ગુજરાતના દરિયા કિનારે આવી ચડ્યા અણધાર્યા મહેમાન, દિલધડક Photos જુવો

0

દુનિયામાં ઘણી એવી અણધારી ઘટનાઓ બનતી જોવા મળતી હોય છે. જેમાંની અમુક નુકસાનકારક તો અમુક ફાયદેમંદ હોય છે, જ્યારે અમુક ઘટનાઓથી કોઈ જ ફર્ક પડતો ન હોય. આવી ઘટનાઓ જયારે કસમયે અને અણધારી આવી જતી હોય ત્યારે લોકો અચંબામાં મુકાઈ જતા હોય છે. એવી જ એક ઘટના હાલનાં દીવસોમાં દક્ષીણ ગુજરાતના આ દરિયા કિનારે બની હતી. આ ઘટના જોઇને ત્યાના લોકો ખુબ ઉત્સાહી બની ગયા હતા સાથે જ આસપાસના લોકો પણ આ ઘટના જોવા માટે આવી પહોંચ્યા હતા.

ઘટના કઈક એવી હતી કે દક્ષીણ ગુજરાતનાં કોસંબા લાઈટ હાઉસ(દીવા દાંડી) કિનારા પર ગુરુવારે ડોલ્ફીન માછલીનું જુંડ સમુદ્ર કિનારા પર જ નજરમાં આવ્યું હરું. સમુદ્રમાં ઉઠેલ જ્વાર-ભાટાના સમયે આ લહેરો(દરિયાના મોજા)ની સાથે ડોલ્ફિન માછલીઓ પણ તણાઈ આવી હતી, આ ઘટના બનતા પર્યટકો ખુબ ઉત્સાહમાં આવી ગયા હતા.

ત્યાના રહેવાસી પ્રજ્ઞેશભાઈ ટંડન જે આગળના 5 વર્ષથી માછલી પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે આટલા વર્ષોમાં પહેલી વાર તેણે ડોલ્ફિન માછલીની આટલી નજીકથી જોઈ હતી. પ્રજ્ઞેશભાઈનાં આધારે આ સમુદ્ર કિનારા પર પેહલી વાર આવી ઘટના બની હતી. તેની પહેલા એક વ્હેલ માછલીનું બચ્ચું કિનારા સુધી ધસી આવ્યું હતું પણ તેને સહી સલામત સમુદ્રમાં છોડી દેવામાં આવ્યું હતું.

આ ડોલ્ફિનનાં જુંડમાં બે મોટી અને એક નાની ડોલ્ફિન મળી આવી હતી. ત્યાના લોકોએ ડોલ્ફિન સાથે ખુબ મજા માણી અને ફોટો પણ લીધા હતા, સાથે જ ડોલ્ફીને પણ પણ પોતાનો રમતિયાળ અંદાજ બતાવીને લોકોને ખુશખુશાલ કરી દીધા હતા.

જાણકારી અનુસાર ડોલ્ફિન માછલીઓ માત્ર સમુદ્રનાં મધ્ય ભાગમા, જ્યાં પાણીનો પ્રવાહ વધુ હોય છે ત્યાં જ રહી શકે છે, પણ આ  ઘટના કુદરતનાં કરિશ્મા થી અલગ નથી. ખોરાકની શોધમાં માછલીઓ કિનારા સુધી આવી પહોંચી હતી. લોકોએ તેને પકડીને ખુબ મજા માણી હતી.

રાબેતા મુજબ માછલી પકડવા માટે નખાયેલી જાળમાં આ માછલીઓ કિનારા નજીક આવતા ફસાઈ ગઈ હતી, અને લોકોની ભીડ ઉમટી પડી હતી. બાદમાં તેને દોરડા વડે બાંધીને, ખેંચીને મધ્ય સમુદ્રનાં ભાગમાં સહી સલામત છોડી દેવામાં આવી હતી.

વર્ષ માં એક થી બે વાર આવે છે ડોલ્ફિન:
મત્સ્ય ઉદ્યોગ અધિકારી રતુભાઈ પટેલનું કહેવું છે કે વર્ષમાં એક થી બે વાર ડોલ્ફિન સમુદ્ર તટ પર જ્વાર-ભાટાનાં સમયે આવી જાય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.