ગુરૂ પૂર્ણિમાની રાતે સૌથી લાંબો ચંદ્રગ્રહણ જાણો તમને કેવી રીતે થશે લાભ…

0

27 જુલાઇ ગુરુપૂર્ણિમા છે આ દિવસે વર્ષનું સૌથી લાંબો ચંદ્રગ્રહણ છે ગુરુપૂર્ણિમાને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અમુક ના જીવનમાં ખાસ ફરક પડશે. ગ્રહણનો સ્પર્શકાળ 27 જુલાઈએ રાત્રે 11: 54મિ. થશે અને તેનું સમાપન 28 જુલાઇ સવારે 3:54 પર થશે.

ચંદ્રગ્રહણ સૂતકનો સમય બપોરે બે વાગ્યાથી શરૂ થશે. આ સૂતક કાળ ને હિન્દુ ધર્મ માં ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. સૂર્યગ્રહણ વખતે સુતકનો પ્રભાવ 12 કલાક સુધી ચાલ્યો હતો જ્યારે ચંદ્ર ગ્રહણ વખતે નવ કલાક સુધી ચાલશે.

ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણ દરમિયાન સુતક લાગે છે. તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે . એટલા માટે તે સમયે કોઈ સારું કાર્ય શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ. ગ્રહણ ઉત્તરષાઢા નક્ષત્ર મા શરૂ થશે. અને શ્રવણ નક્ષત્રમાં પૂરો થશે.

આ દરમિયાન પ્રીતિ યોગ અને બાલવ કરણ થશે. એટલા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેનાથી તમને ફાયદો થાય.

આ લોકો માટે ચંદ્રગ્રહણ અશુભ છે.

આ સમયે સંગીત અને લેખન ઉપર કાર્ય કરવાથી ઉત્કૃષ્ટ રચના બની શકે છે. લાંબો ચંદ્રગ્રહણ શિક્ષણના વિકાસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ વખતે ગુરુપૂર્ણિમાના દિવસનું ચંદ્રગ્રહણ ખૂબ જ રહસ્યોથી ભરેલું છે.

એટલા માટે આધ્યાત્મિક અને માનસિક ઉન્નતિ માટે આ ગ્રહણ ખૂબ જ ફાયદાકારક છે.

મંત્રીઓ, રાજનીતિ ના લોકો, સરકારી અધિકારીઓ, કથા વાચકો,ધાર્મિક જ્યોતિષ અગ્નિહોત્રી, વ્યાપાર થી જોડાયેલા લોકોને નિરાશા મળી શકે છે. તેમના ઉપર અશુભ ગ્રહ દ્રષ્ટિગોચર છે.

આ લોકો માટે ચંદ્રગ્રહણ શુભ રહેશે..
સોનું ,તાંબુ ,ચોખા ઘી-ગોળ કેસર ખનીજ ના વ્યાપારીઓ ને આ ગ્રહણ માં લાભ થશે . તેઓ સારી આવક ઊભી કરી શકશે. સેવ, ટમેટા, ના ખેડૂતોને ખૂબ ફાયદો થશે.

જમીન ફાટવી, ઈમારત પડી જવી ,આગ લાગવી તેવી ઘટના બની શકે છે. કોઈ ખેલાડી કે નેતા ઉપર ગંભીર આરોપ લાગી શકે છે. કોઈ પ્રખ્યાત વ્યક્તિ ઉપર છેડછાડનો આરોપ લાગી શકે છે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે ગ્રહણ યોગ છે તેમને ગ્રહણ ની રાતે ઉપાસના કરવાથી ફાયદો થશે. શ્રવણ નક્ષત્રમાં આરોગ્ય વિદ્યા અને આકર્ષણ ની ઉપાસના ખૂબ જ જલદી ફળે છે. તેમજ મોક્ષ માટે આ રાત્રી ખૂબ જ ઉપયોગી છે.

ક્યારે થાય છે ચંદ્રગ્રહણ ?

ચંદ્ર ગ્રહણ દરમ્યાન પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. પૃથ્વીના પડછાયાને લીધે ચંદ્રનો થોડો ભાગ ઢંકાઈ જાય છે. આ દશામાં પૃથ્વી સૂર્યના કિરણોને ચંદ્ર સુધી પહોંચવા પર રોક લગાવી દે છે. તેના પછી પૃથ્વીના એ ભાગમાં ચંદ્ર ગ્રહણ દેખાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here