ગુજરાતનું એક એવું ફાટક, જ્યાં એકેય ટ્રેન નથી આવતી છતાં રોજ 45 મિનિટ માટે બંધ થાય છે…. જાણો

0

ગુજરાતમાં આવેલું આ માત્ર એક એવું પ્લેટફોર્મ છે. જ્યાં ટ્રેન તો નથી આવતી પણ ફાટક બંધ કરવામાં આજે પણ આવી રહ્યું છે. આજુબાજુના લોકો પણ ફાટક કેમ બંધ કરવામાં આવે છે એના વિષે હજુ સુધી સમજી નથી શક્યા. જ્યારે સ્થાનિકો પણ આ ફાટક બંધ થવાથી ખૂબ પરેશાન છે. કેમકે ફાટક પાંચ દસ મિનિટ માટે બંધ નથી રાખવામા આવતું. આ ફાટકને પૂરા 45 મિનિટ માટે બંધ રાખવામા આવે છે. જેના કારણે લોકોને અવર જવર બંધ કરવી પડે છે, જ્યાં સુધી ફાટક ન ખૂલે ત્યાં સુધી.

જાણો આ ફાટક ક્યાં આવેલું છે તેનાં વિષે :

આ ફાટક અમરેલીમાં લાઠી રોડ પર આવેલું છે. અહીના લોકો પણ આ ફાટક બંધ થવાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ને ઘણીવાર લેખિતમાં આ બાબતે વિરોધ દર્શાવતી અરજીઓ પણ કરવામાં આવે છે. પરંતુ આ બાબત વિશે રેલવે એ કોઈ જ પગલાં લીધા ન હતા.

એવામાં અમરેલી જિલ્લાના રેલવે સ્ટેશન માસ્તરે એવું જણાવ્યું હતું કે આ રેલવેનો નિયમ છે. જો કોઈ ટ્રેન પસાર થવાની હોય ને તેનાં નક્કી કરેલા અંતર સુધીમાં ફાટક આવતું હોય તો ફરજિયાત બંધ કરવું. તો જ ટ્રેનને આગળ જવા માટે સિગ્નલ મળે છે. એટ્લે આ બાબતે રેલવેના નિયમ વિરુદ્ધ કાઇ કરવું શક્ય નથી.
આમ જોઈએ તો અમરેલી જીલ્લામાં રેલવે લાઇન શહેરની વચ્ચોવચ થઈને જ પસાર થાય છે. એટ્લે જેટલા પણ ફાટકો છે એ બધા જ બંધ કરવાની ફરજ પડે છે. પણ અહીં ફાટક બંધ કરવામાં આવે છે જ્યાંથી ક્યારેય કોઈ ટ્રેન પસાર થાતી જ નથી. એમાનું આ લાઠી રોડ પર આવેલું આ એક ફાટક છે જ્યાં ટ્રેન નથી આવતી પણ ફાટક બંધ કરવાની ફોર્માલિટી જરૂર કરવામાં આવે છે.

રોજ આવી રીતે જ ફાટક બંધ થવાને લીધે બાળકો સમયસર સ્કૂલ નથી પહોંચી શકતાં જેના કારણે એમના ભણતર પણ પર અસર પડે છે. તો નોકરિયાત વર્ગ સમયસર ઓફિસ નથી પહોંચી શકતાં જેના કારણે એમની નોકરી પર અસર થઈ રહી છે. એવામાં સમય કરતાં વહેલું પહોંચી જવું પડે છે,જેના કારણે સમયનો પણ ખોટો વ્યય થાય છે.

પહેલા આ જ ફાટકની રેલવે લાઇન પરથી ટ્રેન ઘણી પસાર થતી જ હતી. પરંતુ જ્યારથી બ્રોડગેજ રેલ લાઇનનુ કામ શરૂ થયું છે ત્યારથી અહિયાંથી એકેય ટ્રેન પસાર થઈ નથી. એક પ્રશ્ન એ પણ છે કે જો ટ્રેન પસાર જ નથી થઈ રહી તો પછી ફાટક બંધ કેમ ? એવું કેવું કે ટ્રેન પસાર થાય એટલે થોડા અંતરમાં જેટલા પણ ફાટક આવે એ બધાને ફરજયાત બંધ કરી દેવાના. શું તમને નથી લાગતું કે રેલવેના આ નિયમો વિચિત્ર છે ?

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here