ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાન, વાંચો આર્ટિકલ


થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા વિના જ ચઢાવે છે.

દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે

ઘણાં વર્ષોથી ચાલતી ભક્તોની આ પૂજા પ્રસાદથી અહીં શ્રીફળનો પહાડ બની ગયો છે અને લગભગ એક કરોડથી પણ વધારે શ્રીફળ આ પાવન જગ્યાએ જમા થતા એક નવીન ધાર્મિક કીર્તીમાન બની ગયો છે. આ ઢગલામાંથી કોઇ શ્રીફળ કોઇ ચોરી શકતું નથી અને જો કોઇ વ્યક્તિ શ્રીફળ ચોરી જાય તો તેને એકના બદલે પાંચ મૂકવાં પડે છે. અહીં શ્રદ્ધાળુઓનાં શ્રદ્ધાથી ધારેલાં કામ પૂર્ણ થાય છે. દિવાસોના દિવસે ગામના લોકો ભેગા થઇને હનુમાનજી મહારાજને પ્રસાદ ધરે છે. હનુમાનજીના ધામની બાજુમાં એક શંકરનું મંદિર આવેલું છે. દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે. વૃક્ષના થડમાં બેઠેલી મૂર્તિ એક ફૂટ બહાર છે.

૬૦૦ થી ૭૦૦ વર્ષ જુનું મંદિર

થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમના આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાન આશરે ૬૦૦ થી ૭૦૦ વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે. આસપાસનાં લોકો પણ પાંચ-દશ કિલોમીટર ચાલીને પણ અહિં આવે છે. જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ મેળા જેવો માહોલ જોવા મળે છે. સમગ્ર દેશ દુનિયામાંથી હનુમાનજીનાં ભક્તો અહીં દર શનિવારે પોતાની મનોકામના પૂર્ણ કરવા શ્રીફળ પ્રસાદ સ્વરૂપે હનુમાનજીને ભાવપૂર્વક ચઢાવે છે. ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે.

મંદિર સાથે જોડાયેલી દંતકથા

આ ચમત્કારિક હનુમાનજી ખેજડાના ઝાડ નીચે બિરાજમાન છે. મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી છે કે, અંદાજીત 50-60 વર્ષ પહેલા થરાદના આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા અને તેમને અહીં ચઢાવેલા શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા. જોકે, બાદમાં બાળકો બીમાર પડતા હનુમાનદાદા પાસે શ્રીફળ ચઢાવવાની રજા માંગી હતી, પરંતુ દાદાએ રજા ના આપતા આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને મીઠો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, બાળકોને શ્રીફળ પ્રસાદ તરીકે ખાવામાં જો તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમે અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો. અને બસ તે દિવસથી અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી. દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ, વંટોળ સહિતની અનેકો હોનારતો બનતી હોવાછતાં કરોડથી વધુની સંખ્યા ધરાવતો શ્રીફળનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઉભો છે. તે એક ચમત્કારરૃપ દાખલો હોઈ ગેળા ગામે આવેલ આ હનુમાન અનોખા ધાર્મિક મહાત્મ્યનો બોલતો પુરાવો છે.

શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાનક આશરે ૬૦૦ થી ૭૦૦ વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે.

કરોડથી વધુની સંખ્યા ધરાવતો શ્રીફળનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઉભો છે

છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા વિના જ ચઢાવે છે.

Source: DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાન, વાંચો આર્ટિકલ

log in

reset password

Back to
log in
error: