ગુટખા કિંગના નામથી ફેમસ થયા હતા આ અરબપતિ, આવી છે.. કારનું કલેક્શન જોઈને હેરાન થઇ જશો

0

લગ્ઝરી ગાડીઓના શોખીન અને મશુર ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ રસિકલાલ ધારીવાલ મોંઘી કારોનું કલેક્શન માટે જાણીતા છે.

ફેમસ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અને માણીકચંદ ગ્રુપનાં સીએમડી રસિકલાલ ધારીવાલનું મંગળવારનાં રાતના સમયે મૃત્યુ થઈ ગયું હતું. તે ગુટખા કિંગ નાં નામથી જાણીતા છે. તમને જણાવી દઈએ કે તે લગ્ઝરી ગાડીઓના ભારે શોખીન હતા. મારુતિ 800 થી લઈને લાંસર, સ્કોડા, ઓપરા, મીની કપૂર, અને મેકૈબ બેશકીમતી ગાડીઓને દેશમાં સૌથી પહેલા ખરીદનાર વ્યક્તિ હતા.

– રસિકલાલ ધારીવાલ પુણેનાં કારોબારી હતા, તેમણે 2005 માં પોતાની દીકરી જાનવીને 21માં જન્મદિવસ પર મેબૈક ગાડીગીફ્ટ કરી હતી.

– ગાડીઓની દીવાનગી રસિકલાલને શરુઆતથી જ છે. 1950 નાં દશકમાં તેમણે 900 રૂપિયામાં સ્ટડબેકર ખરીદી લીધી હતી. તે ઘણી એવી મોંઘી ગાડીઓના ક્લેક્શન માટે જાણીતા છે. BMW, મર્સીડીસ બૈંજ, લેક્સસ અને જેગુઆરનું જે પણ નવું મોડેલ આવે છે, તેને દેશમાં સૌથી પહેલા ખરીદી લે છે.

બે લગ્ન કરી ચુક્યા છે રસિકલાલ

– રસિકલાલ જ્યારે 14 વર્ષના હતા, ત્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. પોતાના પિતાની બીડી ફેક્ટરીનાં કારોબારને એ લેવલ પર લઇ ગયા કે જ્યાં તેમનું ગ્રુપ ઇન્ટરનેશનલ સ્કુલ, દાનાર્થ સંસ્થાન, કન્સ્ટ્રકશન, પૈકેજીંગ, મિનરલ વોટર અને હોસ્પિટલ પણ ચલાવે છે.

– માણિકચંદ ગુટખા બનાવવાવાળા રસિકલાલે બે વાર લગ્ન કર્યા હતા. પહેલી પત્ની થી દીકરો પ્રકાશ છે, જે પિતાની સાથેજ દરેક કારોબાર સંભાળે છે. આ કારોબાર પુનાથી 60 કિમી દુર સરાદવાડીમાં આવેલી છે. તેમની દીકરી જાનવી રસિકલાલની બીજી પત્ની શોભાની સંતાન છે.

દાઉદ સાથે જોડાઈ ગયું છે નામ

– દેશના મોટા બીઝનેસમેનમાં શામિલ ધારીવાલનાં વિરુદ્ધ એક મામલામાં 2016 માં એક સીબીઆઈ એ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવવ્યું હતું કે એક અન્ય ગુટખા કારોબારી જેએમ જોશી અને રસિકલાલ ની વચ્ચે કોઈ મામલામાં કથિત સમજોતા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ અબ્રાહિમેં કરાવ્યું હતું.

– દાઉદનાં આ કામ માટે બન્નેનાં કથિત રૂપથી દાઉદનાં ભાઈને પાકિસ્તાનમાં ગુટખા ફેકટરી સ્થાપિત કરવાની મદદ કરી હતી. જો કે જોશી અને રસિકલાલનાં મામલામાં તેઓને બેલ આપી દેવામાં આવી હતી.

News reference Bhaskar.com

Edit by GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.