ગુજરાતના આ મંદિર માં થી નીકળે છે ‘સ્વર્ગ નો રસ્તો’, આવુ શિવલિંગ નથી દેશમાં બીજે ક્યાંય પણ – વાંચવા જેવું

0

ગુજરાતનાં વડોદરાની એકદમ નજીકમાં જ છે સ્વર્ગમાં જવાનો માર્ગ , વાંચો ને જાણો એ ક્યાં છે ને કેવી રીતે જવાય છે સ્વર્ગ ….

આમ જોવા જઈએ તો અત્યારે બધાને સ્વર્ગમાં જ જવું હોય છે. કોઈને નર્ક ગમતું જ નથી. આની પહેલા પણ મહાભારત સમયની કાશ્મીરમાથી સ્વર્ગ જવાની સીડીનો રસ્તો લોકોએ ગોતી લીધો હતો. અને એના પુરાવા સાથે પ્રૂફ પણ કર્યું હતું કે આ જ રસ્તો સ્વરમાં જઈ રહ્યો છે.

આ તો થઈ કાશ્મીરની વાત. આપણાં ગુજરાતમાં પણ આવો જ એક સ્વર્ગ જવાનો રસ્તો મળી આવ્યો છે. તો ચાલો મિત્રો આજે જાણીએ એ રસ્તો ક્યાં છે ને કેવી રીતે પહોચાડે છે સ્વર્ગ.

ગુજરાતનાં વડોદરા જીલ્લામાં આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે કાયાવરોહણ. આ સ્થળમાં દુનિયાનું એક માત્ર બ્રમહા, વિષ્ણુ ને મહેશનું મંદિર આવેલું છે. આ પુરાતન મંદિર સાથે કેટલીય લોક વાયકાઓ જોડાયેલી છે. અને આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ પુરાતન છે. કહેવાય છે કે અહિયાં ભગવાન શિવ હાજરા હજૂર છે.

આ ગામનું જેવુ નામ છે એવું જ અહીનું કુદરતી સૌંદર્ય પણ છે. જેમ કાશ્મીરમાં કુદરત મન મૂકીને ખીલી રહ્યું છે. એમ ગુજરાતનું આ કાયાવરોહણમાં કુદરતની અદભૂત કાયા ખીલી રહી છે. કદાચ એટ્લે આ અદભૂત ગામમાં મહાદેવનો વાસ હશે. એવું નથી કે માત્ર મહાદેવ જ સાક્ષાત છે. અહિયાં ત્રણેય દેવતા બ્રમહા, વિષ્ણુ ને મહેશ પણ સાક્ષાત હાજરા હજૂર છે.ને એટ્લે જ અહિયાં શ્ર્ધ્ધાળું હજારોની સંખ્યામાં દર્શનાર્થે રોજ આવે છે.

ચાલો આજે જાણીએ કાયાવરોહણ મંદિરનો ઇતિહાસ :

ગુજરાતાના વડોદરા નજીક આવેલું કાયાવરોહણ ગામ ને એ ગામમાં આવેલું છે એક અત્યંત પુરાતન શિવ મંદિર. આ શિવ મંદિર ગુજરાતમાં જેટલું પ્રસિધ્ધ છે તેના ચમત્કારોનાં કારણે તેટલું જ પ્રખ્યાત ને જાણીતું ભારતનાં બીજા રાજ્યોમાં ને વિદેશમાં પણ પ્રસિધ્ધ છે. આ મંદિરનુ શિવલિંગ ખૂબ ચમત્કારી શિવલિંગ છે.
એવું કહેવાય છે કે આ શિવલિંગ એ ભગવાન લકુલેશ સાથે જોડાયેલુ છે. અને ભગવાન લકુલેશ એ ખુદ શિવનો જ અવતાર માનવામાં આવે છે. અહિયાં મહાદેવની એટલી કૃપા દૃષ્ટિ વરસી રહી છે કે, આપણાં શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. આપણાં પુરાતન શાસ્ત્રમાં પણ ભગવાન લકુલેશ અને મહાદેવના આ શિવલિંગનો ઉલ્લેખ છે. ચમત્કારિક શિવલિંગ અને ભગવાન લકુલેશનાં આશીર્વાદથી જે કાયાવરોહણ ગામની પવિત્ર ભૂમિ ઉપર જે લોકોનો જન્મ અને મૃત્યુ થાય છે એ લોકોને ક્યારેય નરક નથી મળતું. પછી ભલે તે પુણ્યશાળી આત્મા હોય કે પછી પાપી. આ પવિત્ર ભૂમિને તપની ભૂમિ કહેવાય છે. એટ્લે અહીના લોકો પણ એટલા જ ધાર્મિક અને શ્રધ્ધાવાળા છે.

