ગુરુ ગ્રહ કરશે પ્રવેશ વૃષિક રાશિમાં, વાંચો ક્યારે અને કેવી અસર થશે દરેક રાશિના જાતકો પર….વાંચો આર્ટિકલ

0

વિક્રમ સવંત ૨૦૭૫ના અશ્વિની નક્ષત્રના શુક્લ પક્ષમાં તારીખ ૧૧ ઓકટોબર ૨૦૧૮ના દિવસે ગુરુ એ તુલા રાશિમાંથી નીકળીને વૃષિક રાશિમાં પ્રવેશ કરશે. અને તેની દરેક રાશિ પર અલગ અલગ અસર જોવા મળશે. આ અસર ૧૨ રાશિ પર ૨૯ માર્ચ ૨૦૧૯ સુધી રહેશે. ત્યાં સુધી ગુરુ ગ્રહ એ વૃષિક રાશિમાં વિચરણ કરશે અને તેની દરેક રાશિ પર અલગ અલગ અસર જોવા મળશે. ગુરુ ગ્રહ એક રાશિમાં એક વર્ષ સુધી ભ્રમણ કરે છે. ગુરુ ગ્રહની ત્રણ દ્રષ્ટી હોય છે. પાંચમી, સાતમી અને નવમી. કુંડળીમાં જે તે ભાવમાં ગુરુ બેસે તેને નુકશાન પહોચાડે છે. પણ તેની દ્રષ્ટી જ્યાં પડે છે તેનું હંમેશા સારું થાય છે. અને તેની સારી અસર જોવા મળે છે.

મેષ

આ રાશિના જાતકોની કુંડળીમાં આઠમા સ્થાને દ્રષ્ટી કરશે. જેના કારણે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગશે. પરિવાર સાથે કોઈ નાનકડી ધાર્મિક મુસાફરી કરવાનું થશે. પરિવારમાં ખાસ કરીને વડીલો સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તન પર અંકુશ રાખજો. પરિવારમાં નાની મોટી તકરાર થતી રહેશે. જેટલી ઝડપથી તમે પૈસાની કમાણી કરશો એટલી જ ઝડપથી પૈસાનો ખર્ચ પણ થશે. બિનજરૂરી અને વધારાના સમાન પાછળ ખર્ચ કરશો નહિ.

વૃષભ

ગુરુ તમારી કુંડળીના સાતમા સ્થાને દ્રષ્ટી કરશે. જેના કારણે જે પણ મિત્રો લગ્નઈચ્છુક છે તેમના લગ્ન થશે અને જે મિત્રો કોઈને પસંદ કરી રહ્યા છે તો આ સમય પ્રપોઝ કરવા માટે આ સમય યોગ્ય છે. તો યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિઓની સલાહ સુચન લઈને આગળ વધો. ગુરુની આ સ્થિતિના કારણે તમારા દરેક નવા પ્રોજેક્ટ સફળ રહેશે અને તમારા મનમાં સારા વિચારો આવશે.

મિથુન

આ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ છઠ્ઠા સ્થાને દ્રષ્ટી કરશે જેના કારણે આ રાશિના જાતકોને નાની મોટી શારીરિક તકલીફ રહેશે. આ સમય દરમિયાન મામા સાથે મતભેદ થવાની સંભાવના છે. પ્રેમ ઇચ્છનારા મિત્રોને લોકો પ્રત્યે આકર્ષણ થશે પણ તમારે જોશમાં હોશ ના ખોઈ બેશો તેનું ધ્યાન રાખવાનું છે. આ સમયમાં તમારા સાચા મિત્રો તમારી સાથે આવીને ઉભા રહેશે.

કર્ક

તમારી કુંડળીના પાંચમાં સ્થાન પર ગુરુ દ્રષ્ટી કરશે જેના કારણે પ્રેમીઓ વચ્ચે અણબનાવ બની શકે છે. અમુક મિત્રોને અચાનક ધનલાભ થશે તેવા યોગ છે. જો કોઈ લાંબા ગાળાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારી માટે યોગ્ય છે.

સિંહ

આ રાશિના જાતકોની કુંડળીમાં ચોથા સ્થાન પર ભ્રમણ કરશે જેના કારણે તમારી ભૌતિક સુખ સંપતિમાં વધારો થશે. નવા વાહન લેવાના યોગ બની રહ્યા છે. જે પણ મિત્રોના પરિવારમાં અણબનાવ બનેલો છે તેઓના ઘરમાં શાંતિની સ્થાપના થશે. વેપારમાં વૃદ્ધિ અને યોગ્ય માન સન્માન મળશે.

