સૌરાષ્ટ્રનું એવું ગામ જ્યાં આજે પણ છે “રામરાજ્ય”, વાંચીને ગર્વ થશે..આ ગામમાં કોઈ ઘરને તાળું મારતું નથી, બપોરે દુકાન મૂકીને વેપારી જમવા જાય છે

0

આજે આપણે ગુજરાતનાં એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ. જે ખરેખર ગુજરાતનું અનન્ય ગામ છે. આ ગામ વિષે જેટલી વાત કરીએ તેટલી ઓછી પડે. આ ગામ એ સૌરાસ્ટ્રના રાજકોટ થી થોડે દૂર આવેલું છે. આ ગામનું નામ છે રાજ સમઢીયાળા, દૂરદર્શન પણ આ ગામની ડોક્યુમેન્ટરી ચાર વખતથી પણ વધારે વાર આવી ગઈ છે. એ ઉપરાંત આ ગામ એક સુરભી નામની સિરિયલ આવતી હતી. એમાં પણ ચમકી ગયું છે. તો ચાલો આજે જાણીએ આ ગામના ગર્વિલા ઇતિહાસ વિષે.
જો તમે પણ એકવાર આ ગામની મુલાકાત લો તો કા તમને આ ગામ રામની નગરી લાગે અથવા તો કાન્હાનું ગોકુળ મથુરા. એમ કહીએ તો પણ નવાઈ તો ન જ કહેવાય. આ ગામને જોતાં જ શનિ સિંગલાપૂર યાદ આવી જાય. આખા ગામમાં આજે પણ કોઈના ઘરે તાળાં નથી મારતા. કે આખા ગામની અંદર જેટલી પણ દુકાનો છે ત્યાં બપોરે પણ દુકાનદાર જમવા જાય તો સાવ ખુલ્લી જ મૂકી ને જમવા બિન્દાસ જતાં રહે છે. આ ગામમાં રહેતા લોકોને પોતાના ગામવાસીઓ ઉપર ભરપૂર વિશ્વાસ છે. આ ગામમાં ક્યારેય કોઈ એવા બનાવ નથી બનતા કે જેના કારણે કોઈ પોલીસ કેસ કે કોર્ટ કેસ થયા હોય. અહીના રહેવાસીઓ ખૂબ જ સજ્જન ને સમજદાર છે. જો બપોરે બપોરે દુકાનદાર ન હોય ને આ ગામમાંથી જ કોઈને વસ્તુની પણ જરૂર પડે છે તો દુકાનદાર ને ગોતવા જવાની કે રાહ જોવાની બિલકુલ જરૂર નથી. એને એની જાતે જ જોઈતી વસ્તુ લઈ લેવાની અને પૈસા જેટલા થતાં હોય એ ત્યાં રાખેલ પેટીમાં મૂકી દેવાના. છે ને જોરદાર સિસ્ટમ ?