ભગવાન લકુલેશ વિષે અને આ શિવલિંગનો મહિમા :

કાયાવરોહણ ગામ ડભોઈ તાલુકામાં આવેલું છે. ડભોઈ તાલુકો વડોદરા જિલ્લાથી 32 કિલોમીટર જ દૂર છે. અહિયાં જે મંદિર છે. એની સ્થાપના આશરે 44 વર્ષ પહેલા થઈ હતી.

હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર ભગવાન રામાવતાર ને પછી કૃષ્ણાવતાર થયો અને એ પછી સાક્ષાત ભગવાન શિવે ખુદ લકુલેશ અવતાર ધારણ કરી આ પૃથ્વી પર અવતર્યા હતા. એવું પણ કહેવામા આવે છે ભગવાન શિવના ઘણા અવતારો થયા જેમકે હનુમાન અવતાર, પરશુરામ અવતાર ને એ પછી તેમના 28માં અવતાર એટ્લે સાક્ષાત ભગવાન લકુલેશ. એકવાર એક રાત્રે આચાર્ય કૃપાલ્વાનંદજીને રાત્રે સ્વપ્નમાં ખુદ ભગવાન લકુલેશ આવે છે. ને એમણે અહિયાં મંદિર બાંધવાનો આદેશ કર્યો ને પોતે ખુદ મહાદેવના 28 માં અવતાર છે. અને આ જગ્યા પર લકુલેશ ભગવાનને વાસ કરવો છે. આ પવિત્ર જગ્યા મને અહિયાં ખેંચી લાવી છે.આવો આચાર્યને ભાસ થયો ને એમણે આશરે 44 વર્ષ પહેલા આ મંદિરનુ બાંધકામ કરાવ્યુ ને લકુલેશ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એમના હાથે કરવામાં આવેલ. આશરે 5 હજાર વર્ષથી વધુ સમય પહેલા આ પવિત્ર જગ્યા પર શિવલિંગ સ્વરૂપે ભગવાન લકુલેશ પ્રગટ થયા હતા. જે આજે પણ એ જગ્યા પર બિરાજમાન છે ને લોકો પણ એમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એક શિવલિંગ સ્વરૂપે શિવ અને લકુલેશ ભગવાન બંને એક સ્વરૂપે અહિયાં વાસ કરીને લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. એટ્લે જ આ મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આપણાં દેશમાં કુલ 68 તીરથ ધામ આવેલા છે. એમાનું આ કાયાવરોહણનું મંદિર એક છે. એવું કહેવાય છે આ ભૂમિ પર કેટલાય ઋષિમુનિઓએ જાપ કર્યા હતા. જગત ગુરુ શંકરચર્યાએ પણ આ પાવન ભૂમિ પર તપ કર્યું હતું ને પછી જ નર્મદા કિનારે તપ કરવા ગયા.

કાયાવરોહણમાં છે સ્વર્ગનો રસ્તો :

હા, આ વાત એકદમ સત્ય છે. કાયાવરોહણની પવિત્ર ભૂમિનો ઉલ્લેખ આપણાં પુરાણોમાં પણ જોવા મળે છે, ખુદ ઋષિ મહર્ષિએ અહિયાં ગાયત્રી સાધના અને ધોર તપ કર્યું છે. એ તપના પ્રતાપે આક ભૂમિ એટલી પવિત્ર છે કે ખુદ વિષ્ણુએ પ્રસન્ન થઈને એવા આશીર્વાદ આપ્યા હતા કે આ કાયાવરોહણની પવિત્ર ભૂમિ પર જે વ્યક્તિ જન્મશે અને મૃત્યુ પામશે એ શિવ ભક્ત હશે ને ભગવાન લકુલેશ મહાદેવના આશીર્વાદથી એના તમામ પાપમાંથી એને મુક્તિ મળશે ને એ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટ્લે જ કહેવાય છે કે આ ગામ અને આ પવિત્ર શિવલિંગ માણસ ગમે એવો પાપી હોય તો પણ એને સ્વર્ગ જવાનો માર્ગ બતાવે છે એની ભક્તિથી, શ્ર્ધ્ધાથી ને આસ્થાથી. એવું કહેવાય છે કે, ગાયત્રીમંત્રનું ઉદગમ સ્થાન પણ આ જ ભૂમિ છે. એટ્લે કાયાવરોહણ ભૂમિ ખૂબ પવિત્ર ભૂમિ છે.

એવું નથી કે અહિયાં શ્રાવણ માસ દરમ્યાન જ ભક્તિની ભીડ હોય છે. અહિયાં બારેમાસ ભક્તજનોના ટોળે ટોળાં ઉમટી પડે છે. અહિયાં રહેવાની વ્યવસ્થા પણ છે ને જમવાની વ્યવસ્થા પણ છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here