ગુજરાતની સૌથી ફેમસ સિંગર કિંજલ દવેનો નવો લુક અને ગીત જોયું? આવી તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય

0

કહેવામાં આવે છે કે સફળતા પોતાની જાતે ઘરના દ્વારે નથી આવતી તેના માટે સતત પરિશ્રમ અને સંઘર્સ કરો પડતો હોય છે. સાથે જ કાઈક હાંસિલ કરવા માટે કાઈક ખોવું પણ પડતું હોય છે. દોસ્તો, સતત પરિશ્રમ કરનારાઓ ભલે તે પોતાના શરૂઆતી દિવસોમાં ઠોકરો ખાતા હોય અને ડગલે ને પગલે અણીદાર કાંટાઓનો સામનો કરવો પડતો હોય પણ કામીયાબી એકના એક દિવસ તેમને જરૂર મળે છે. ભગવાન પણ ક્યા સુધી મહેનત કરાવશે એક દિવસ તે જ આપળા આ પરિશ્રમના કાંટા ભરેલા રસ્તા પર ચાલતા ચાલતા ક્યારે તે કાંટા રૂપી માર્ગને ફૂલ રૂપી માર્ગ બનાવી દેશે એટલે કે કામીયાબીની મંજિલ સુધી લઇ જાશે તેની જાણ પણ નહિ થાય. માટે પરિશ્રમ કરતા રહો સફળતાને તમારા દરવાજે આવવું જ પડશે.

દોસ્તો, જો કે આપળે તો ઘણા એવા કામિયાબ વ્યક્તિની જીવન ગાથા અને તેના શરૂઆતનાં સંઘર્ષ ભર્યા દિવસોને જાણતા હશું. અવાર નવાર આવા લોકોની બાબતો મીડિયા, સમાચાર વગેરે મારફતે સાંભળવામાં આવતી હોય છે. પણ એવી જ એક આપળી ગુજરાતી ખુબ નાની વયની યુવતી, જે હાલ એક કામીયાબીના શિખર પર પહોંચી ચુકી છે પણ તેના શરુઆતના કઠીન ભર્યા દિવસો પણ કાઈ ઓછા ન હતા. અમે વાત કરી રહ્યા છીએ ગજરાતી ગાયનની ફેમસ સિંગર ‘કિંજલ દવે’ ની.

દોસ્તો કિંજલ દવે નો તો તમે જોયેલી જ છે પણ હાલ તેનો કાઈક નવો લુક સામે આવ્યો છે. જે તમે આજ સુધી ક્યારેય નહિ જોયો હોય.

આજે હર કોઈ કિંજલ દવે ને જાણે છે. થોડા અમય પહેલા તેમનું રીલીઝ થયેલું ગીત, ‘ચાર ચાર બંગળી વાળી ગાડી’ ને લઈને પુરા ગુજરાતમાં નામના પ્રાપ્ત કરનારી કિંજલ દવે આજે કામિયાબી નું આસમાન ચૂમી રહી છે. સાથે જ દેશ-વિદેશોમાં પણ અનોખી ઈમેજ કાયમ કરી હતી. પણ એક સામન્ય માણસની જેમ તેઓના પરિવારના દિવસો પણ કઠીનાઈથી ભરેલા હતા.

ત્યાર બાદ કિંજલ દવેનું ‘અમે ગુજરાતી લેરી લા લા’ પણ ખુબ ફેમસ બન્યું હતું. તમને જણાવી દઈએ કે કિંજલ દવે માત્ર આજ કાલ થી નહી પણ ખુબ નાની ઉમરમાજ ગુજરાતી ગીતો ગાવાનું શરુ કરી દીધું હતું. આ પ્રેરણા તેમને તેના પિતા લાલજીભાઇ દવે દ્વારા પ્રાપ્ત થઈ હતી. સાથે જ લાલજીભાઇ દવેનાં મિત્ર મનુભાઇ રબારીનો પણ ખુબ મોટો ફાળો છે. મનુભાઈ રબારી  પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટું નામ ધરાવે છે અને ચારેક હજાર ગીતો તેણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીતનાં લેખક પણ પોતેજ છે.

જો કે પેશાવર કિંજલ ના પિતા હીરા ઘસવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ સાથે જ તેમને પહેલેથી સંગીત સાથે રૂચી હતી. કેમકે તે પોતાના મિત્ર  મનુભાઇ રબારી સાથે ગીતો લખવામાં મદદ કરતા હતા ત્યારથી તેમને પણ સંગીતનો ચસ્કો લાગી ગયો હતો. લાલજીભાઈ નાના નાના કાર્યક્રમોમાં, ભજનો, ડાયરાઓ વગેરેમાં ગીતો ગાતા અને આજીવિકા કમાતા હતા. કિંજલ ને પણ પોતાના પિતાનું આ જ્ઞાન લાગુ પડી ગયું. તે પણ પોતાના પિતાની સાથે ઘણા કાર્યક્રમોમાં ગીતો ગાવામાં જોડાતી હતી સાથે જ ગરબીઓમાં પણ ગીતો ગાતા જોવા મળતી હતી. ત્યારથી કિંજલ ને પણ સંગીતમાં વધારે રૂચી જાગી અને સંગીતમાં જ આગળ વધવાનો વિચાર કરી લીધો હતો.

લાલજીભાઈ દવેની આર્થિક સ્થિતિ ખુબ કફોડી હતી. માટે તે હીરા ઘસવાની સાથે સાથે ગીતો ગાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. માત્ર કમાવા માટે ગીત ગાતા લાલજીભાઈ કયારે આ ક્ષેત્રમાં આગળ વધવા લાગ્યા અને નામના કમાવા લાગ્યા તેની ખબરજ ના પડી.

કિંજલ પણ પોતાના પિતાની જેમ મહેનતુ યુવતી સાબિત થઈ છે. તેમણે પણ માત્ર 18 વર્ષની ઉમરમાજ ખૂન નામના પ્રાપ્ત કરી લીધી છે. સાથે જ તેમના 100 જેટલા આલ્બોમ પણ રીલીઝ થઈ ચુક્યા છે. જેમાનું સૌથી ફેમસ બન્યું હતું જે સૌ કોઈ જાણે છે, ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી…’

નાનપણથીજ કિંજલ દવેનો સંગીત સાથેનો પ્રેમ તથા સંગીત પ્રેમી તેમના પિતા લાલજીભાઈ દવેની પ્રેરણાને લીધે આજે કિંજલ ખુબ આગળ નીકળી ગઈ છે. સાથે જ હાલના દિવસોમાં કિંજલે ઓસ્ટ્રેલીયા, લંડન વગેરે જેવા વિદેશી દેશોની ભૂમિ પર પણ આપળા ગુજરાતીઓ સામે ગીતો ગાઈને વિદેશની ભૂમિને પણ ધ્રુજાવી નાખી હતી.

અહી આપેલા એક નવા ગીતના વિડીયામાં કિંજલ દવે એક નવાજ લુકમાં જોવા મળશે.

જુઓ વિડીયો….

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!