ઉપરાંત અત્યારે તમે જોશો કે મોટા મોટા સીટીમાં ગુટખા પર પ્રતિબંધના હોલ્ડરો લાગેલા હોય છે. મોટા મોટા ભાષણો સભા યોજી આપવામાં આવે છે ને શપથ લેવાતા હોય છે ને પછી આવે છે પ્રેસનોટમાં. પણ આ ગામમાં એવું કશું નથી નથી કોઈ પોસ્ટરો ગુટખા વિરોધી કે નથી કોઈ સભા યોજાતી તો પણ આ ગામની એકેય દુકાનમાં તમને કોઈ ગુટખાની પડીકી પણ નહી મળે. આ ગામના ગમવાસીઓએ સ્વેચ્છાએ જ ગુટખાનો ત્યાગ કર્યો છે ને આ ગામમાં તો કોઈ ગુટખા ભૂલથી પણ તોડે નહી. આ ગામમાં ગુટખા વેચવા પર જ પ્રતિબંધ છે. આ ગામની અંદર રાશનની સસ્તા ભાવની દુકાન છે તો ત્યાં પણ લોકો એમની જાતે જ બધુ લઈ લે છે. કોઈ આપતું નથી ને કોઈને લાઇનમાં પણ નથી ઊભું રહેવું પડતું.
એવું કહેવાય છે કે આ ગામમાં એકવાર ચોરી થઈ હતી. તો આખા ગામના લોકોએ મળીને એ ચોરીની રકમ ચૂકવી આપી હતી. આ આખા ગામને આવું ગોકુળ ગામ બનાવવાનો શ્રેય આ ગામના જ એક યુવાન હરદેવસિંહ જાડેજાને મળવો જોઈએ. કેમકે આ ગામ પણ બધા ગામ જેવુ જ સાધારણ ગામ હતું. આ ગામના લોકોની વિચારસરણીમાં પરીવર્તન હરદેવસિંહની મહેનતના કારણે આવ્યું છે. આ એમ.એ સુધી અભ્યાસ કરેલા અને એસ.આર.પી નો હિસ્સો બનેલા આ યુવાનના પગલે પગલે જો આપણો દેશ ચાલે તો ફરી આ ભારત દેશ સોનાની ચિડિયા બની શકે છે. એમાં કોઈ શક નથી.
હરદેવસિંગ જાડેજાના  વિચારો પહેલાથી જ અલગ હતા. એટ્લે તેમણે નક્કી કર્યું કે મારે મારા ગામને અલગ મંજિલ બતાવવી છે 1978 માં તેમણે એસ.આર.પીની નોકરી છોડી અને ગામના સરપંચ બન્યા. ત્યારે આ ગામમાં બધા જ દૂષણો હતા. જો કોઈ કચરો ફેંકે કે ધરું પીવે અથવા જુગાર રમે તો વ્યક્તિ દીઠ પૂરા 30000 નો દંડ વસૂલવાનું નક્કી કર્યું. અને ગામ લોકોનો સાથ સહકાર મળ્યો. આજે એ વિચારધારાથી આ ગામ ભારતનું એકમાત્ર વ્યસનમુંકત ગામ બની ગયું છે. આ ગામમાં કોઈ ભૂવા કે તાંત્રિક વિધી વિધાનમાં નથી માણતું કે કોઈ દીકરી દીકરા પ્રત્યે ભેદભાવ નથી સમજતા.
આ ગામમાં બાગ બગીચા છે. ફરતા વૃક્ષો છે ને  વરસાદના વહી જતાં પાણીને રોકવા ગામની ફરતે ઠેર ઠેર પાળા બંધાવ્યા છે. ને ફરતે વૃક્ષો વાવવામાં આવ્યા છે, આ ગામની વસતી 2 હજાર કરતાં પણ ઓછી છે. અહીંયા નાત જાતના ભેદભાવ નથી. આ ગામનો હરિજનવાસ પણ કોઈ મોટા આવાસ જેવો લાગશે. આ ગામમાં ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ ગામમાં ક્યારેય પાણીની અછત નથી પડતી. દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ અહીંયા પાણી પુષ્કળ વહેતું હોય છે. આ ગામમાં શાકભાજી થી લઈને બધુ જ ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે. આ નાનકડા ગામમાં અધતન ચેકડેમ પણ બનાવવામાં આવ્યો છે. આ ગામમાં પગ મૂકતા જ તમને એવું લાગશે કે આ ગામનો કાયદો ને કાનૂન અલગ છે.

હરદેવસિંહની મહેનતના કારણે આ ગામ પાસે પોતાનું સ્ટેડિયમ છે. જેમાં સ્થાનિકોએ ભેગા મળીને સ્ટેડિયમ બનાવવા માટે જમીન આપી છે. આ ગામમાં બધી જ પ્રાથમિક સગવડતા છે. આખા ગામમાં અત્યારે પાકા રસ્તા છે. આ ગામના આ સરપંચે એવો નિર્ધાર કર્યો છે કે આ ગામમાં પૂરા એક લાખ ઝાડ વાવવા. જો કે 30000 જેટલા તો વવાઇ ગયા છે.

આ ગામનું જોઈને આજુબાજુના ગામવાળાએ પણ એવો નિર્ધાર કર્યો છે કે આ ગામના પગલે ચાલવું. અને ચાલી પણ રહ્યા છે, આજુ બાજીના ગામના લોકોએ નક્કી કર્યું છે કે હવેથી આ બાજુના ગામમાં કોઈ સરપંચની ચૂંટણી નહી થાય પણ પસંદગીની ચૂંટણી થશે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here