ગોરખા જવાને ટ્રેનમાં માસૂમ છોકરીને ગેંગરેપથી બચાવી-દરેક છોકરાએ વાંચવો જોઈએ આ કિસ્સો

0

એક 35 વર્ષીય સૈનિકે પોતાની બહાદુરીથી 40 સશસ્ત્ર લોકોનો સામનો કર્યો. આ બહાદુર સૈનિકે લોકોને આ લૂંટારુઓથી બચાવી લીધા, પરંતુ એક 18 વર્ષની છોકરીની પણ આ હેવાનોથી રક્ષા કરી. ગુરખા રેજિમેન્ટના આ પૂર્વ સૈનિકે તેની હિંમતથી ફરીએ એકવાર સાબિત કર્યું છે કે સેના દેશનું ગૌરવ છે અને સેનાના જવાનો હંમેશાં તેમના જીવનની બાજી લગાવવા માટે તૈયાર રહે છે, ભલે તે યુદ્ધભૂમિ હોય કે પછી સામાન્ય જીવન હોય.

આ ઘટના એ સમયની છે જયારે વિષ્ણુ શ્રેષ્ઠ નામનો ગોરખા રેજિમેન્ટનો આ જવાન મોર્ય એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. પિતાની જેમ જ વિષ્ણુ પણ દેશની સેવા કરવા માંગતો હતો. 35 વર્ષીય ગોરખા સૈનિક વિષ્ણુ અંધારી રાતે ટ્રેનની બારીમાંથી પસાર થતાં જંગલો તરફ જોઈ રહ્યો હતો. ટ્રેનમાં શાંતિ હતી, પરંતુ આ શાંતિ કોઈ મોટા તોફાનનો સંકેત આપી રહી હતી.

ત્યારે મધરાતે અચાનક જ કોઈ યાત્રીએ ટ્રેનની ચેઇન ખેંચી અને 40 લોકોનું હથિયારબંધ ટોળું ધડાધડ ટ્રેનમાં ચડવા લાગ્યું. તેમના કેટલાક સાથીઓ તો ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યાં હતા, ત્યારે કોઈને ખબર ન હતી કે આ લૂંટારુઓ છે. આ હથિયારબંધ લૂંટારુઓએ ચપ્પુ, તલવાર અને અન્ય હથિયારોથી લોકોને ડરાવીને લૂંટવાનું શરુ કરી દીધું. લૂંટારુઓએ લોકોની ઘડિયાળ અને લેપટોપ લૂંટી લીધા હતા અને તેમને બંધક બનાવ્યા હતા. થોડા જ સમયમાં ટ્રેનનું દ્રશ્ય બદલાઈ ગયું. ટ્રેનના ડબ્બામાં અફરા-તફરી મચી ગઈ. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતા. લૂંટારુઓ વિષ્ણુ પાસે આવ્યા અને તેની પાસેની બધી જ વસ્તુઓ સોંપી દેવા કહ્યું. લૂંટારુઓનું ધ્યાન હટાવવા માટે તેઓ પણ જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા. ત્યારે લૂંટારૃઓએ એક 18 વર્ષની છોકરીને તેને માતા-પિતા સામે હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી.

હવે વિષ્ણુનું લોહી ઉકળવા લાગ્યું હતું. તે હથિયારબંધ લૂંટારુઓ સામે પડ્યો અને ખૂખરીથી લૂંટારુંઓનો સામનો કર્યો. ગોરખા સૈનિક વિષ્ણુ લૂંટારુઓ પર તૂટી પડ્યો છે. તેને આ છોકરીની અસ્મિતાની રક્ષા કરી. જ્યારે લૂંટારુઓ વિષ્ણુ પર એક સાથે તૂટી પડયા તો તેઓ એક મહિલાની આગળ એક ઢાલની જેમ ઉભા રહી ગયા. વિષ્ણુએ પોતાની હિમ્મતથી ત્રણ લૂંટારૂઓને તો ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને આઠ લૂંટારુઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. વિષ્ણુની બહાદુરી જોઈને બીજા લૂંટારુઓ ભાગી ગયા. લૂંટારુઓ સાથે લડાઈ દરમ્યાન વિષ્ણુને ડાબા હાથમાં બ્લેડના ઘાવ પણ થયા હતા. 20 મિનિટનો આ આખો ઘટના ક્રમ કોઈ ફિલ્મના કલાઇમેકસની જેમ ચાલ્યો અને વિષ્ણુએ એક હીરોની જેમ યાત્રીઓનો જીવ અને સામાનની રક્ષા કરી.

સ્ટેશનથી કેટલાક પોલીસ અને આપાતકાલીન કર્મીઓ તૈયાર જ હતા અને તેઓએ ફટાફટ ટ્રેનમાં મદદ પહોંચાડી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડયા હતા. ઘાયલ વિષ્ણુને પણ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, જ્યા તેને ઠીક થતા એક મહિનાનો સમય લાગ્યો. પોલીસે ઘાયલ આઠ લૂંટારૂઓની ધરપકડ કરી અને તેમના પાસેથી ચાર લાખની રોકડ, સોનના હાર, મોબાઈલ ફોન અને લેપટોપ પણ જપ્ત કર્યા.

વિષ્ણુને આ બહાદુરી માટે બે પાદકોથી સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ તેમને ચાંદીની ખૂખરી અને 50 હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ઇનામ ગેંગના સભ્યોને પકડવા પર ઘોષિત કરવામાં આવ્યું હતું. જે છોકરીની અસ્મિતાની રક્ષા વિષ્ણુએ કરી, તેને પણ એક મોટી રકમ વિષ્ણુને આપવાની ઘોષણા કરી, પરંતુ વિષ્ણુએ એ કહીને લેવાનો ઇન્કાર કર્યો કે એક સૈનિકની ફરજ દુશ્મનોનો મુકાબલો કરવાની હોય છે અને એક સૈનિક તરીકે મેં મારી ફરજ બજાવી છે. એક મનુષ્ય હોવાના નાતે પણ મેં મારુ કર્તવ્ય કર્યું છે.

વિષ્ણુએ પોતાની બહાદુરી અને ફરજથી એ સાબિત કર્યું છે કે દેશના વીરો હજુ પણ મા ભારતી અને અહીંની મહિલાની રક્ષા માટે તટપર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here