ગુરુ-શુક્રનો મહાસંયોગ શું થશે કઈ રાશિ ઉપર તેની અસર…વાંચો

શું થશે 1st સપ્ટેમ્બરે થનાર શુક્રની વક્ર ગતિ નું તુલા રાશિ પર અસર..શુક્ર કન્યા રાશિ ને છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.ગુરુ ધનનો કારક છે અને શુક્ર વૈભવ , વિલાસીતા નો કારક છે. તુલા રાશી ના જાતકોને સમય બદલાવાનો છે. જે કામ ખૂબ જ લાંબા સમયથી અટકેલા હતા તે પૂરા થવાના છે. તેમનો આત્મવિશ્વાસ વધશે અને મોટામાં મોટાં કામ પણ ખૂબ જ સરળતાથી પૂરા થઈ શકશે. તેમનામાં પોઝિટિવ વિચારો રહેશે.

આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશે. મોજ મસ્તી પણ રહેશે પરંતુ ખૂબ જ એકાગ્રતાપૂર્વક લક્ષ્યની તરફ આગળ વધવું. તેઓ લક્ષ્ય સુધી ખૂબ જ આરામથી પહોંચી શકશે પરંતુ મહેનત ન છોડવી. જુના કાર્યને ભૂલીને નવા કાર્ય કરવાની તક મળશે. આર્થિક રીતે કોઈની મદદ મળશે.

વ્યાપાર કે નોકરી સંબંધિત કોઈ મુશ્કેલીઓ હોય તો તે ખૂબ જ સરળતાથી પાર પડશે. તેઓને પૂર્ણ વૈભવ સુખ-સુવિધા મળશે. જે લોકોને લગ્ન નથી થયા તે લોકોને મનપસંદ પાત્ર મળશે. જમીન અને પ્રોપર્ટીના કામમાં ખૂબ જ સફળતા મળશે. જો કોઈ કોઈ કોર્ટ-કચેરીના કાર્ય ચાલુ છે તો તેમાં સફળતા મળશે નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

તેમના બધા જ સંકલ્પો પૂરા થશે. નોકરીમાં મોટા ઓફિસરથી મદદ મળશે. મિત્રોના સહયોગ મળશે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. લોકો સાથેનો સંપર્ક વધશે, પ્રેમ મા સફળતા મળશે , જીવનસાથીનો ખૂબ જ સપોર્ટ રહેશે. સંબંધમાં કોઈ તકલીફ છે તો તેમાં સુધારો આવશે. વૈવાહિક જીવનમાં સમરસતા બની રહેશે.

ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નહીતો અપયશ નો સામનો કરવો પડશે. થોડા જ પ્રયાસથી બધાં જ કાર્યો પૂરા થશે. પોતાના અધિકારી સાથે સારા સંબંધો બન્યા રહેશે તમને સફળતા અપાવવા માટે ખૂબ જ મદદ કરશે. ખૂબ જ અલગ અલગ સ્રોતોથી પૈસા આવવાની પૂરી શક્યતા છે. પોતાના પરાક્રમ અને સાહસથી કરિયરને નવી દિશા આપી શકશો. દરેક મુશ્કેલીઓ દૂર થશે. નિર્ણય ખૂબ જ સારી રીતે અને સાચી રીતે કરી શકશો. ખૂબ આગળ વધી શકવાની પૂરી તક છે.
આ તમારા જીવનનો સુવર્ણકાળ બની રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!