કન્યા

તમારી કુંડળીના ત્રીજા સ્થાન પર ગુરુ ભ્રમણ કરશે જેના લીધે તમને તમારા સંતાનો તરફથી થોડી મુશ્કેલી આવી શકે છે. જે મિત્રો લગ્ન કરવા માંગે છે તેમને તેમના જીવનસાથીનો ભેટો થશે પણ આ સમયમાં લગ્ન કરવા યોગ્ય નથી. આ સમય દરમિયાન નાની નાની અનેક ધાર્મિક મુસાફરી કરવાની રહેશે.

તુલા

આ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ બીજા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે જેના કારણે તમારા વર્ષો જુના સંબંધો પુરા થશે અને નવા બીજા સંબંધો બનાવી શકશો. ગુરુની પાંચમી દ્રષ્ટી છઠ્ઠા સ્થાન પર પડી રહી છે પરણિત મિત્રોનું મન ચંચળ બની શકે છે. કોઈપણ જાતના વિવાદમાં તમારે પડવાનું નથી. અચાનક ધનલાભ થવાના યોગ છે.

વૃષિક

ગુરુ આ રાશિના જાતકોની કુંડળીમાં લગ્ન સ્થાનમાં પ્રવેશ કરશે. આ સમય પ્રેમ અને વિવાહ ઈચ્છુક મિત્રો માટે યોગ્ય સમય છે. વિવાહ કરવા માટે આ સમય યોગ્ય છે. ભાઈઓ સાથે ધન અને સંપત્તિ બાબતમાં વિવાદ થઇ શકે છે. ઘરમાં નાના બાળકનો જન્મ થવાનો છે જેના કારણે ઘરમાં દરેક સભ્ય ખુબ ખુશ રહેશે. વિદેશ જવા માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે તેમને સફળતા મળશે.

ધન

આ રાશિના જાતકો માટે ગુરુ બારમાં સ્થાન પર ભ્રમણ કરી રહ્યો છે જેના લીધે અમુક મિત્રોને સતત ડોક્ટરની સાથે મુલાકાત લેવી પડશે. આવક કરતા ખર્ચ વધી જશે. દવાઓ પર ખર્ચ વધી જશે. સ્થાયી મિલકતમાં વધારો થશે. લાંબા સમયથી કોઈ વાતને લઈને પરેશાન છો તો તેમાંથી રાહત મળશે.

મકર

તમારા લાભ ભાવમાં ગુરુ સ્થાન લેશે અને તેની દ્રષ્ટી સાતમાં સ્થાન પર હશે જેના લીધે અમુક મિત્રોને સંતાનની પ્રાપ્તિ થશે. લગ્ન ઈચ્છુક મિત્રોના લગ્ન થશે. જો કોઈ નવું કામ શરુ કરવાના હોવ તો હમણાં પુરતું તેને બાકી રાખી દેજો. વિદ્યાર્થીઓને તેમની આકરી પરીક્ષામાં સફળતા મળશે. અમુક કારણોસર તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થશે.

કુંભ

આ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુ દસમા સ્થાને વિરાજશે અને તેની પંચમી દ્રષ્ટી બીજા સ્થાન પર હશે. આ કારણે પરિવારમાં નવા સભ્યો ઉમેરાશે, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. જેના કારણે ઘરમાં દરેક તમારાથી ખુબ ખુશ રહેશે. કોઈ જુના રોગમાંથી મુક્તિ મળશે. માતૃપક્ષ તરફથી તમને સારો સપોર્ટ મળશે.

મીન

તમારા ભાગ્ય સ્થાનમાં ગુરુ ભ્રમણ કરશે અને પંચમી દ્રષ્ટી લગ્ન સ્થાન પર હશે જેના લીધે આ રાશિના જાતકોને માનસિક ત્રાસમાંથી મુક્તિ મળશે. આત્મવિશ્વાસમાં ધરખમ વધારો થશે. મિત્રો તમને સારો સપોર્ટ કરશે. તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે. પ્રેમ પ્રસંગોમાં વૃદ્ધિ થશે. કોઈ અજાણી વ્યક્તિ સાથે ચર્ચામાં કે વિવાદમાં ઉતરવું નહિ.

તમારા બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો. ઈશ્વર તમારી રક્ષા કરે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here