લોક લાડીલી કિંજલ દવે પોતાના ભાઈ સાથે ફટાકડા ફોડી, ઉજવ્યો રોશનીનો ત્યોહાર દીવાળી …. જુઓ ફોટા

0

આજ કાળ ઘરે ઘરે લોકપ્રિય બનેલી ને ગુજરાતની કોયલ તરીકે જાણીતી કિંજલ દવે એ સૌને તેની શોસિયલ મીડિયાની વિલ પર દિવાળીની શુભકામના આપતો ને પોતે દિવાળી ઉજવી રહી છે તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં કિંજલ તેના ભાઈ આકાશ સાથે મળીને દિવાળીના તહેવારને મન મૂકીને માણતી ને ફટાકડા ફોડતી જોવા મળી છે.

અમુક ફોટા પણ વાઇરલ થયા છે જેમાં કિંજલે સાડી પહેરી ચ્ગે અને દિવાળીની શુભેચ્છા સૌને આપી રહી છે. એ ફોટામાં તે તેના ભાઈ સાથે જ નજરે પડી હતી.
કિંજલ દવે એ આ દિવાળીમાં ભારતીય સ્ત્રીની જેમ પરંપરાગત સાડી પહેરી હતી અને ભારે ઘરેણાંથી સજ્જ ને મેકપમાં જોવા મળી હતી.

હાયન બાદ હાથ અજમાવ્યો એક્ટિંગમાં :

કિંજલ દવેએ હવે એક્ટિંગ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે, ટૂંક સમયમાં જ તેની પહેલી ફિલ્મ ‘દાદા હો દીકરી’ થિયેટરમાં જોવા મળશે. જેમાં કિંજલે એક્ટિંગ તો કરી જ છે સાથે સાથે ગીતો પણ ગાયા છે અને એક્ટિંગમાં ઘણા એક્શન સીન પણ આપ્યા છે. કિંજલ દવે આ ફિલમમાં તમને નવા જ રૂપ રંગમાં જોવા મળશે,
તેની આવનારી ફિલ્મના ગીત માનું રબારીએ લખ્યા છે. અને ડિરેક્ટર તરીકે અઝીઝ ખાન છે.
કિંજલની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવે છે જે મૂળ પાટણના છે અને હાલ અમદાવાદ ખાતે રહે છે.

કિંજલના પિતા વ્યવસાયે હીરા ઘસું છે અને તેમણે ગીતો લખવાનો પણ ખૂબ જ શોખ છે. નાની ઉંમરે જ કિંજલે ગાયકીને અજમાવી દેશ વિદેશમાં ખૂબ પ્રસિદ્ધ થઈ છે.
Author : GujjuRocks Team

આવનારી ગુજરાતી ફિલ્મો વિષેની માહિતી અને રેટિંગ તથા રીવ્યુ વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here