3 કરોડના ઘરમાં રહેવાવાળી માલકિન રોડ પર લગાવે છે છોલે કુલચેની લારી, વાંચો ગજબ સ્ટોરી

0

છેલ્લા થોડા સમયથી ગુડગાંવના સેક્ટર 14નું માર્કેટ સ્ટ્રીટ ફૂડ ખાવાવાળાઓ માટે એક પ્રખ્યાત જગ્યા બની ગઈ છે. જેનું કારણ છે અહીંના છોલે કુલચેની લારી. તમને વિચાર આવશે કે આ લારીમાં એવું શું ખાસ છે? પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ લારી સેક્ટર 17માં પરિવાર સાથે રહેતી ઉર્વશી નામની એક મહિલા ચલાવી રહી છે જે પોતે થોડા સમય પહેલા સુધી આવી જ લારીઓની ગ્રાહક હતી. એનાથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે તે 3 કરોડના ઘરમાં રહે છે અને તેની પાસે 2 એસયુવી છે. વિચારવા જેવી વાત તો એ છે કે તેમ છતાં પણ એ લારી કેમ ચલાવે છે?

વાત એમ છે કે ઉર્વશીના પતિનો અકસ્માત થયો જેના પછી ડોક્ટરોએ જણાવી દીધી હતું કે તેઓ કદી પણ પથારીમાંથી ઉભા નહિ થઇ શકે. અને તેમના પરિવારના મુખ્ય વ્યક્તિ તેના પતિ જ હતા જેમની કમાણીથી ઘર ચાલતું હતું. એ પોતે એક શિક્ષિકા હતી અને તેમના બાળકો ગુડગાંવની મોટી શાળામાં ભણતા હતા. પરંતુ તેમને એવું લાગ્યું કે તેમની કમાણીથી ઘર નહિ ચાલી શકે અને હવે બાળકોને પણ આર્થિક તંગીના કારણે બીજી શાળામાં મૂકવા પડશે. ત્યારે તેમને વિચાર્યું કે પોતાનું જ કામ શરુ કરે, કારણકે તે કોઈની પાસે પણ મદદ માંગવા ન ઇચ્છતી હતી. ત્યારે તેને છોલે કુલચેની લારી શરુ કરી. એમ પણ તેને ખાવાનું બનાવવું ખૂબ પસંદ છે.
ઉર્વશી જણાવે છે કે તેને આ વિચાર ત્યારે આવ્યો જયારે તે પોતાના પતિ માટે દવા લેવા ગઈ હતી અને તેને રસ્તાના કિનારે લારી જોયી. એ લારીવાળા સાથે વાત કરી અને તેને લાગ્યું કે તેને પોતાનુ કામ શરુ કરવું જોઈએ.
બધો જ હિસાબ માંડ્યા પછી ઉર્વશીને લાગ્યું કે તેના પગારમાંથી લારી ખરીદી શકે એમ છે અને કામ શરુ કરી શકે એમ છે. ઉર્વશીના પતિએ તેનો સાથ આપ્યો પરંતુ તેના સસરા, તેના બાળકોએ ને તેના પરિવારના અન્ય સદસ્યોને તેનો આ વિચાર પસંદ ન પડ્યો. પરંતુ તેને પોતાના આ વિચારનો અમલ કરવાનું નક્કી કરી લીધું.
શરૂઆતમાં ઉર્વશી માટે આ ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. એ જણાવે છે કે તે એક પણ મિનિટ એસી વગર રહી શકતી નહિ પરંતુ તેને પોતાના ગ્રાહકો માટે તડકામાં ઉભા રહીને છોલે કુલચા બનાવવા પડ્યા હતા.

તેમનું કામ ઠીક-ઠીક ચાલી રહ્યું હતું પરંતુ એક ફેસબૂક પોસ્ટ તેમનું જીવન જ બદલી નાખ્યું. એક વ્યક્તિએ તેમની આ દુઃખભરી વાત ફેસબૂક પર પોસ્ટ કરી હતી જે વાયરલ થઇ હતી. જેનાથી તેને ઘણો ફાયદો થયો અને તેની લારી પર ગ્રાહકોની ભીડ લાગી ગઈ.
ઉર્વશી જણાવે છે કે તેના સસરાને પણ હવે તેના પર ગર્વ છે. એનાથી પણ વધુ તેને પોતાના પાર ગર્વ છે કે તેને ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવું કઈ કરશે. હાલ હવે તેને કોઈ આર્થિક તંગી નથી પરંતુ એ નથી ઇચ્છતી કે તેના બાળકોના ભવિષ્ય પાર કોઈ પણ મુશ્કેલી આવે.
અંગ્રેજીમાં વાત કરવાવાળી ઉર્વશી સવારે સાડા આઠ વાગે લારી શરુ કરે છે અને સાંજે સાડા ચાર વાગે પોતાના કામથી ફ્રી થાય છે. ઉર્વશી રોજના 2500થી 3000 રૂપિયા કમાય છે. જેનાથી તે ખૂબ જ ખુશ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here