ગુજરાતમાં જોવા લાયક છે આ 5 જન્નત જગ્યાઓ, દુનિયાભરના લોકો આવે છે મુલાકાતે…..તમે ગયા કે નહિ? લોંગ વીકેન્ડમાં ફરી આવો આ જન્નત થી ઓછી નથી જગ્યાઓ

0

જો તમે ઉત્તર ભારતના ઊંચા ઊંચા હિલ સ્ટેશન અને હિમાલય ની ઊંચી ઊંચી પહાડીઓથી ઘેરાયેલા ટુરિસ્ટ સ્પોટથી થાકી ગયા છો અને બીજી જગ્યાઓની શોધ કરી રહ્યા છો, તો તમારે એકવાર ગુજરાત જરૂર ફરવું જોઈએ. અહીં તમે સમુદ્રી કિનારાની સાથે સાથે હિલ સ્ટેશન બંનેની મજા લઇ શકશો.1. કચ્છ નું રેગિસ્તાન:
આ ‘દ ગ્રેટ રન ઓફ’ ના નામથી જાણવામાં આવે છે. કચ્છ નું રણ કચ્છ જિલ્લા ના ઉત્તર પ્રદેશ અને પૂર્વમાં ફેલાયેલું છે. અહીં તમે ડિસેમ્બર ના કાર્નિવાલ ઉત્સવ માં જઈ શકો છો. સફેદ નિમક નું આ રેગિસ્તાન ચાંદની રાત માં સુંદર જોવા મળશે.

2. કૃષ્ણની દ્વારકા:કૃષ્ણની આ નગરી ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ માં સ્થિત છે અને પશ્ચિમી-મધ્ય ભારતનું પ્રસિદ્ધ નગર છે. આ જગ્યાનું પૌરાણિક મહત્વ તો છે જ સાથે જ પર્યટનને ધ્યાનમાં લઈને તમને અહીં ખુબ જ સારો અનુભવ થશે. આ કૃષ્ણ ભક્તોનું એક મહાન તીર્થ છે.

3. સાપુતારા:આ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ડાંગ જિલ્લા ના સહયાદ્રી પહાડી ક્ષેત્ર માં આ સમુદ્રતળ થી 873 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીંની સુંદર પહાડીઓ ચોમાસા દરમિયાન તો વધુ હરિ ભરી લાગે છે. આ જગ્યાની ઐતિહાસિક અને પૌરાણિક એમ બંને મહત્વ છે. જો તમે ગુજરાત જઈ રહ્યા છો તો અહીં એક વાર જરૂર જાઓ.

4. સોમનાથ મંદિર:સોમનાથ મંદિર ગુજરાત(સૌરાષ્ટ્ર) ના કાઠિયાવાડ ક્ષેત્રમાં સ્થિત છે. તેને સોમનાથ જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે. આ એક ઐતિહાસિક અને પૌરાણિક એમ બંને સ્થળ છે, જયારે વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક અને પર્યટન સ્થળ છે.

5. ગીરનું જંગલ:ગુજરાત સ્થિત ગીરના જંગલો ને ‘ગુજરાત નું આફ્રિકા’ પણ કહેવામાં આવે છે. જો કે તેને ગીર નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે. આ અભ્યારણ્ય સિંહ માટે જાણવામાં આવે છે. તે પુરી દુનિયામાં ‘એશિયાઈ બબ્બર સિંહ’ માટે ફેમસ છે. અહીં ફરવું તમારા માટે એક અનોખો અનુભવ થઇ શકે છે. પહાડીઓની વચ્ચે વન્ય જીવન દર્શન તમારા માટે એક યાદગાર યાત્રા સાબિત થશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!