આ સિંગર એ એક એવો રેકોર્ડ કાયમ કર્યો જે આજ સુધી કોઈ સિંગર નથી બનાવી શક્યા….ખાસિયત વાંચો

0

પંજાબી સિંગર ગુરુ રંધવા એ પોતાના બેહતરીન ગીતો થી દર્શકો ના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આજે તેના ચાહનારાઓ દુનિયાભરમાં મોજુદ છે. રંધવા હવે માત્ર પંજાબી સિનેમા સુધી જ સીમિત નથી, પણ બોલીવુડમાં પણ એક ખાસ મુકામ મેળવી લીધો છે. પણ હવે તેમણે એક અન્ય ઉપલબ્ધી હાંસિલ કરી લીધી છે.‘सूट सूट’ और ‘ बन जा तू मेरी रानी’ સહીત ઘણા હિટ સોન્ગ્સ ના ચાલતા જબરદસ્ત લોકપ્રિય થયેલા ગુરુ રંધવા યું-ટ્યુબ પર સૌથી વધુ વાર જોવામાં આવતા નંબર વન ભારતીય સિંગર બની ગયા છે.
તેણે તેના ઓફિશિયલ ચેનલો પર ત્રણ કરોડ થી વધુ વ્યુ મળી ચુક્યા છે. તેની સાથે જ તે યુ ટ્યુબ પર સૌથી વધુ વ્યૂઝ મેળવનારા પહેલા ભારતીય સિંગર બની ગયા છે. આ રેકોર્ડ ની સાથે જ ગુરુ રંધવા એ યો યો હનિ સિંહ, રૈપર બાદશાહ અને મીકા સિંહ જેવા સિંગર્સ ને પણ લોકપ્રિયતાના મામલામાં પાછળ છોડી દીધા છે.આગળના અમુક સમયમાં તેના ઘણા એવા સોન્ગ્સ જેવા કે जैसे ‘बन जा तू मेरी रानी’, ‘सूट सूट करदा’, ‘पटोला’, ‘हाई रेटेड गबरू’ જેને લોકોએ ખુબ જ પસંદ કર્યા છે.
રંધવા એ આ ઉપલબ્ધી પર એક મંતવ્ય રિલીઝ કરીને તેના ચાહનારા લોકોને ધન્યવાદ આપ્યા છે. ગુરુ એ કહ્યું કે, ”હું દરેક લોકોને તેઓના પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કરું છું. મને લાગે છે કે ભારતીય ઇતિહાસમાં પહેલી વાર કોઈ ગાયક ને ત્રણ કરોડ નો આંકડો પાર કર્યો છે. હું ખુબ જ સમ્માનિત અને વિશ્વ ભરમાં મારા મ્યુજિક ને સપોર્ટ કરનારા યુઝર્સ નો આભાર મહેસુસ કરી રહ્યો છું”.
27 વર્ષીય ગુરુએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2013 માં કરી હતી. 2017 માં ફિલ્મ ‘હિંદી મીડિયા’ ના સોન્ગ ‘सुइट सुइट’ ના હિટ થયા પછી, ગુરુ બોલીવુડના ફેવરિટ સિંગર બની ગયા છે. ગુરુ ની સફળતા માં ટી-સિરીઝ ના ચેયરમૈન અને પ્રબંધ નિદેશક ભૂષણ કુમારે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ‘ઈંડીપેંડેન્ટ મ્યુજિક’ નું ચલણ ફરીથી ટી-સીરીજે જ શરૂ કર્યું.ગુરુ ના ઇંસ્ટાગ્રામ પર 50 લાખ થી વધુ ફોલોઅર છે અને જલ્દી જ તેઓ ટીવી પર શરૂ થનારા નાના બાળકો ના શો માં જજ ની ભૂમિકા માં જોવા મળવાના છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here