટે તિવારીએ તેનો વ્યસન કર્યો હતો અને કેન્સરનો શિકાર બન્યો હતો. 2011 માં જ્યારે તિવારીએ મોંના કેન્સરની શોધ કરી ત્યારે તેણે ગુટખામાં સુગંધ બનાવવા માટે તેનો વ્યવસાય બંધ કરવાનો નિર્ણય કર્યો.

તિવારી જણાવે છે કે આ વ્યવસાયમાં લોકો સાથે ‘ચીટ’ કરવામાં આવે છે. ગુટખા બનાવટી વખતે કેસર એલાયાચીની ફ્લેવરના બદલે સસ્તા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ગુટખા બનાવટી વખતે વારંવાર ચાખવાના કારણે તેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બન્યાં હતા. 2011 માં જ્યારે તેઓ આ બીમારીનો ભોગ બન્યાં ત્યારે તેમણે તેમનો ગુટખા બનાવવામાં ઉપયોગી સુગંધ ફેલાવનાર કેમિકલ બનાવવાનું સાવ બંધ જ કરી દીધું.

તિવારીનું કહેવું છે કે, ગુટખાનો વ્યવસાય ચલાવવા માટે લોકો સાથે ચીટીંગ કરવું જ પડે. એ ઉપરાંત એમને જણાવ્યૂ કે, તમને શું લાગે છે કે કેસર ફ્લેવરવાળા ગુટખાની પડીકી શું તમને માત્ર 1 રૂપિયામાં જ મળી જશે ? ત્યારબાદ એમણે સમજાવતા કહ્યું કે, “ એક કિલો કેસરની કિમત 1.6 લાખછે. પરંતુ તેના બદલે કેસર ફ્લેવરના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જેનો ભાવ પ્રતિ કિલો ફક્ત 2300 રૂ.છે. અને એલચીની કિંમત કિગ્રા દીઠ રૂ. 19000 છે, જ્યારે તેની ફ્લેવર વાળું કેમિકલ માત્ર રૂ .1,500 માં મળતું હોય છે. રૂ. 12 લાખનાની કિમતના રૂહ ગુલાબની જગ્યાએ 25 હજાર રૂપિયાના ભાવે તેનું કેમિકલ વાળા ફ્લેવરથી જ કામ ચલાવી લેવામાં આવતું હોય છે. અસલી અને નકલી વસ્તુઓની કિંમતમાં આટલો મોટો તફાવત હોય છે. તેથી ગુટકા મેન્યુફેકચરિંગ કરતી કોઈપણ કંપની ઓરિજિનલ સુગંધનો ક્યારેય ઉપયોગ કરતી નથી.

તિવારીએ તેનું ઉત્પાદન કેવું થઈ રહ્યું છે એ માત્ર ટેસ્ટ જ કરવાનું શરૂ કર્યું.ને થોડા જ દિવસોમાં તેને ગુટકા ખાવાની લત લાગી ગઈ. તે દરરોજ આશરે 25 પેકેટો તો ખાઈ જ જતાં. કેન્સરને લીધે જે સર્જરી કરવામાં આવી તેના કારણે આજે તિવારીનો ચહેરો તો સાવ બદલાઈ જ ગયો છે. તેથી તેમણે નક્કી કર્યું છે કે તેઓ ગુટખા ઉદ્યોગનો તે હવે પછી ભાગ બનશે નહીં. ને તેમણે ગુટકા માટે સુગંધ બનાવવાની જગ્યાએ પરફ્યુમ બનાવવાનો ધંધો શરૂ કર્યો છે.

ભારતીય જર્નલ ઓફ મેડિકલ રિસર્ચની એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે પાન મસાલા, ગુટખા, ખૈની અને માઉથ ફ્રેશેનર્સ વગેરે બનાવવામાં ઘણાં હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here