ભસ્માસુરથી બચવા અહી છુપાયા હતા શિવજી,આજ પણ છે પગનાં નિશાન – વાંચો આજે આ જગ્યા વિશે

0

જો આપ ધાર્મિક યાત્રામાં એડવેંચર અને ઈકો ટુરીઝમનું પણ લુફ્ત ઉઠાવા માગતા હોય તો ગુપ્તેશ્વરથી સારી જગ્યા કદાચ જ મળે.છતીસગઢનાં જગદલપુર અને ઓડિશાનાં કોરાપુટ જિલ્લાની સરહદ પર રામગિરી પર્વત શ્રૃંખલાનાં ગુપ્તેશ્વર પહાડ પર સ્થિત ગુફાની અંદર વિશાળકાય શિવલીંગ અને એ પહાડની છત પરથી ટપકતી પાતાળગંગાનાં નિર્મળ જળરાશિથી મન કોઇ બિજી દુનિયામાં પહોચી જાય છે અન સફરનો થાક દૂર થઈ જાય છે.છતીસગઢની રાજધાની રાયપુરથી ૩૦૦ કિમી દૂર સંભાગ મુખ્યાલય જગદલપુરથી લગભગ ૭૫ કિમી દૂરી પર સ્થિ ગુપ્તેશ્વરની સફરમાં ખૂબ રોમાંચ ભરેલો છે.

જગદલપુર -વિશાખાપટ્ટનમ હાઈવે પર ૨૨ કિમી દૂર ધનપુંજી ગામ પાસેથી અહી જવા માટે કાચો રસ્તો પસાર થાય છે.આ માર્ગ પર લગભગ ૩૫ કિમી દૂર વનગ્રામ તિરિયા પહોચ્યા બાદ રોમાંચક સફર શરૂ થઈ જાય છે.અહી વનવિભાગનું નાકુ તથા વિશ્રામ ભવન છે. જ્યાં પંજીયન પછી જ શ્રધ્ધાળય આગળ વધી શકે છે.સર્પિલિ ધૂળભરી જંગલની સડકો, રસ્તાના બન્ને બાજુ સાલ-સાગૌનનાં એવા ગાઢ જંગલો કે સૂરજની રોશની પણ ચીરીને નથી આવતી,વેરાન ૧૭ કિમી એડવેંચર ફોરેસ્ટમાં સફર પછી આવે છે ચટ્ટાનો પર ચિંધાડતી-દહાડતી શબરી નદી આવે છે.અહી સુધી જ ચાર પૈડા વાળા વાહનોથી પહોચી શકાય છે.
અહીથી વિશાળ ચટ્ટાનો પર વાંસની બનેલી ચટાઇ પર પસાર થતા લાંબી કતારોમાં બોલ બમનાં નારા લગાવતા નદી પાર કરવી અોછી રોમાંચકારી નથી.નદીને ઓલી પાર ઓડિશાની પહાડી શ્રૃંખલાની હરિતાળી મન મોહી કે છે. અહી પહાડથી બે કિલોમીટર દૂર સુધી ચાલવા પર ગુપ્તેશ્વરનાં પહાડી વિહંગમ દ્રશ્ય સામે આવે છે.૧૭૦ પગથિયા ચડીને મંદિર પહોચી શકાય છે જ્યાં પહાડની અંદર ગુફામાં ભારતનાં વિશાળ શિવલીંગોમાંનું એક બાબા ગુપ્તેશ્વર અવસ્થિત છે.આ માર્ગ પર શિવરાત્રી અને ગરમીનાં મોસમમાં જ જોઇ શકાય છે.શિવરાત્રી આવવાથી વનવિભાગ ફરીથી વાંસની ચટાઈનો રસ્તો તૈયાર કરે છે.ત્યાંજ વર્ષનાં બાર મહિના હાઇવે પર ઑડિશાનાં જૈપુરથી ૬૦ કિમીની દૂરી પાર કરી ગુપ્તેશ્વર પહોચી શકાય છે.

શિવરાત્રીમાં ભરાય છે વિશાળ મેળો ગુપ્તેશ્વરમાં આમ તો વર્ષભર શ્રધ્ધાળુનું આવન જાવન લાગેલુ રહે છે પણ શ્રાવણના સોમવાર અને મહાશિવરાત્રી દરમિયાન અહીં લાંબી લાઈનો લાગે છે.શિવરાત્રીમાં મેળો એક સપ્તાહ સુધી ભરાય છે.ઑડિશા,છતિસગઢના સિવાય આંધ્ર તેમજ અન્ય રાજ્યોથી પણ શ્રધ્ધાળુ મોટી સંખ્યામાં અહી પહોચે છે.આ પ્રાકૃતિક શિવાલયની વાસ્તુકારી પણ બેજોડ છે જેને ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવાયાની માન્યતા છે.
કિવદંતી આ પણ છે કે ભસ્માસુરથી બચવા માટે શિવજીએ બ્રાહ્મણનાં રૂપમાં અહી શરણ લીધુ હતુ.શિવજીનાં પગ ચિન્હ પણ ગુફામાં છે. આ કેટલુ જુનું છે તેના વિશે કોઈ નથી જાણતુ.આ શિવાલયમાં ભગવાન ભોળાનાથને ચોખાનો પ્રશાદ ચડે છે.દર્શન કર્યા બાદ ગરીબ બ્રાહ્મણોને ચોખાનું દાન કરવાની પ્રથા છે જેના માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણ અહી પહોચે છે અને શિવરાત્રીનાં દિવસર એમની પાસે એકથી દોઢ ક્વિંટલ ચોખા ભેગા થઈ જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here