જો “ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ” મૂવી જોવાનું બાકી હોય તો પેહલા આ રિવ્યૂ વંચી લેજો

0

ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ દર્શકોના દિલ પર છવાઈ ગઈ ..હ્યુમર અને હાસ્યનું પરફેકટ કોમ્બીનેશન

મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ ગઈકાલે શુક્રવારે રાજયભરના સિનેમાઘરોમાં રીલીઝ ઈ ગઈ અને ગુજ્જુભાઈ સીરીઝની આ ફિલ્મ રીલીઝ વા વેંત ચાહકોના દિલ પર છવાઈ ગઈ. વર્તમાન સમયમાં હાસ્ય મુશ્કેલ બન્યું છે ત્યારે ગુજ્જુભાઈ તરીકે સિર્ધ્ધા રાંદેરીયાએ હંમેશની માફક પ્રશંસાને પાત્ર અભિનય કર્યો છે. લોકોની રિવ્યુ પણ ખૂબજ પોઝીટીવ છે.

ખાસ્સા બે વર્ષ અને પાંચ મહિનાના લાંબા ઈન્તઝાર બાદ આ ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ આવી છે. તેમાં હ્યુમર અને હાસ્યનું કોમ્બીનેશન છે.

નિર્દોષ કોમેડી કોને કહેવાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજ્જુભાઈ સીરીઝની ફિલ્મો.

ફિલ્મકારે ફિલ્મની સ્ટોરીને ફલેશબેકમાં મુકીને સુઝબુઝ દાખવી છે. ફિલ્મની સ્ટોરી કંઈક આવી છે. ૫૬ વર્ષીય અરવિંદ દિવેટીયા અને તેમનો દિકરો ખગેશ મોટાભાગે તેમના ભૂલોને કારણે કોઈને કોઈ મુશ્કેલીઓનો શિકાર બનતો રહે છે. બધુ વ્યવસ્તિ ચાલતું હોય છે ત્યાં એક દિવસ તેઓ ખોટા રસ્તા ઉપર નીકળી જાય છે. ત્યાં લોકો તેને સીક્રેટ એજન્ટ માની બેસે છે.

આ ગુંચવણમાંથી નીકળવામાં તેમનો સામનો અનેક હાસ્યપ્રદ પ્રસંગો થાય છે.

ફિલ્મની પંચ લાઈનો તમને હસવા મજબૂર કરે છે. દા.ત.અમે નાગડા ટાવર્સમાં રહીએ છીએ, ટાવર્સમાં નાગડા નથી રહેતા. આવી અનેક પંચ લાઈનો આમા છે.

ફિલ્મના ડાયલોગ અમેઝીંગ છે કેમ કે તેમાં કોમીક પ્લોટ છે. ટૂંકમાં ડાયરેકટર, રાઈટર ઈશાન રાંદેરિયાએ માણવા લાયક ફિલ્મ બનાવી છે.

આ મુવી તમને ફન રાઈડ કરાવે છે. પરિવાર સો જોવા જેવી છે. ફિલ્મનું મ્યુઝીક પણ માણવા જેવું છે.

ગુજ્જુભાઈ ઝુલે છે, તે ગીત કર્ણપ્રિય છે. જો કે ફિલ્મના ગીતને લીધે તેની લેન્થ થોડી લંબાઈ ગઈ છે. ટૂંકમાં વિક એન્ડમાં સાગમટે ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ જોઈ નાખો.

Via Jobaka

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.